1

Divya Bhaskar

Home » National News » Desh » Girl lost her legs in Mumbai local train accident became MBBS fought legal battle

મુંબઈ લોકલ ટ્રેનમાંથી ધક્કો વાગતા ગુમાવ્યા બંને પગ, કાયદાકીય લડત આપી થઇ MBBS

Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 01:16 PM IST

MBBS કોર્સમાં એડમિશન મેળવવા માટે રોશને કાયદાકીય લડત આપવી પડી હતી

 • Girl lost her legs in Mumbai local train accident became MBBS fought legal battle
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોક્ટર પછી IAS પણ બનવા માંગે છે રોશન

  મુંબઈ: મુંબઈના અંધેરી રેલવે-સ્ટેશન પર એક ભીડભરેલી લોકલ ટ્રેઇનમાંથી ધક્કો વાગતા પડી ગયેલી 16 વર્ષીય રોશન જવાદે આ અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. પરંતુ, ત્યારબાદ પણ તેણે હિંમત હારી નહીં અને પોતાનું સપનું પૂરું કરવાની દિશામાં કાર્યરત થઇ. તમામ મુશ્કેલીઓને પાર કરીને આજે અકસ્માતના 9 વર્ષ પછી રોશન તેના પરિવારમાં પહેલી ડોક્ટર બની ગઇ છે. જોકે, MBBS કોર્સમાં એડમિશન મેળવવા માટે રોશને કાયદાકીય લડત આપવી પડી હતી.

  રોશનના પ્રયત્નોથી કેન્દ્ર સરકારે કર્યો કાયદામાં ફેરફાર

  - એક શાકભાજી વેચતા પિતાની દીકરી રોશને KEM હોસ્પિટલમાં ફાઇનલ MBBSની પરીક્ષામાં ગયા વર્ષે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. જોકે આ વાત અહીંયા પૂરી નથી થતી. ડૉ. રોશન પોસ્ટ-ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવવાથી માત્ર થોડાંક જ ડગલાં દૂર છે, પણ આ સાથે જ 70%થી વધુ શારીરિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે તેણે MBBSમાં એડમિશન મેળવવાનો માર્ગ મોકળો કરી છે.

  - રોશન 2011માં સીઇટી હેન્ડિકેપ્ડ ક્વોટામાં રાજ્યમાં ત્રીજો નંબર લાવી હતી. MBBS કોર્સમાં એડમિશન મેળવવા માટે રોશને કાયદાકીય લડત આપવી પડી હતી. અત્યારનો જે કાયદો છે, તે પ્રમાણે, મેડિકલ ભણવા માટે 70% સુધી વિકલાંગ હોય તેવી વ્યક્તિને જ એડમિશન મળે છે.
  - પરંતુ, રોશન સાથે થયેલા અકસ્માત પછી તે 88% શારીરિક વિકલાંગ હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં હેન્ડિકેપ્ડ માટેનો ક્વોટા 3થી 5% સુધી વધાર્યો છે. આ સાથે જ યોગ્યતાના માપદંડને બાજુએ મૂકીને મહત્તમ વિકલાંગતાનો માપદંડ ઘટાડીને 40% કરી નાખ્યો છે.

  માતાને માને છે પ્રેરણાસ્ત્રોત

  - રોશન તેના માતા-પિતા તેમજ મોટા ભાઈ અને બહેન સાથે, મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આવેલી ચાલીમાં એક 10 બાય 10 ફૂટના નાનકડા ઘરમાં રહે છે. રોશન જણાવે છે કે તેને અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમની મહેરબાનીના પ્રતાપે જ આ થઇ શક્યું છે.

  - રોશન જણાવે છે કે દરેક લોકો સરળ રસ્તા પર ચાલી શકે છે પણ મજા ત્યારે આવે છે જ્યારે એ રસ્તામાં પડકારોનો સામનો કરવાનો થાય.
  - રોશનની મોટી બહેન પણ એક હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે કામ કરે છે. આર્થિક પરિસ્થિતિને લીધે મોટી બહેન વધુ ભણી શકી ન હતી. જોકે તેની નાની બહેન હાલ ટેક્સટાઇલ્સમાં માસ્ટર કરી રહી છે.
  - રોશન જણાવે છે કે મારી માતા તો ભણી નહીં, પરંતુ તેણે તેની દીકરીઓને ભણાવવાનું નક્કી કર્યું અને એટલે મારો પ્રેરણાસ્ત્રોત મારી માતા જ છે.

  IAS પણ બનવા માંગે છે રોશન

  - રોશને તેના પોસ્ટ-ગ્રેજ્યુએશન માટે રેડિયોલોજી, પેથોલોજી અને સ્કિનના સબ્જેક્ટ્સ પસંદ કર્યા છે. ભવિષ્યના પ્લાન અંગે જણાવતા રોશન કહે છે કે અલ્લાહે ઇચ્છ્યું તો મારું MD પૂરું કર્યા પછી હું સિવિલ સર્વિસ એક્ઝામ આપવાનો પ્રયત્ન કરીશ અને IAS ઓફિસર બનીશ.

  - હું કોઇ NGO દ્વારા શારીરિક રીતે વિકલાંગ લોકો માટે કામ કરવા માંગું છું. રોશન જણાવે છે કે મુશ્કેલીઓ તો હંમેશાં આવવાની જ છે, તમારે તેને પાર કરવાનો રસ્તો શોધવાનો છે.
  - જો આટલી વિકલાંગ હોવા છતાં હું મેડિકલ કોર્સ કરી શકતી હોઉં તો અન્ય લોકો પણ મારી જેમ કોઇપણ સિદ્ધિ હાંસલ કરી શકે છે, જો તેમનામાં તે માટેનું પેશન હોય તો.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Girl lost her legs in Mumbai local train accident became MBBS fought legal battle
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માતા-પિતા સાથે રોશન.
 • Girl lost her legs in Mumbai local train accident became MBBS fought legal battle
  રોશનનો માટે પ્રેરણાસ્ત્રોત તેની માતા છે.

More From National News

Trending