Divya Bhaskar

Home » National News » Desh » After accident girl give exam with taking drip hand

હાથમાં ડ્રીપ લગાવીને પરીક્ષા આપી યુવતીએ, એક્ઝામ આપવાં જતા સમયે થયું હતું કંઈક આવું

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:18 PM

યુવતીની જીદ પર ઘાયલ હાલતમાં જ પરિવારના લોકો એમ્બ્યુલન્સમાં તેને એક્ઝામ અપાવવા સેન્ટર સુધી લઈ ગયા હતા.

  • After accident girl give exam with taking drip hand
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈજાગ્રસ્ત હાલતમાં બોર્ડની પરીક્ષા આપતી યુવતી

    પટનાઃ બિહારના સમસ્તીપુરમાં મેટ્રિકની પરીક્ષા આપવા જઈ રહેલી એક યુવતીનું એક્સીડન્ટ થઈ ગયું છે. ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જે બાદ ડ્યૂટી પર તૈનાત ડોકટરે યુવતીનો ઈલાજ કર્યો. યુવતીની જીદ પર ઘાયલ હાલતમાં જ પરિવારના લોકો એમ્બ્યુલન્સમાં તેને એક્ઝામ અપાવવા સેન્ટર સુધી લઈ ગયા હતા. યુવતીએ ઈજાગ્રસ્ત હાલતમાં જ પોતાની પરીક્ષા પૂર્ણ કરી હતી.

    શું છે મામલો?


    - ઈજાગ્રસ્ત હાલતમાં જ યુવતીએ મેટ્રિકની પરીક્ષા આપી હતી. જે અંગેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવતી ઘાયલ હોવા છતાં પરીક્ષા આપતી નજરે પડે છે. યુવતીના એક પગ અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
    - ફોટામાં નજરે પડે છે તેમ બાળકીના એક હાથમાં ડ્રિપ પણ ચડાવવામાં આવેલી છે તેમ છતાં તે કોપી લખી રહી છે. યુવતીની સંભાળ રાખવા માટે ત્રણ મહિલાઓ પણ ઊભેલી દેખાય છે.
    - પ્રાપ્ત થતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત યુવતીનું નામ શ્વેતા કુમારી છે જે ગુરમા ગામની રહેવાસી છે.
    - બિહારમાં 10માં ધોરણની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જે અંતર્ગત શ્વેતા મોહનપુરની એક સ્કૂલમાં પરીક્ષા આપવા જઈ રહી હતી.
    - પરીક્ષા આપવા જતી હતી ત્યારે ફુલ સ્પીડમાં આવતી એક બોલેરો કારે તેને ટક્કર મારી હતી. જેથી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
    - ઘટના પર હાજર શ્વેતાના ભાઈએ લોકોની મદદથી તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ઈલાજ દરમિયાન તે પરીક્ષા આપવાની જીદ કરવા લાગી હતી. જે બાદ તેને એમ્બ્યુલન્સમાં એક્ઝામ સેન્ટરમાં લઈ જવાઈ હતી.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • After accident girl give exam with taking drip hand
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈજાગ્રસ્ત યુવતીનું નામ શ્વેતા કુમારી છે જે ગુરમા ગામની રહેવાસી છે
  • After accident girl give exam with taking drip hand
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પરીક્ષા આપવા જતી હતી ત્યારે ફુલ સ્પીડમાં આવતી એક બોલેરો કારે તેને ટક્કર મારી હતી. જેથી યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી
  • After accident girl give exam with taking drip hand
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    યુવતીના એક પગ અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી
  • After accident girl give exam with taking drip hand
    શ્વેતા મોહનપુરની એક સ્કૂલમાં પરીક્ષા આપવા જઈ રહી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending