પ્રેમીની હત્યા કરવા એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું- ચલ એક ગેમ રમીએ, યુવકની આંખો પર દુપટ્ટો બાંધી પહોંચાડી દીધો ઉપર

યુવતી પકડાઈ ગઈ તો કહ્યું- તેણે મને પુછ્યા વગર આટલો મોટો નિર્ણય કેવી રીતે લીધો

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:07 AM
girlfriend killing her ex boyfriend with lover in Delhi

આ ઘટનાના કાવતરાંમાં મૃતકનો બાળપણનો ફ્રેન્ડ અને યુવતીનો નવો પ્રેમી રહીમ પણ સામેલ હતો. યુવકની હત્યા કરવા માટે યુવતીએ પહેલાં દિલ્હીથી એક ચપ્પુ ખીદ્યું હતું અને ત્યારપછી પૂર્વ પ્રેમી સાથે ફરવાના બહાને તેની જ રિક્ષામાં તે એક્સપ્રેસ હાઈવેથી ઘણી દૂર આવી હતી.

નોઈડા: એક અઠવાડિયા પહેલાં નોઈડાના એક્સપ્રેસવે એરિયામાં એક રિક્ષા ચાલક યુવકનું ગળું કાપીને તેની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કરનાર બીજુ કોઈ નહીં પરંતુ તેની એક્સ પ્રેમીકા જ છે. આ ઘટનાના કાવતરાંમાં મૃતકનો બાળપણનો ફ્રેન્ડ અને યુવતીનો નવો પ્રેમી રહીમ પણ સામેલ હતો. યુવકની હત્યા કરવા માટે યુવતીએ પહેલાં દિલ્હીથી એક ચપ્પુ ખીદ્યું હતું અને ત્યારપછી પૂર્વ પ્રેમી સાથે ફરવાના બહાને તેની જ રિક્ષામાં તે એક્સપ્રેસ હાઈવેથી ઘણી દૂર આવી હતી. અહીં જંગલ વિસ્તારમાં તેને યુવક સાથે એક ગેમ રમવા કહ્યું અને તેની આંખ પર પોતાનો દુપટ્ટો બાંધવા કહ્યું. ત્યારપછી તેણે યુવકને પોતાને શોધવા કહ્યું અને જેવો યુવક આગળ વધ્યો કે તેના નવા પ્રેમી રહીમે તેનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. પોલીસે યુવતી સાયરા અને તેના નવા પ્રેમી રહીમની ધરપકડ કરી લીધી છે. મૃતક અસરાફિલનું 3 સપ્ટેમ્બરના રોજ જંગલની ઝાડીઓમાંથી મૃતદેહ મળ્યો છે.

4 વર્ષ પહેલાં દિલ્હીથી બિહાર જતાં ટ્રેનમાં થઈ હતી ફ્રેન્ડશીપ


અંદાજે 4 વર્ષ પહેલાં ઈસરાફિલ તેના મિત્ર રહીમ સાથે બિહાર જઈ રહ્યો હતો. જે કોચમાં તે બંનેની ટીકિટ હતી ત્યાં જ બાજુમાં સાયરાની જગ્યા હતી. ઘરે પહોંચતા સુધીમાં ત્રણેય વચ્ચે સારી ફ્રેન્ડશીપ થઈ ગઈ અને તેમણે એક બીજાના ફોન નંબર પણ લીધા હતા. સાયરાએ જણાવ્યું કે, તે એકલી જ જતી હતી તેથી રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ઈસરાફિલ તેને ઘર સુધી મુકવા પણ આવ્યો હતો. ત્યારપછી ઈસરાફિલ અને સાયરા વચ્ચે અફેર થઈ ગયું હતું. દિલ્હી પરત આવ્યા પછી ઈસારફિલ રિક્ષા ચલાવવા લાગ્યો અને બંને એકબીજાને નિયમીત મળવા પણ લાગ્યા હતા.

મૃત યુવકનો મિત્ર પણ સાયરાને પ્રેમ કરતો હતો


સાયરાએ પોલીસને જણાવ્યું કે, બે વર્ષ પહેલાં ઈસરાફિલે તેને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતાં. હવે તેનો એક દીકરો પણ છે. તેને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે તેણે રહીમને તેની સાથે દગો થયો હોવાની વાત કરી. ત્યારે રહીમે તેને જણાવ્યું કે, ટ્રેનમાં થયેલી મુલાકાત પછી તે પણ સાયરાને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. તેથી રહીમને ખબર પડી કે સાયરા ઈસરાફિલથી નારાજ છે તો તેણે તેને રસ્તામાંથી કાઢી દેવાનું નક્કી કર્યું. છેલ્લાં કેટલાક સમયથી સાયરા અને રહીમ એકબીજાના પ્રેમમાં હતા. રહીમ ઘટનાના એક દિવસ પહેલાં જ ગામડેથી આવ્યો હતો અને તેણે સાયરા સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન જ તેમણે એક ચપ્પુ ખરીદ્યું અને ઈસરાફિલની હત્યાનું કાવતરું ઘડ્યું.

સિટી સેન્ટર મેટ્રોથી એક્સપ્રેસ-વે તરફ મસ્તી કરવાના બહાને લઈ ગઈ હતી પૂર્વ પ્રેમીકા


3 સપ્ટેમ્બરે સાયરા અને રહીમ દિલ્હીથી મેટ્રોમાં સાથે નીકળ્યાં હતા પરંતુ રહીમ ગોલ્ફ કોર્સ મેટ્રો સ્ટેશન પર ઉતરી ગયો હતો. સાયરા નોઈડા સિટી સેન્ટર પર ઉતરી ગઈ. અહીં પહેલેથી જ ઈસરાફિલ ઓટો લઈને તેની રાહ જોતો હતો. ત્યારપછી બંને સેક્ટર 168ના ગરનાળા પાસે ઝાડીઓમાં ગયા હતા. રિક્ષાની પાછળ પાછળ થોડી વારમાં રહીમ પણ ત્યાં પહોંચ્યો હતો અને ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. કાવતરાં અંતર્ગત રહીમ અને સાયરાએ ઈસરાફિલ પર ચપ્પાથી હુમલો કર્યો અને ત્યારપછી પણ તેમણે મૃતદેહની ઓળખ ન થઈ શકે તે માટે પથ્થરથી તેનો ચહેરો છૂંદી નાખ્યો હતો. ઘટનાના બીજા જ દિવસે રહીમ ફ્લાઈટથી દિલ્હી જતો રહ્યો હતો. પોલીસે કોલ ડિટેલ્સ અને મેટ્રો સ્ટેશનથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

X
girlfriend killing her ex boyfriend with lover in Delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App