ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl fell into deep well nobody helped by police constable saved her life at Varanasi

  મદદ માંગતી રહી કૂવામાં પડેલી યુવતી, તમાશો જોતા રહ્યા લોકો, કોન્સ્ટેબલે બચાવ્યો જીવ

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 12:47 PM IST

  વારાણસીના રોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે એક યુવતી સૂક્કા અને ઊંડા કૂવામાં પડી ગઇ
  • મદદ માંગતી રહી કૂવામાં પડેલી યુવતી, તમાશો જોતા રહ્યા લોકો, કોન્સ્ટેબલે બચાવ્યો જીવ
   મદદ માંગતી રહી કૂવામાં પડેલી યુવતી, તમાશો જોતા રહ્યા લોકો, કોન્સ્ટેબલે બચાવ્યો જીવ

   વારાણસી: રવિવારે શહેરમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના જોવા મળી. ઊંડા કૂવામાં પડી ગયેલી યુવતી ચીસો પાડીને મદદ માંગી રહી હતી, પરંતુ આસપાસ ઊભેલા લોકો ફક્ત તમાશો જોઇ રહ્યા હતા. આવા મુશ્કેલ સમયમાં યુપી પોલીસના એક જવાને બહાદુરી બતાવીને યુવતીને કૂવામાંથી બહાર કાઢી અને હોસ્પિટલ પહોંચાડી.

   શું હતો આખો મામલો?

   - વારાણસીના રોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે એક યુવતી સૂક્કા અને ઊંડા કૂવામાં પડી ગઇ. પડ્યા પછી તરત જ તેણે મદદ માટે બૂમો પાડી, પરંતુ કોઇ તેને બચાવવા માટે આવ્યું નહીં. થોડીવાર પછી યુવતી થાકીને બેભાન થઇ ગઇ, પરંતુ કોઇ મદદ માટે આગળ ન આવ્યું.

   - કૂવા પાસે ભીડ જમા થતી રહી, પણ લોકોને આ અંગે કોઇ એક્શન લેવાનો વિચાર ન આવ્યો.
   - સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલા યુપી પોલીસ કોન્સ્ટેબલ સૌરભસિંહે તરત એક દોરડાની વ્યવસ્થા કરી. એક છેડો ઝાડ સાથે અને બીજો પોતાની કમર પર બાંધીને તેઓ કૂવામાં ઉતર્યા અને થોડીક મુશ્કેલી સાથે યુવતીને તેમાંથી બહાર કાઢી.
   - યુવતીને બેભાન હાલતમાં જ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સ્થિતિ હવે નોર્મલ છે.
   - સ્થળ પર પહોંચેલા પરિવારજનોએ કોન્સ્ટેબલનો આભાર માન્યો.

   આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી બાળકીનો સુરક્ષાકર્મીએ બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl fell into deep well nobody helped by police constable saved her life at Varanasi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `