એકલી સ્કૂલ જતી વિદ્યાર્થિનીઓની છોકરા કરતાં હતાં છેડતી, પરેશાન થયેલી છોકરીઓએ શોધી કાઢ્યો નવો Idea

હોસ્ટેલથી સ્કૂલ 2 કિમી દૂર હતી, રસ્તામાં અમુક છોકરાઓએ અડ્ડો બનાવ્યો છે, જે આવતી-જતી વિદ્યાર્થિઓની છેડતી કરે છે

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 07:00 AM
Girls Go To School By Line On Two Km in Jaipur Rajasthan

આ છોકરીઓની સ્કૂલ તેમની હોસ્ટેલથી 2 કિલોમીટર દૂર છે. તેથી કોઈ છોકરા તેમને પરેશાન ન કરે અને છોકરીઓની હિંમત જળવાઈ રહે તે માટે છોકરીઓએ લાઈન કરીને એક સાથે જ સ્કૂલ જવાનું નક્કી કર્યું છે.

ઝાલોર: રાનીવાડામાં શારદા ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓએ છેડતી કરતાં છોકરાઓથી બચવા માટે એક વચલો રસ્તો શોધી લીધો છે. આ છોકરીઓની સ્કૂલ તેમની હોસ્ટેલથી 2 કિલોમીટર દૂર છે. તેથી કોઈ છોકરા તેમને પરેશાન ન કરે અને છોકરીઓની હિંમત જળવાઈ રહે તે માટે છોકરીઓએ લાઈન કરીને એક સાથે જ સ્કૂલ જવાનું નક્કી કર્યું છે. એક છોકરાથી પરેશાન થઈને સોમવારે જ બધી છોકરીઓએ સાથે મળીને તે છોકરાને ખૂબ માર્યો પણ હતો. જોકે હોસ્ટેલથી સ્કૂલ જવા માટે અન્ય કોઈ વિકલ્પ પણ ન હોવાથી આ છોકરીઓએ રોજ ચાલીને જ સ્કૂલ જવુ પડે છે.

છોકરીઓ લાઈનમાં એટલા માટે ચાલે છે કારણકે તેમને હિંમત મળી રહે


- જિલ્લાના દેવપુરાથી આદર્શ રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અને આદર્શ રાજકીય બાલિકા વિદ્યાલયમાં અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતી આ છોકરીઓને રોજ તેમની હોસ્ટેલથી 2 કિમી ચાલીને સ્કૂલે જવુ પડે છે. રસ્તામાં સ્ટેટ હાઈવે 31 અને રેલવે ક્રોસિંગ પણ આવે છે. અહીંથી ઘણાં વાહનો પસાર થાય છે અને ત્યાં અમુક છોકરાઓએ અડ્ડો પણ બનાવી રાખ્યો છે. અહીં છોકરીઓને રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી હવે તેમણે રોજ હોસ્ટેલથી લાઈન બનાવીને જ સ્કૂલ જવાનું નક્કી કર્યું છે.
- નોંધનીય છે કે, દેવપુરામાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છોકરીઓ રહે છે. જે ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે.

એક છોકરાએ ખૂબ પરેશાન કરતાં હિંમત ભેગી કરીને કરવી પડી ધોલાઈ


- અહીં એક છોકરો એક વિદ્યાર્થિનીની રોજ આવતા-જતાં છેડતી કરતો હતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો હતો. પરેશાન થયેલી વિદ્યાર્થિનીઓએ સોમવારે સ્કૂલથી પરત આવતી વખતે તે છોકરાને પકડીને તેની ખૂબ ધોલાઈ કરી હતી. અચાનક થયેલી આ ઘટનાથી આવતા-જતા લોકોએ પણ યુવકને ઢોર માર મારીને તેમનો હાથ સાફ કરી લીધો હતો.
- શારદા વિદ્યાલય પ્રબારી કિશનલાલે કહ્યું, અમને ગઈ કાલે જ આ વાતની જાણ થઈ. હવેથી સ્કૂલે આવતી-જતી વખતે અમારો એક ગાર્ડ પણ વિદ્યાર્થિઓની સાથે જ રહે છે.

X
Girls Go To School By Line On Two Km in Jaipur Rajasthan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App