Home » National News » Desh » Girl committed suicide as she was not happy with her fiance in Datiya of MP

'મારો થનાર પતિ આવી માંગ કરે છે'- ભાઈને આવો ફોન કરી બહેને કરી આત્મહત્યા

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 07:00 AM

શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર બસઇ કસ્બામાં રહેતી એક યુવતીએ સોમવારની સવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી

  • Girl committed suicide as she was not happy with her fiance in Datiya of MP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રોશનીએ ભાઈને ફોન કરીને કહ્યું કે તેનો થનાર પતિ તેની પાસે લગ્નમાં બાઈક માંગી રહ્યો છે.

    દતિયા (મધ્યપ્રદેશ): શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર બસઇ કસ્બામાં રહેતી એક યુવતીએ સોમવારની સવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ફાંસી લગાવતા પહેલા તેણે પોતાના મોટા ભાઈને ફોન કરીને કહ્યું હતું કે તેનો થનાર પતિ તેની પાસે લગ્નમાં બાઈક માંગી રહ્યો છે. એટલે હું મરી રહી છું. તેના થોડાક જ સમય પછી તેણે સુસાઇડ કરી લીધું.

    આ હતો મામલો

    - બસઈમાં રહેતા ફૂલસિંહ પ્રજાપતિએ થોડાક દિવસ પહેલા જ પોતાની 18 વર્ષીય દીકરી રોશનીની સગાઇ શિવપુરીમાં નક્કી કરી હતી. સગાઈ થયા પછી રોશનીની તેના ફિયાન્સ સાથે વાતચીત થવા લાગી.

    - સોમવારે સવારે લગભગ પોણા નવ વાગે રોશનીએ પોતાના મોટા ભાઈ દીપકને ફોન લગાવીને કહ્યું કે તેનો થનાર પતિ લગ્નમાં બાઈકની માંગ કરી રહ્યો છે. ઉલ્ટી-સીધી વાતો પણ કરે છે. એટલા માટે તે ફાંસી લગાવીને મરી રહી છે.
    - આટલું કહ્યા પછી રોશનીએ ફોન બંધ કરી લીધો. મકાનની છતના કુંદા સાથે દુપટ્ટો બાંધ્યો અને ફાંસી લગાવી લીધી.

    અંદરથી બંધ હતો દરવાજો, મૃત મળી રોશની

    - રોશની સાથે થયેલી વાતચીત પછી તેના મોટા ભાઈએ તાત્કાલિક પોતાના પિતાને ફોન લગાવીને આખી વાત જણાવી. પિતા ફૂલસિંહ મંડીથી 2 કિલોમીટર દૂર પોતાના ઘરે દોડતા પહોંચ્યા તો જોયું કે રૂમ અંદરથી બંધ છે.

    - બારીમાંથી ડોકિયું કરીને જોયું તો રોશની ફાંસી પર ઝૂલી રહી હતી. દરવાજો તોડીને તેઓ અંદર પહોંચ્યા પરંતુ ત્યાં સુધી રોશનીના શ્વાસ બંધ થઇ ચૂક્યા હતા.
    - ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે.

  • Girl committed suicide as she was not happy with her fiance in Datiya of MP
    બારીમાંથી ડોકિયું કરીને જોયું તો રોશની ફાંસી પર ઝૂલી રહી હતી. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending