વિદ્યાર્થીનીએ મહિલા ટીચર સાથે મળીને કરી માની હત્યા, પિતાએ દીકરી પર લગાવ્યો આરોપ

ફરિયાદ કરનાર પિતા સતીશે પોલીસને ફરિયાદમાં લખાવ્યું છે કે, સ્કૂલ ટીતરે મારી દીકરીને તેના વશમાં કરી લીધી હતી

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 05:53 PM
18 years old girl allegedly killed her mother with her teacher in ghaziabad

ગાઝિયાબાદના કવિનગરમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીનીએ તેની ટીચર સાથે મળીને માની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ ફરિયાદ તે જ વિદ્યાર્થીનીના પિતાએ લખાવી છે. ઘટના પછીથી આરોપી વિદ્યાર્થીની અને તેની ટીચર ભાગી ગયા છે.

નવી દિલ્હી: ગાઝિયાબાદના કવિનગરમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીનીએ તેની ટીચર સાથે મળીને માની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ ફરિયાદ તે જ વિદ્યાર્થીનીના પિતાએ લખાવી છે. ઘટના પછીથી આરોપી વિદ્યાર્થીની અને તેની ટીચર ભાગી ગયા છે. મળેલી માહિતી પ્રમાણે ફરિયાદ કરનાર સતીશે પોલીસ સામે આરોપ મૂક્યો છે કે, તેમની દીકરી રશ્મિને સ્કૂલ ટીચર નિશા ગૌતમે તેના વશમાં કરી લીધી હતી. રશ્મિને તેની ટીચર સાથે એટલી લાગણી થઈ ગઈ હતી કે તે તેની સાથે રહેવા લાગી હતી.

દીકરીને થયો હતો મા સાથે ઝઘડો


- આરોપી વિદ્યાર્થીનીના પિતા સતીશે જણાવ્યું કે, 9 માર્ચે બંને ઘરે જ હતા ત્યારે રશ્મિનો તેની માતા પુષ્પા સાથે કોઈ નાની વાતે ઝઘડો થયો હતો. ત્યારપછી રશ્મિએ કોઈ વજનદાર હથિયારથી પુષ્પાના માથા પર હુમલો કરી દીધો હતો, તેના કારણે તે ઘાયલ થઈ ગઈ હતી. સતીશે જણાવ્યું કે, ઘટના સમયે તે તેની નાની દીકરી સાથે બહાર ગયો હતો. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે નાની દીકરીએ રશ્મિ અને નિશા ગૌતમને બહાર જતા જોયા અને જ્યારે ઘરની અંદર જીને જોયું તો મા લોહીથી લથબથ પડી હતી.

નાની દીકરીએ પિતાને આપી માહિતી


- નાની દીકરીએ માની સ્થિતિ જોઈને તેના પિતાને ફોન કરીને બધી વાત કહી હતી. સતીશે ઘરે પહોંચીને પુષ્પાને હોસ્પિટલ દાકલ કરાવી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે હાલ આ કેસમાં ગેર ઈરાદાથી હત્યાની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. રશ્મિ અને નિશા ગૌતમ વચ્ચે કેવા સંબંધો હતા તે વિશે પણ પોલીસ તપાસ કરી રહી. હાલ પોલીસ તે બંને ભાગી ગયેલા આરોપીને પણ શોધી રહી છે.

18 years old girl allegedly killed her mother with her teacher in ghaziabad
X
18 years old girl allegedly killed her mother with her teacher in ghaziabad
18 years old girl allegedly killed her mother with her teacher in ghaziabad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App