Home » National News » Desh » girlfriend cheat boyfriend, boy commit suicide by hanging in Amritsar, Punjab

BFએ મોતને કર્યું વ્હાલું, મિત્રને મેસેજ કરીને કહ્યું- એને કહી દેજો ઘરે આવીને મારી લાશ જોઈ જાય

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:55 PM

ઘરે પહોંચતા જ માના ખોળામાં માથુ નાખીને રડ્યો હતો અને કહ્યું હતું- મા મને બચાવી લે

  • girlfriend cheat boyfriend, boy commit suicide by hanging in Amritsar, Punjab

    બઠિંડા: એક 22 વર્ષના યુવકે સલ્ફાસની ગોળી ખાઈને સુસાઈડ કરી લીધું છે. યુવકની ઓળખ વિકાસ તરીકે કરવામાં આવી છે. યુવકની મા રાનીએ આરોપ લગાવ્યો છે કે, એક છોકરીથી દુખી થઈને તેના છોકરાએ આત્મહત્યા કરી છે. બીજી બાજુ વિકાસે ઝેરની ગોળીઓ ખાધા પછી તેના મિત્રને મોબાઈલથી મેસેજ મોકલીને કહ્યું હતું કે, મે સલ્ફાસની ગોળી ખાઈ લીધી છે. તેને (પ્રેમિકા)ને કહેજે કે, મારા ઘરે આવીને મારી લાશ જોઈ જાય. મૃતકના નિવેદન પછી પોલીસે ફરિયાદ નોંધી લીધી છે.

    ઘરે આવતા જ કહ્યું હતું, મા મને બચાવી લે


    વિકાસ કુમાર બટિંડાના બીબીવાલા ચોકપાસે બેકરીમાં કામ કરતો હતો. તેની મા રાનીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે અંદાજે 7 વાગે વિકાસ ઘરે આવ્યો હતો અને આવતા જ મારા ખોળામાં માથુ મુકીને રડ્યો હતો કે, મા મને બચાવી લે. જ્યારે મે તેને ઉભો કર્યો તો તે ઉલ્ટીઓ કરવા લાગ્યો હતો. દીકરાની સ્થિતિ જોઈને મે આસપાસના લોકોને ભેગા કર્યા અને દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો. અહીં તેની હાલત વધારે ખરાબ થતાં તેને આદેશ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો. અહીં બુધવારે વિકાસનું મૃત્યુ થયું હતું. રાનીએ આરોપ લગાવ્યો કે એક વર્ષથી એક પરિણિત મહિલા સાથે તેના દીકરાને પ્રેમ હતો. છોકરી અને તેના પરિવારે વિકાસને ફસાવી રાખ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવતાં હતાં.

    પોલીસ પર લગાવ્યો કાર્યવાહી ન કરવાનો આરોપ


    રાનીએ જણાવ્યું કે, તેણે વારંવાર કહ્યું કે, તેના છોકરાએ એક છોકરીથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી છે પરંતુ પોલીસે તેમનું નિવેદન ન નોંધ્યું. તેમની મરજીથી જ નિવેદન નોંધીને અમારી સહી કરાવી દીધી. પોલીસે તેમને કહ્યું કે, પીએમ કરાવીને અંગ્નિ સંસ્કાર કરી દો. તે પછી કાર્યવાહી કરવામાં આવશે. રાનીએ કહ્યું કે, તે આરોપીઓને નહીં છોડે. તેમના કારણે મારા દીકરાએ જીવ આપ્યો છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો એસએસપીને મળીશ.

    આરોપની તપાસ પછી કાર્યવાહી કરાશે: એએસઆઈ

    વર્ધમાન પોલીસ ચોકીના એએસઆઈ ભુપિંદર સિંહે જણાવ્યું કે, પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો છે. પરિવારજનોએ જે આરોપ લગાવ્યા છે તેની તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર તરફથી જે નિવેદન આપવામાં આવ્યા છે તે જ લખવામાં આવ્યા છે. તેમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending