1

Divya Bhaskar

Home » National News » Desh » મેરેજ પોર્ટલ પરથી પસંદ કરેલા મુરતિયાએ લગ્ન પછી યુવતીને કર્યો દગો | Girl selected groom from marriage portal he cheated her and ran afetr marriage

મેરેજ પોર્ટલ પરથી પસંદ કર્યો મુરતિયો, 6 મહિનામાં લાખો લૂંટીને ફરાર

Divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 11:11 AM IST

દેશની રાજધાની દિલ્હીથી જે ઘટના સામે આવી છે, જે મેરેજ વેબસાઇટ દ્વારા વિવાહ કરનારાઓ માટે ચેતવણી સમાન છે

  • મેરેજ પોર્ટલ પરથી પસંદ કરેલા મુરતિયાએ લગ્ન પછી યુવતીને કર્યો દગો | Girl selected groom from marriage portal he cheated her and ran afetr marriage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં મેરેજ પોર્ટલ દ્વારા લગ્ન કરી એક મહિલાને લૂંટવાનો મામલો સામે આવ્યો.

    નેશનલ ડેસ્કઃ ડિજિટલ યુગમાં મેરેજ પોર્ટલ દ્વારા પોતાની પસંદનો વરરાજા અને કન્યા પસંદ કરવાનું પ્રચલન વધતું જાય છે. પરંતુ દેશની રાજધાની દિલ્હીથી જે ઘટના સામે આવી છે, જે મેરેજ વેબસાઇટ દ્વારા વિવાહ કરનારાઓ માટે ચેતવણી સમાન છે. દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં મેરેજ પોર્ટલ દ્વારા લગ્ન કરી એક મહિલાને લૂંટવાનો મામલો સામે આવ્યો છે.

    મેરેજ પોર્ટલ પર પ્રોફાઇલ જોઈ પીડિતાએ કર્યો હતો મેસેજ

    - પોલીસના જણાવ્યા મુજબ, આ મેરેજ પોર્ટલ પર હાઈ પ્રોફાઇલ સ્ટેટસ નાખીને યુવતી સાથે લગ્ન કરી લાખોની ઠગી કરવાનો મામલો છે.

    - પોલીસે જણાવ્યું કે તેમને મહિલા દ્વારા ફરિયાદ મળી કે તેનો પતિ તેને લૂંટીને ભાગી ગયો છે.
    - ફરિયાદ મુજબ, પીડિતા દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં ઈસ્ટ ગુરુ અંગદ નગરની રહેવાસી છે. મૂળ રૂપે ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી પીડિતાએ જણાવ્યું કે સિંપલી મેરી ડોટ કોમ પર પ્રોફાઇલ જોઈ તેણે એક યુવકને લગ્ન માટે મેસેજ કર્યો હતો.
    - ત્યારબાદ 15 મે 2017ના રોજ V3S મોલમાં બંનેની પહેલી મુલાકાત પણ થઈ. ત્યારબાદ બંનેની મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો. અંતે બંનેએ જૂન 2017માં લગ્ન કરી લીધા.

    આગળની સ્લાઇડમાં વાંચો, પતિએ બહાના બનાવી પત્ની અને તેના સંબંધીઓ પાસેથી માંગ્યા રૂપિયા

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • મેરેજ પોર્ટલ પરથી પસંદ કરેલા મુરતિયાએ લગ્ન પછી યુવતીને કર્યો દગો | Girl selected groom from marriage portal he cheated her and ran afetr marriage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેરેજ પોર્ટલ પર હાઈ પ્રોફાઇલ સ્ટેટસ નાખીને યુવતી સાથે લગ્ન કરી લાખોની ઠગી કરવાનો મામલો. (પ્રતીકાત્મક તસવીર)

    પતિએ બહાના બનાવી પત્ની અને તેના સંબંધીઓ પાસેથી માંગ્યા રૂપિયા

     

    - પીડિતાના જણાવ્યા મુજબ, તેમના લગ્નમાં આરોપીની ઓફિસનું કોઈ પણ નહોતું આવ્યું. પીડિતાનો આરોપ છે કે પોતાને એક મોટો વેપારી અને એક ખાનગી કંપનીનો નિદેશક હોવાનું કહ્યું હતું.

    - બાદમાં તે અવનવા બહાના બનાવીને પીડિતાના બેન્ક એકાઉન્ટ અને સંબંધીઓ પાસેથી રૂપિયા લેતો રહ્યો.

     

    આગળની સ્લાઇડમાં વાંચો, 19 દિવસ હોટલમાં રહ્યા, પત્ની સાથે મારપીટ કરી ભાગી ગયો

  • મેરેજ પોર્ટલ પરથી પસંદ કરેલા મુરતિયાએ લગ્ન પછી યુવતીને કર્યો દગો | Girl selected groom from marriage portal he cheated her and ran afetr marriage
    પીડિતાનો આરોપ છે કે પોતાને એક મોટો વેપારી અને એક ખાનગી કંપનીનો ડાયરેક્ટર હોવાનું કહ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)

    19 દિવસ હોટલમાં રહ્યા, પત્ની સાથે મારપીટ કરી ભાગી ગયો

     

    - ફરિયાદ મુજબ, 17 ડિસેમ્બર 2017ના રોજ પીડિતાને લઈને આરોપી જસોલા સ્થિત એક હોટલ ગયો અને લગભગ 19 દિવસ સુધી હોટલમાં રહ્યો.

    - પરંતુ એક દિવસ અચાનક આરોપી તેને હોટલમાં જ છોડીને ભાગી ગયો. પીડિતાએ જણાવ્યું કે હોટલમાં રહેવાના દિવસો દરમિયાન તેની સાથે મારપીટ પણ કરી હતી. 

    પત્નીએ આ રીતે પકડાવ્યો ભાગેડુ પતિને
    - પોલીસે આરોપીની ઓળખ મુંબઈ નિવાસી આસિફ ઈકબાલ મેનનના રૂપમાં આપી છે.
    - પીડિતાએ પોલીસમાં પોતાના પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન મહિલા પોતાના ફરાર પતિ સાથે સંપર્ક કરવામાં સફળ રહી અને તેને સરિતા વિહાર વિસ્તારમાં બોલાવવામાં સફળ રહી.
    - પોતાના પતિને સરિતા વિહાર બોલાવીને તેણે પોલીસને પણ જાણકારી આપી દીધી.
    - ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપીને પકડી લીધો. પોલીસ આ મામલામાં હવે આગળની કાર્યવાહી કરી રહી છે.

More From National News

Trending