ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl asked for toilet in home as her wedding gift from father in Zabua MP

  લગ્નના છ દિવસ પહેલા દીકરીએ માંગી આવી ભેટ, પિતાએ લીધો એક સારો સંકલ્પ

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 03:53 PM IST

  છ દિવસ પછી પારકે ઘેર જનારી દીકરીએ જ્યારે પિતા પાસે ઘરમાં શૌચાલય બનાવવાની માંગણી કરી તો તેઓ તેની ઇચ્છાને નકારી શક્યા નહીં
  • ઘરમાં શૌચાલય બનાવવાની શરૂઆત દીકરી શાંતાના હાથે કરાવી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરમાં શૌચાલય બનાવવાની શરૂઆત દીકરી શાંતાના હાથે કરાવી.

   ઝાબુઆ (મધ્યપ્રદેશ): છ દિવસ પછી પારકે ઘેર જનારી દીકરીએ જ્યારે પિતા પાસે ઘરમાં શૌચાલય બનાવવાની માંગણી કરી તો તેઓ તેની ઇચ્છાને નકારી શક્યા નહીં. તેમણે દીકરીની માંગણી માટે હામી તો ભરી જ પરંતુ, તે સાથે જ એવો સંકલ્પ પણ કર્યો કે દીકરીના લગ્નમાં આવનાર તમામ મહેમાનોને પણ પોતપોતાના ઘરોમાં શૌચાલય બનાવવા માટે પ્રેરિત કરશે. પિતાએ ઘરમાં શૌચાલય બનાવડાવવાનું શરૂ કરાવી દીધું છે અને દીકરીએ પહેલો પાવડો મારીને તેની શરૂઆત કરી.

   સ્વચ્છ ભારત અભિયાનની દેખરેખ સમિતિના સભ્યોએ શૌચાલય બનાવડાવવા કહ્યું

   - આ પ્રેરણાદાયક મામલો ગ્રામ પંચાયત બોડાયતાનો છે. સ્વચ્છ ભારત અભિયાનની દેખરેખ સમિતિના સદસ્યો સાથે ફીડબેક ફાઉન્ડેશનના રાજેશ શુક્રવારે સવારે ગામના જગદીશ કટારાના ઘરે પહોંચ્યા, તો ત્યાં તેમની દીકરી શાંતાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

   - 5મા ધોરણ સુધી ભણેલી શાંતાના લગ્ન 12 એપ્રિલના રોજ પાસેના ગામ કસાબર્ડીમાં રાકેશ શોભારામ ડોડિયા સાથે થવાના છે.

   - તેમણે શાંતાને પહેલો સવાલ કર્યો કે તારા ઘરમાં શૌચાલય છે? 'ના'માં જવાબ મળ્યો એટલે તેમણે તેની સાસરી વિશે પૂછ્યું.

   - જ્યારે શાંતાએ જણાવ્યું કે સાસરે તમામ લોકો શિક્ષિત છે, તો શૌચાલય ન હોવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. તેના પર તેમણે શાંતાને પોતાના ઘરમાં પણ શૌચાલય બનાવડાવવા માટે કહ્યું.

   - થનાર પતિ રાકેશ ખેતી અને મિસ્ત્રીનું કામ કરે છે અને તે 10મા ધોરણ સુધી ભણ્યો છે.

   સાસરીમાં કેવી રીતે જણાવીશ

   - આ સમજાવટનો શાંતા પર એવો અસર થયો કે તેણે પિતાની સામે ઘરમાં શૌચાલય બનાવવાની માંગ રાખી દીધી. તેણે પિતાએ કહ્યું કે, 'સાસરે જઇને કેવી રીતે જણાવીશ કે મારા ઘરમાં શૌચાલય સુદ્ધાં નથી.'

   - ટુંક સમયમાં પારકે ઘરે જનારી દીકરીની વાત પિતા કેવી રીતે ટાળે! તેમણે તરત જ હા પાડી દીધી.
   - શુક્રવારે સવારે ઘરમાં શૌચાલયનું નિર્ણાણ શરૂ થઇ ગયું, જેની શરૂઆત શાંતાના હાથે કરાવવામાં આવી. શાંતાએ ગામલોકોને પણ અપીલ કરી કે તેઓ પણ પોતાના ઘરમાં શૌચાલયનું નિર્માણ કરાવે અને તેનો ઉપયોગ કરે.

  • પિતાએ સંકલ્પ કર્યો કે લગ્નમાં આવનાર મહેમાનોને પણ ઘરમાં શૌચાલય બનાવડાવવાની અપીલ કરશે. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાએ સંકલ્પ કર્યો કે લગ્નમાં આવનાર મહેમાનોને પણ ઘરમાં શૌચાલય બનાવડાવવાની અપીલ કરશે. (પ્રતીકાત્મક તસવીર)

   ઝાબુઆ (મધ્યપ્રદેશ): છ દિવસ પછી પારકે ઘેર જનારી દીકરીએ જ્યારે પિતા પાસે ઘરમાં શૌચાલય બનાવવાની માંગણી કરી તો તેઓ તેની ઇચ્છાને નકારી શક્યા નહીં. તેમણે દીકરીની માંગણી માટે હામી તો ભરી જ પરંતુ, તે સાથે જ એવો સંકલ્પ પણ કર્યો કે દીકરીના લગ્નમાં આવનાર તમામ મહેમાનોને પણ પોતપોતાના ઘરોમાં શૌચાલય બનાવવા માટે પ્રેરિત કરશે. પિતાએ ઘરમાં શૌચાલય બનાવડાવવાનું શરૂ કરાવી દીધું છે અને દીકરીએ પહેલો પાવડો મારીને તેની શરૂઆત કરી.

   સ્વચ્છ ભારત અભિયાનની દેખરેખ સમિતિના સભ્યોએ શૌચાલય બનાવડાવવા કહ્યું

   - આ પ્રેરણાદાયક મામલો ગ્રામ પંચાયત બોડાયતાનો છે. સ્વચ્છ ભારત અભિયાનની દેખરેખ સમિતિના સદસ્યો સાથે ફીડબેક ફાઉન્ડેશનના રાજેશ શુક્રવારે સવારે ગામના જગદીશ કટારાના ઘરે પહોંચ્યા, તો ત્યાં તેમની દીકરી શાંતાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

   - 5મા ધોરણ સુધી ભણેલી શાંતાના લગ્ન 12 એપ્રિલના રોજ પાસેના ગામ કસાબર્ડીમાં રાકેશ શોભારામ ડોડિયા સાથે થવાના છે.

   - તેમણે શાંતાને પહેલો સવાલ કર્યો કે તારા ઘરમાં શૌચાલય છે? 'ના'માં જવાબ મળ્યો એટલે તેમણે તેની સાસરી વિશે પૂછ્યું.

   - જ્યારે શાંતાએ જણાવ્યું કે સાસરે તમામ લોકો શિક્ષિત છે, તો શૌચાલય ન હોવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. તેના પર તેમણે શાંતાને પોતાના ઘરમાં પણ શૌચાલય બનાવડાવવા માટે કહ્યું.

   - થનાર પતિ રાકેશ ખેતી અને મિસ્ત્રીનું કામ કરે છે અને તે 10મા ધોરણ સુધી ભણ્યો છે.

   સાસરીમાં કેવી રીતે જણાવીશ

   - આ સમજાવટનો શાંતા પર એવો અસર થયો કે તેણે પિતાની સામે ઘરમાં શૌચાલય બનાવવાની માંગ રાખી દીધી. તેણે પિતાએ કહ્યું કે, 'સાસરે જઇને કેવી રીતે જણાવીશ કે મારા ઘરમાં શૌચાલય સુદ્ધાં નથી.'

   - ટુંક સમયમાં પારકે ઘરે જનારી દીકરીની વાત પિતા કેવી રીતે ટાળે! તેમણે તરત જ હા પાડી દીધી.
   - શુક્રવારે સવારે ઘરમાં શૌચાલયનું નિર્ણાણ શરૂ થઇ ગયું, જેની શરૂઆત શાંતાના હાથે કરાવવામાં આવી. શાંતાએ ગામલોકોને પણ અપીલ કરી કે તેઓ પણ પોતાના ઘરમાં શૌચાલયનું નિર્માણ કરાવે અને તેનો ઉપયોગ કરે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl asked for toilet in home as her wedding gift from father in Zabua MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top