Divya Bhaskar

Home » National News » Desh » Girl committed suicide in dipression as she was not good at studies in UP

'મને ખબર છે હું બહુ ખોટું કરી રહી છું, બાય'- લખીને વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

Divyabhaskar.com | Updated - May 03, 2018, 10:19 AM

રૂમમાં સ્મૃતિનું શબ બારી પર દુપટ્ટા સાથે ફાંસી પર લટકેલું જોવા મળ્યું

 • Girl committed suicide in dipression as she was not good at studies in UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સુસાઇડ નોટમાં સ્મૃતિએ લખ્યું છે, સોરી મમ્મી-પપ્પા મને માફ કરી દેજો.

  ઝાંસી (યુપી): અહીંયા બુંદેલખંડ યુનિવર્સિટીની બાયોમેડિકલ સાયન્સની ફર્સ્ટ યરની વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મોત પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી. જેમાં તેણે મોતનું કારણ સારી રીતે ભણી ન શકી તેને જણાવ્યું છે. એક દિવસ પહેલા જ તે ઘરેથી હોસ્ટેલ પાછી ફરી હતી.

  આ છે આખો મામલો

  - કો-ઓર્ડિનેટર ઓફ બાયોમેડિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ ડૉ. લવકુશ દ્વિવેદીએ જણાવ્યું કે કાનપુરના ગામ સુજૌર, રનિયામાં રહેતા સુરજીત સચાનની દીકરી સ્મૃતિએ 2017માં બીયુના બાયોમેડિકલ સાયન્સ કોર્સમાં એડમિશન લીધું હતું.

  - 17 મેથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૂ થવાની છે. સોમવારે જ તે ઘરેથી હોસ્ટેલ પાછી ફરી હતી. રાતે જમ્યા પછી તે હોસ્ટેલના રૂમ નંબર એફ-7માં સૂઇ ગઇ.
  - સવારે તેની બહેનપણીએ તેના મોબાઇલ પર ફોન કર્યો, પરંતુ ઉઠાવ્યો નહીં. ફરીથી કોલ લગાવવા પર આખી રિંગ પૂરી થયા પછી ફોન કટ થઇ ગયો.
  - તે પછી તેણે સ્મૃતિના બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થિનીને ફોન કર્યો અને પૂછપરછ કરી. ત્યારે તેણે સ્મૃતિના રૂમનો દરવાજો ખખડાવ્યો. પરંતુ અંદરથી કોઇ જવાબ ન મળ્યો.
  - વિદ્યાર્થિનીની સૂચના પર વોર્ડન તેમજ બીયુના અન્ય અધિકારીઓ પણ સ્થળ પર જઇ પહોંચ્યા. સૂચના પર પહોંચેલી પોલીસે દરવાજો તોડ્યો તો રૂમમાં સ્મૃતિનું શબ બારી પર દુપટ્ટા સાથે ફાંસી પર લટકેલું જોવા મળ્યું.
  - સ્મૃતિના પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી. પરિવારજનોએ ઝાંસીમાં રહેતા સંબંધીઓને સ્થળ પર મોકલ્યા, ત્યારે તેના શબને ફાંસીના ગાળિયા પરથી ઉતારી શકાયું. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું.

  સુસાઇડ નોટમાં લખ્યું- સોરી મમ્મી-પપ્પા

  - સુસાઇડ નોટમાં સ્મૃતિએ લખ્યું છે, 'સોરી મમ્મી-પપ્પા મને માફ કરી દેજો. હું હંમેશાં મસ્તી કરતી રહી. ભણી નહીં. ક્યારેય તમારી વાત ન માની. હું બિલકુલ સારી નથી. ક્યારેય મારું કોઇ દોસ્ત ન બન્યું. બધા લોકો મને નજરઅંદાજ કરતા રહ્યા. મને ખબર છે હું બહુ ખોટું કરી રહી છું, પણ મારા ગયા પછી કીર્તિ, જાગૃતિ (બે બહેનો)ને સારી રીતે ભણાવજો. હું મારી મરજીથી મારો જીવ આપી રહી છું, કારણકે એક સારી પોઝિશન પરથી નીચેની પોઝિશન પર આવી ગઇ છું. જે વાત મને બહુ પરેશાન કરે છે. બાય, પ્લીઝ સોરી.'

  ડિપ્રેશનમાં ઉપાડવામાં આવ્યું આ પગલું

  - મનોચિકિત્સક ડૉ. અમન કિશોર જણાવે છે કે, ઘણીવાર જોવામાં આવ્યું છે કે સ્ટુડન્ટ્સ પોતાની વિચારધારા પ્રમાણે દેખાવ ન કરી શકવા અને ભવિષ્યને લઇને હતાશ થઇ જાય છે, જેના કારણે તણાવમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે.

  - પરિવારજનો તેમજ મિત્રો પણ તેમના તણાવમાં હોવાનું જાણી શકતા નથી. ડિપ્રેશનમાં આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પોતાની સમસ્યાઓ પરિવારજનો અને મિત્રો સાથે ખુલીને શેર કરવી જોઇએ.
  - એવું ન વિચારો કે પોતાની તકલીફ જણાવવાથી મા-બાપ, સંબંધીઓ કે મિત્રો પરેશાન થશે. જ્યારે પરિવારજનોએ પણ સતત બાળકો સાથે વાતો કરવી જોઇએ. આજકાલની વ્યસ્ત જિંદગીમાં તેની પણ ખામી જોવા મળે છે.
  - ડિપ્રેશન એક બીમારી છે, જેને સમયસર ઠીક કરવામાં ન આવે તો ગંભીર પરિણામો આવે છે.

 • Girl committed suicide in dipression as she was not good at studies in UP
  સૂચના પર વોર્ડન તેમજ બીયુના અન્ય અધિકારીઓ પણ સ્થળ પર જઇ પહોંચ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending