Home » National News » Desh » પ્રોફેશનલ બ્લેકમેલર છોકરી સુંદરતાની જાળમાં હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી| Girl is Professional blackmailer came out of this trap

પ્રોફેશનલ બ્લેકમેલર હતી છોકરી, સુંદરતાની જાળમાં ફસાવતી હાઈપ્રોફાઈલ લોકોને

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 01:49 PM

પિતાના આડા સંબંધોના કારણે બાળકનો જીવ ગયો, મૃતકના પિતાની સાથે વાયરલ છે બ્લેકમેલર છોકરીની તસવીર

 • પ્રોફેશનલ બ્લેકમેલર છોકરી સુંદરતાની જાળમાં હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી| Girl is Professional blackmailer came out of this trap
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતકના પિતા સાથે મુખ્ય આરોપી કાજલ (ફાઇલ)

  બક્સર: શશાંક હત્યાકાંડને 6 દિવસ થઈ ગયા છે. તેમ છતાં પિતા રાકેશ રાય ઉર્ફે રિંકુ રાયે હજુ પણ પોલીસ સામે તેનું મોઢું ખોલ્યું નથી. આ કેસમાં ભલે પોલીસ હજી સુધી મુખ્ય આરોપી કાજલ રાયની ધરપકડ કરી શકી નથી. પરંતુ કાજલ અને રિંકુના અંગત સંબંધોના રહસ્યો ધીમે ધીમે ઉકેલાઈ રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન પોલીસને કેટલીક તસવીરો મળી છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કાજલ પ્રોફેશનલ બ્લેકમેલર છે. તે ડીએસપી, ડોક્ટર સહિત ઘણાં હાઈપ્રોફાઈલ લોકો પર રેપનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવીને તેમની પાસેથી પૈસા પડાવી ચૂકી છે.

  પોતાની સુંદરતાથી હાઈપ્રોફાઈલ લોકોને ફસાવીને પૈસા પડાવતી કાજલ


  - પોલીસને કાજલની ઘણી તસવીરો મળી આવી છે. તેમાં મૃત શશાંકના પિતા રાકેશ રાય સાથેની તસવીર પણ પોલીસને મળી છે.
  - પોલીસનું માનવું છે કે, કાજલ આ જ તસવીરથી રાકેશને બ્લેકમેલ કરતી હતી. કાજલ ખાસ કરીને સરકારી કર્મચારી અને બિઝનેસ મેનને ટાર્ગટે કરતી હતી.
  - તે પોતાની સુંદરતાથી બલિયાથી વારાણસી અને લખનઉ, ગોરખપુરના ઘણાં જાણીતા લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂકી હતી.
  - આ સંબંધમાં બક્સરના એસપી રાકેશ કુમારે જણાવ્યું કે, તેમને કાજલ અને રાકેશ રાયની કેટલીક તસવીરો મળી આવી છે. તેના વિશે તપાસ ચાલી રહી છે.

  વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંઘાઈ છે


  - યુપીના પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લેકમેલિંગ કરવું કાજલની આદત છે. તેણે વારાણસીમાં પણ એક યુવક પર રેપની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારપછી તેણે તે યુવકને બ્લેકમેલ કરીને ખાસા પૈસા પડાવ્યા હતા.
  - આ મામલે 30 જૂન 2016માં કેન્ટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી સારનાથના ચંદન રાય નામના વ્યક્તિને રેપ કેસમાં ફસાવી દીધો હતો. તેની પાસેથી પણ કાજલે રૂ. 10 લાખ પડાવ્યા હતા. તે 10 લાખમાંથી રાકેશે રૂ. 4 લાખ ચોરી લીધા હતા અને તેના કારણે બંનેની વચ્ચે ઝઘડો થયો હતો.
  - નોંધનીય છે કે, શશાંકના મર્ડર કેસમાં ચંદન રાયનું નામ પણ આવ્યું છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કાજલનો ભાઈ તેની બહેનનું જીવન બરબાદ કરવામાં રાકેશને દોષિત માને છે.
  - તેણે પણ રાકેશ પાસે બદલો લેવાની ઈચ્છા જાહેર કરી હતી. તેથી શશાંક મર્ડર કેસમાં પોલીસ કાજલના ભાઈની પણ પૂછપરછ કરી રહી છે.

  આ પણ વાંચો: પત્નીના ગળા ઉપર રિવોલ્વર જોઈને બદમાશો આગળ કરગરવા લાગ્યો પતિ

  શશાંક હત્યા કાંડનો ઉકેલ લાવવા પોલીસે બનાવી 2 ટીમ


  - બક્સર જિલ્લાના સિમરી પોલીસ સ્ટેશનના દુધીપટ્ટીથી 12 વર્ષના બાળક શશાંકના અપહરણ પછી હત્યા કેસનો પોલીસ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે માટે સ્થાનિક અને રાજકીય સ્તરે પોલીસે બે ટીમ બનાવી છે.
  - નોંધનીય છે કે, 8 જૂને શશાંક જ્યારે તેના મોસાળથી પાછો આવી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણ કર્યા પછી આરોપીઓ તેને ગાઝીપુર લઈ જઈને તેની હત્યા કરી દીધી હતી. ગંગા કિનારેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • પ્રોફેશનલ બ્લેકમેલર છોકરી સુંદરતાની જાળમાં હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી| Girl is Professional blackmailer came out of this trap
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કાજલ હાઈપ્રોફાઈલ લોકોને તેની સુંદરતાની જાળમાં ફસાવતી (ફાઇલ)
 • પ્રોફેશનલ બ્લેકમેલર છોકરી સુંદરતાની જાળમાં હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી| Girl is Professional blackmailer came out of this trap
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસ હજુ કાજલને પકડી શકી નથી
 • પ્રોફેશનલ બ્લેકમેલર છોકરી સુંદરતાની જાળમાં હાઈપ્રોફાઈલ લોકોને ફસાવતી| Girl is Professional blackmailer came out of this trap
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ