1

Divya Bhaskar

Home » National News » Desh » Girl and boy were drunk and being physical in Car in Gurgaon arrested by police

દારૂના નશામાં યુવક-યુવતી કારમાં કરતા હતા સેક્સ, પાડોશીની ફરિયાદથી થઇ ધરપકડ

Divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 10:26 AM IST

પાડોશીએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેના ઘરની બહાર કાર પાર્ક કરીને યુવક અને યુવતી સેક્સ કરી રહ્યા હતા

  • Girl and boy were drunk and being physical in Car in Gurgaon arrested by police
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કારમાં સેક્સ કરી રહેલા 20 વર્ષના એક યુવક અને 25 વર્ષની યુવતીની ધરપકડ કરી. (પ્રતીકાત્મક તસવીર)

    ગુરુગ્રામ: પોલીસે 20 વર્ષના એક યુવક અને 25 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. આ લોકો દારૂના નશામાં કારમાં સેક્સ કરી રહ્યા હતા. પાડોશીએ કરેલી ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. પાડોશીએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેના ઘરની બહાર કાર પાર્ક કરીને યુવક અને યુવતી સેક્સ કરી રહ્યા હતા અને જ્યારે આ લોકોને ટોકવામાં આવ્યા તો બંનેએ ગાળાગાળી શરૂ કરી દીધી.

    યુવકે પાડોશી મહિલા સાથે પણ કરી બદતમીઝી

    પાડોશી મહિલાએ એમ પણ જણાવ્યું કે યુવકને ટોકવાથી તે તો એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેણે મહિલાનો દુપટ્ટો પકડ્યો અને તેને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. ત્યારબાદ તેણે અન્ય પાડોશીઓને ભેગા કરી નાખ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ મામલે ગુડગાંવ પોલીસે જનસંપર્ક અધિકારી રવીન્દ્ર કુમારને જણાવ્યું કે આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધી લેવામાં આવ્યો છે.

    યુવકને મોકલ્યો જ્યુડિશિયલ કસ્ડીમાં, યુવતીને જામીન

    બંને આરોપીઓ વિરુદ્ધ સેક્શન 354એ, 354બી અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રવીન્દ્ર કુમારે એમપણ જણાવ્યું કે આ કપલે દારૂ પણ પીધો હતો અને તેમની કારમાંથી દારૂની બોટલ્સ પણ મળી આવી છે. યુવકની ઓળખ હર્ષ તરીકે થઇ છે જે 20 વર્ષનો છે અને નજફગઢમાં રહે છે. યુવકને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. યુવતીને જામીન પર છોડી દેવામાં આવી છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Girl and boy were drunk and being physical in Car in Gurgaon arrested by police
    આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધી લેવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

More From National News

Trending