Home » National News » Desh » Girl shot herself dead while playing with fathers revolver at Gwalior MP

બહેનપણીને વીડિયો કોલ કરી માથે તાકી રિવોલ્વર, બોલી- લક-લક રમું છું...અને કોલ કપાઈ ગયો, ફરી લગાવ્યો તો લથડાતો અવાજ આવ્યો- યાર ગોળી ચાલી ગઈ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 07:30 AM

પિતાએ કહ્યું- મારી ભૂલના કારણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, તમે ક્યારેય ન કરતા આવી ભૂલ

 • Girl shot herself dead while playing with fathers revolver at Gwalior MP
  રમત-રમતમાં લમણે તાકી રિવોલ્વર અને થઈ ગયું મોત.

  ગ્વાલિયર: બહેનપણી સાથે વોટ્સએપ વીડિયો કોલિંગ દરમિયાન માથા પર રિવોલ્વર તાકવાની મજાકે 21 વર્ષીય કરિશ્માનો જીવ લઈ લીધો. 72 કલાક હોસ્પિટલમાં સંઘર્ષ કર્યા પછી આખરે તે જિંદગીનો જંગ હારી ગઈ. સોમવારે સવારે તેણે દમ તોડી નાખ્યો. ઘટના 7 સપ્ટેમ્બરના રોજ લગભગ પોણા 12 વાગે ગ્વાલિયરની નારાયણ વિહાર કોલોનીમાં બની હતી. ઘટનાના સમયે કરિશ્માના પિતા રિટાયર્ડ સૂબેદાર અરવિંદ યાદવ પત્ની સાથે ચિત્રકૂટ ગયા હતા. મોટો દીકરો શિવમ સેનામાં છે અને તે રજા પર ઘરે આવેલો હતો, પરંતુ તે દિવસે તે ઇટાવા ગયો હતો, જ્યારે નાનો દીકરો દેવ જે દસમા ધોરણમાં ભણી રહ્યો છે, તે સ્કૂલે ગયો હતો. ઘરે કરિશ્મા એકલી હતી.


  શુક્રવારની તે 30 મિનિટ, જ્યારે થયો હતો અકસ્માત, બહેનપણીએ પૂછ્યું કે રિવોલ્વર કેમ રાખી છે તો કરિશ્મા બોલી લક-લક રમતી હતી

  11.30 વાગે: કરિશ્મા ઘરમાં એકલી હતી. ચિત્રકૂટથી તેના ફોન પર પિતાનો કોલ આવ્યો અને તેમણે તેના હાલચાલ પૂછ્યા. દીકરા દેવ વિશે પૂછ્યું કે તેને લંચ બનાવીને આપ્યું કે નહીં. કરિશ્માએ કહ્યું કે લંચ બનાવી નાખ્યું થે પરંતુ તે ટિફિન ઘરે જ ભૂલી ગયો.

  11.45 વાગે: દિલ્હીમાં રહેતી બહેનપણી નજમાનો કોલ આવ્યો. ત્યારબાદ બંને વીડિયો કોલિંગથી વાત કરવા લાગ્યા. કરિશ્મા પોતાની સાથે રિવોલ્વર લઇને બેઠી હતી. બહેનપણીએ પૂછ્યું કે રિવોલ્વર કેમ રાખેલી છે તો કરિશ્મા બોલી લક-લક રમી રહી હતી.

  11.50 વાગે: કોલિંગ દરમિયાન રિવોલ્વર માથા પર લગાવીને કરિશ્મા બોલી- રિવોલ્વરમાં એક જ કારતૂસ છે, જોઇ આજે લક કામ કરે છે કે નહીં. નજમાએ તેને અટકાવી પરંતુ ત્યારે જ નેટવર્કમાં ગરબડ થઇ અને વીડિયો કોલિંગ બંધ થઈ ગયું. કરિશ્માએ ત્યારે ટ્રિગર દબાવ્યું અને ગોળી ચાલી ગઈ.

  12.00 વાગે: અકસ્માત પછી નજમાએ કોલ કર્યો તો લથડાતા અવાજે કરિશ્માએ કહ્યું- યાર ગોળી ચાલી ગઈ અને પછી ફોન કપાઈ ગયો. નજમા પાસે તેના પરિવારજનોનો નંબર ન હતો. તેણે સતત કરિશ્માને કોલ કર્યા. પોલીસને લગભગ 17 મિસ્ડકોલ કરિશ્માના મોબાઈલ પર મળ્યા.

  (ટીઆઇ સુધેશ તિવારી અને કરિશ્માના પિતા અરવિંદ યાદવે ભાસ્કરને જણાવ્યા પ્રમાણે)

  એસએસબીના પહેલા તબક્કામાં થઈ ચૂક્યું હતું સિલેક્શન, ઇન્ટરવ્યુની કરી રહી હતી તૈયારીઓ

  - કરિશ્મા ભણવામાં સારી હતી. તે પોતાના પિતાની સૌથી લાડલી હતી. પિતા પણ કેટલાક સમય પહેલાં જ સેનામાંથી નિવૃત્ત થયા છે. દીકરીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું. તેને સીડીએસની તૈયારીઓ કરવાની હતી.

  - કરિશ્માએ એનસીસી સી-સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો. તેના પિતાનુંસપનું હતું કે તે સેનામાં ઓફિસર બને. સી-સર્ટિફિકેટના આધારે તેનું સિલેક્શન એસએસબી (સશસ્ત્ર સીમાદળ)ના પહેલા તબક્કામાં થઈ ગયું હતું. કરિશ્માનો એસએસબી માટે 1 ડિસેમ્બરના રોજ ઇન્ટરવ્યુ થવાનો હતો. તેની તૈયારી માટે તે ગ્વાલિયર આવી ગઈ હતી, પરંતુ પિતાનું સપનું પૂરું કરી શકે તે પહેલાં જ તે દુનિયામાંથી ચાલી ગઈ.

  ભાઈ સમજ્યો- બાથરૂમમાં પડી જવાથી થઈ ઇજા, હોસ્પિટલમાં પણ ન જણાવ્યું, જેએએચમાં ખબર પડી- માથામાં વાગી છે ગોળી

  - અકસ્માત પછી સૌથી પહેલા કરિશ્માની પાસે તેનો મોટો ભાઈ સેનામાં કાર્યરત શિવમ પહોંચ્યો. તે નક્કી શેડ્યુલથી એક દિવસ પહેલા ગ્વાલિયર આવ્યો હતો. બપોરે લગભગ 12.45 વાગે જ્યારે ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યા પછી પણ કોઇએ ન ખોલ્યો તો શિવમ પાછળની દીવાલથી ઘરની છત પર ચડ્યો.

  - તેણે જોયું કે અંદર બહેન કરિશ્મા માથા પર તકિયો લગાવીને સૂતી હતી. તેની આંખો સૂજી ગઈ હતી અને તે બોલી શકતી ન હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું. શિવમને લાગ્યું કે તે બાથરૂમમાં પડી ગઈ હશે, જેના કારણે તેના માથામાં ઇજા થઈ છે. કરિશ્માને તે પહેલા બિડલા હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને દાખલ કરવાની ના પાડી દીધી, પરંતુ જણાવ્યું નહીં કે તેના માથામાં ગોળી વાગી છે.
  - કરિશ્માને જ્યારે જેએએચ લઈ જવામાં આવી તો સીટી સ્કેનમાં ગોળી દેખાઈ. પરંતુ, ત્યાં સુધી 5 કલાક પસાર થઈ ચૂક્યા હતા. ઘણું લોહી વહી ચૂક્યું હતું. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેને ઓપરેટ કરીને ગોળી કાઢવામાં આવી, પરંતુ સોમવારે તેણે દમ તોડી દીધો.

  બાળકોની પહોંચથી દૂર રાખો હથિયાર જેથી ખુશીઓ ન છીનવાય: પિતા

  કરિશ્માના પિતા અરવિંદ યાદવે કહ્યું કે નાનકડી મજાકમાં મારી દીકરીનો જીવ જતો રહ્યો. મારા ઘરમાં જે રિવોલ્વર રાખી હતી, તેમાં કારતૂસ લગાવેલી હતી. જો તેવું ન હોત તો દીકરી જીવતી હોત. રિવોલ્વરમાં કારતૂસ લગાવીને છોડવાની જે ભૂલ મારાથી થઈ, હું નથી ઇચ્છતો કે ભવિષ્યમાં કોઈ કરે. એટલા માટે બાળકોની પહોંચથી હથિયાર દૂર રાખો. જે રીતે મારા ઘરની ખુશીઓ છીનવાઈ ગઈ, કોઈ બીજાના ઘરની ખુશીઓ ન લૂંટાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ