Divya Bhaskar

Home » National News » Desh » Grooms accident 15 days before the wedding

લગ્નના 15 દિવસ પહેલાં વરરાજાનો થયો એક્સિડન્ટ, દુલ્હનની હરકત પર બધાને થયો ગર્વ

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:10 AM

દુલ્હન વ્હીલચેરને ધક્કો મારીને વિકાસ સાથે સાત ફેરા લેતી હતી ત્યારે જાનૈયાઓની આંખમાં પાણી આવી ગયા હતા

  • Grooms accident  15 days before the wedding
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બૈતૂલ: સગાઈ પછી ફિયાન્સનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તેને એટલી ઈજા થઈ હતી કે તે વ્હીલચેર પર આવી ગયો હતો. ઘરના લોકો વિચારમાં પડી ગયા હતા કે હવે લગ્ન કેવી રીતે થશે. આ સંજોગોમાં દુલ્હને મહત્વનો નિર્ણય લઈને વ્હીલચેર પર બેઠેલા વરરાજા સાથે સાત ફેરા લેવાનો નિર્ણય કર્યો હતો. રવિવારે વ્હીલ ચેર પર બેઠેલા સાથે સાત ફેરા લઈને દુલ્હને આખી જિંદગી સાથ નીભાવવાનો વાયદો કર્યો હતો.

    ડાબા હાથ અને પગનું થયું મેજર ઓપરેશન


    - ગર્ગ કોલોનીમાં રહેતા વિકાસના લગ્ન મીનાક્ષી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. બંનેની સગાઈ થઈ ગઈ હતી.
    - 15 દિવસ પહેલાં હોશંગાબાદમાં એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા વિકાસનો એક્સિડન્ટ થઈ ગયો હતો.
    - એક્સિડન્ટ પછી તેના ડાબા હાથ અને પગનું એક મોટું ઓપરેશન કરવું પડ્યું હતું. આ સંજોગોમાં બંનેની સગાઈ ટૂટી જાય તેવી શક્યતાઓ હતી. પરંતુ મીનાક્ષીએ મહત્વનો નિર્ણય લઈને વિકાસ સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

    દુલ્હને વ્હીલચેરને ધક્કો મારીને લીધા સાત ફેરા


    - વિવાહ સમારોહ દરમિયાન વ્હીલ ચેર પર બેઠેલા વિકાસની વ્હીલ ચેરને ધક્કો મારતા મારતા તેણે લગ્નના સાત ફેરા લીધા હતા.
    - આ લગ્નમાં આવેલા દરેક લોકોને દુલ્હન પર ગર્વ થતો હતો કે આ સંજોગોમાં તેણે વિકાસનો સાથ છોડી દેવાની જગ્યાએ તેની સાથે સંબંધ બાંધી લીધો હતો.
    - જ્યારે દુલ્હન વ્હીલચેરને ધક્કો મારીને વિકાસ સાથે સાત ફેરા લેતી હતી ત્યારે જાનૈયાઓની આંખમાં પાણી આવી ગયા હતા.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • Grooms accident  15 days before the wedding
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Grooms accident  15 days before the wedding
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Grooms accident  15 days before the wedding
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending