તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચાયતે 5 કલાક સુધી યુવતીને ઝાડ સાથે જાનવરોની જેમ બાંધી, તે તરફડતી રહી પરંતુ કોઇ ન બતાવી દયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતી સાથે જાનવરો જેવું વર્તન, 5 કલાક સુધી તરફડતી રહી - Divya Bhaskar
યુવતી સાથે જાનવરો જેવું વર્તન, 5 કલાક સુધી તરફડતી રહી

નવાદા (બિહાર): જિલ્લાની રજૌલી પંચાયતે પ્રેમ-પ્રસંગના કારણે એક યુવતીને અમાનવીય સજા સંભળાવી. પીડિત યુવતી પાડોશના એક ગામમાં એક યુવકને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ યુવતીના પરિવારજનો આ માટે તૈયાર ન હતા. જેનાથી યુવતી 30 સપ્ટેમ્બરના રોજ યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ. પરિવારવાળાઓને એવી સૂચના મળી કે યુવતી પાસેના જ ગામમાં રહે છે. યુવતીના પરિવારજનો તેને ગામ પાછી લઈને આવ્યા. ગામ પહોંચતા જ પંચાયતે યુવતીને 5 કલાક સુધી ઝાડ સાથે બાંધવાની સજા સંભળાવી દીધી. યુવતી 5 કલાક સુધી તરફડતી રહી પરંતુ કોઇને તેના પર દયા ન આવી. 

 

યુવતીના પિતાએ કહ્યું કે પંચાયતે આ સજા સંભળાવી છે જે તેણે ભોગવવી પડશે. આ ઘટનાની જાણકારી અત્યારે પોલીસને આપવામાં આવી નથી. રાજૌલી પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યારે કોઇપણ પ્રકારની ફરિયાદ મળી નથી. અરજી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.