ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love affair: girls family members beat boy and he died in Bikaner Rajasthan

  લવ અફેરના ચક્કરમાં યુવતીના પરિવારે માર્યો ઢોરમાર, યુવકનું થયું મોત

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 07:00 AM IST

  રાજસ્થાનના બિકાનેરમાં એક હિંદુ યુવતીના પરિવારે તેના મુસ્લિમ દોસ્તને મારી-મારીને તેની હત્યા કરી દીધી
  • અલીના બંને પગ તોડી નાખવામાં આવ્યા અને ત્યારબાદ તેને ગંદા પાણીના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલીના બંને પગ તોડી નાખવામાં આવ્યા અને ત્યારબાદ તેને ગંદા પાણીના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો.

   જયપુર: રાજસ્થાનના બિકાનેરમાં એક હિંદુ યુવતીના પરિવારે તેના મુસ્લિમ દોસ્તને મારી-મારીને તેની હત્યા કરી દીધી. પોલીસનું કહેવું છે કે યુવતીના પરિવારના સભ્યોએ યુવક સાથે મારપીટ કરી, જેના પછી તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઇ ગયું. પોલીસે પુષ્ટિ કરી છે કે યુવતીના યુવક સાથેના પ્રેમસંબંધોના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો.

   યુવકના બંને પગ તોડ્યા અને ગંદા તળાવમાં ફેંક્યો

   - માર્કેટમાં ફળ વેચતો 22 વર્ષીય સૈફ અલી રામપુરા વસ્તીમાં એક યુવતીને મંગળવારે રાતે લગભગ નવ વાગે મળવા ગયો હતો. બિકાનેરના એસપી સવાઇ સિંહ ગોદારાએ જણાવ્યું કે યુવતીના પરિવારના સભ્યો અલીને કરણી ઔદ્યોગિક ક્ષેત્ર લઇને ગયા, જે શહેરની બહાર આવેલું છે. કારમાં ત્યાં લઇ ગયા પછી તેની સાથે મારપીટ કરવામાં આવી.

   - અલીના બંને પગ તોડી નાખવામાં આવ્યા અને ત્યારબાદ તેને ગંદા પાણીના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. આ જાણકારી પોલીસને એક પ્રત્યક્ષદર્શીએ આપી છે.
   - ગોદારાએ જણાવ્યું, "અમારી ટીમ સ્થળ પર પહોંચી અને સૈફને બચાવ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. તેના બંને પગ તોડી નાખવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેનો ઇલાજ કર્યો, પરંતુ તેણે બુધવારે લગભગ 3.30 વાગે દમ તોડી નાખ્યો." સાથે જ તેમણે કહ્યું, મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.

   પરિવારમાં અલી એકલો જ હતો કમાનાર

   - આ મામલો પોલીસે બંટી, શિવ માલી, રાજા સોનાર, ગોપાલ ખાતી, બબલૂ માલી અને બે અન્ય વિરુદ્ધ હત્યા, અપહરણ અને અન્ય ઘણી કલમો હેઠળ મામલો નોંધ્યો છે. તેની સાથે જ બંટી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   - ગોદારાએ જણાવ્યું કે 'અમે લોકો શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે. અમે લોકોએ યુવકના પરિવારને નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું છે.' પોસ્ટમોર્ટમ પછી બુધવારે સાંજે શબને દફનાવી દેવામાં આવ્યું.
   - અલીના એક દોસ્તે જણાવ્યું કે અલી પરિવારમાં એકલો જ કમાનાર હતો. તે પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. અલીનો દાવો છે કે યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.
   - પરંતુ, અલી જાણતો હતો કે તે મુસ્લિમ છે. પરિણામે તે તેમના લગ્નમાં ઊભી થનારી મુશ્કેલીઓ અંગે જાણતો હતો અને એટલે જ લગ્ન કરવા માંગતો ન હતો.
   - સાથે જ અલીના દોસ્તનું કહેવું છે કે અલી એટલા માટે પણ લગ્ન કરવા માંગતો ન હતો, કારણકે તેની આવક બહુ ઓછી હતી. તેના કહેવા પ્રમાણે અલી એક મહિનામાં આશરે 6 હજાર રૂપિયા જ કમાતો હતો.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love affair: girls family members beat boy and he died in Bikaner Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top