Home » National News » Desh » રેપ પછી છ વર્ષની બાળકી કોમામાં| Girl Molestation Crime in Odisha

રેપ પછી છ વર્ષની બાળકી કોમામાં, આરોપીએ કહ્યું- 3 વાર દિવાલમાં અથડાવ્યુ'તુ માથું

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 10:03 AM

પીડિત બાળકી બિસ્કિટ લેવા માટે ઘરેથી નીકળી હતી, બાળકીના ચહેરા, માથા પર, છાતીમાં અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજા

  • રેપ પછી છ વર્ષની બાળકી કોમામાં| Girl Molestation Crime in Odisha
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રેપ પછી છ વર્ષની બાળકી કોમામાં, પ્રતિકાત્મક તસવીર

    ભુવનેશ્વર: ઓરિસ્સામાં 6 વર્ષની બાળકી સાથે રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેપ દરમિયાન પીડિતા સાથે ખૂબ ક્રૂરતા આચરવામાં આવી હતી. રેપ પછી તેનું માથુ ત્રણ વાર દિવાલ સાથે અથડાવવામાં આવ્યું હતું. જેના કારણે હવે તે કોમામાં જતી રહી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે બાળકના માથા, ચહેરા, છાતી અને પ્રાઈવેટ પાર્ટ્સ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે અને તેની હાલત ખૂબ ગંભીર છે. પીડિતા અધમુઈ હાલતમાં એક સ્કૂલ કેમ્પસમાંથી મળી આવી હતી.

    જાણો શું છે સમગ્ર ઘટના?


    - કટક જિલ્લાના જગન્નાથપુર ગામમાં રહેતી પીડિત બાલકી બિસ્કિટ લેવા માટે ઘરેથી બહાર નીકળી હતી.
    - પરંતુ ઘણી વાર પછી પણ જ્યારે તે પરત ન આવી ત્યારે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
    - ઘણી શોધખોળ પછી બાલકી સ્કૂલ પરિસરમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. તેના માથા અને મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું.
    - પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે રેપ પછી 3 વાર બાળકીનું માથુ સ્કૂલની દિવાસ સાથે પચાડ્યું હતું.
    - પછી તેને એવુ લાગ્યું કે, બાળકી મરી ગઈ છે તેથી તે તેને એવી જ હાલતમાં ત્યાં મુકીને આવતો રહ્યો હતો.
    - પોલીસે આરોપી પર રેપ, હત્યાનો પ્રયત્ન અને પોક્સો એક્ટ હેઠળ કલમ દાખલ કરીને ફરિયાદ નોંધી લીધી છે.

    ગરીબ પરિવાર નહીં કરાવી શકે ઈલાજ, સરકાર કરશે મદદ


    - બાળકીના પરિવારજનો બહુ જ ગરીબ છે. પીડિતાના પિતા ઓરિસ્સાની બહાર કેટરિંગનું કામ કરે છે.
    - ઓરિસ્સાના સ્વાસ્થય મંત્રી પ્રતાપ જેનાએ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત કરી હતી અને બાળકીની સારવાર માટે મદદ કરવાનો વાયદો કર્યો હતો.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • રેપ પછી છ વર્ષની બાળકી કોમામાં| Girl Molestation Crime in Odisha
    બાળકી કોમામાં છે, શરીરીના ઘણાં ભાગ પર ઈજા આવેલી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending