ગટર ગેસથી ચા બનાવીને ફેમસ થયો ચા વાળો, હવે એક ચુસ્કી માટે લાગે છે લોકોની ભીડ

ગટરના ગેસમાંથી ચા બનાવનાર રામૂ ખૂબ ફેસમ થઈ ગયો છે

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 12:46 PM
ગેસ ગટર ચાથી હવે રામુ પણ ફેમસ થઈ ગયો છે
ગેસ ગટર ચાથી હવે રામુ પણ ફેમસ થઈ ગયો છે

ગાઝિયાબાદ: સાહિબાબાદમાં હાલ ગેટરના ગેસથી ચા બનાવનાર રામુ ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે. હકીકતમાં ચાના રાજકારણે તેમની ચામાં વધારે ગરમાવો લાવી દીધો છે. હાલ એવી સ્થિતિ છે કે, તેમના ત્યાં ચાની ચુસકી લેવા માટે આવનાર લોકોની ભીડ સતત વધતી જાય છે. નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બાયોફ્યૂલ ડેના દિવસે તેમના ભાષણમાં ગેસમાંથી થતાં મિથેન ગેસથી ચા બનાવનાર રાયપુરના એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપછીથી તેમનું ભાષણ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું હતું. છેલ્લા બે સપ્તાહથી રામુ સતત આ ગેસમાંથી ચા બનાવી રહ્યો છે.

- રામુએ જણાવ્યું કે, 15-20 દિવસ પહેલાં ઈન્દ્રપ્રસ્થના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીની મદદથી તેણે અહીં ગટરના ગેસથી ચા બનાવવાની શરૂઆત કરી હતી. સાહિબાબાદની સામેથી સુર્ય નગરની ગટર પસાર થઈ રહી છે. ત્યાં વિદ્યાર્થીએ એક મશીન લગાવ્યું છે.


- રામુના જણાવ્યા પ્રમાણે, તેનાથી તેનો એલપીજીનો રૂ. 1200નો મહિનાનો ખર્ચ બચી જાય છે. તે સાથે જ તે રૂ. 5,000 જેટલું કમાઈ લે છે. ગયા મહિને પણ તેને રૂ. 5,000ની આવક થઈ હતી પરંતુ તેમાંથી તેને એલપીજીનો અલગથી ખર્ચ કાઢવો પડ્યો હતો.
- રામુએ કહ્યું કે, લોકો પહેલા ગટરના ગેસમાંથી બનેલી ચા પીવાનું પસંદ નહતા કરતા પરંતુ પીએમના ભાષણ પછી અહીં ચા પીવા આવનાર લોકોની સંખ્યા વધી ગઈ છે.

વિદ્યાર્થી આ રીતે બનાવી રહ્યાં છે ગટરમાંથી ગેસ


- ઈંન્દ્રપ્રસ્થ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અભિષેક વર્માએ જણાવ્યું કે, શાહદરાથી આવતી ગટરમાં ઈન્ડસ્ટ્રિયલ એરિયામાંથી નીકળતું પાણી મીક્સ થઈને આવે છે. તેમણે કહ્યું કે, ગેસ ક્રોમોટોગ્રાફીથી ખબર પડી છે કે, આ ગટરમાંથી 60થી 75 ટકા મિથેન ગેસ બહાર નીકળે છે.
- આ ટેક્નોલોજીમાં 200 લીટરના ડ્રમને ગટરમાં ઉંધા કરીને મુકવામાં આવે છે. તેમાં ગટરમાંથી પસાર થતો મિથેન ગેસ જમા થાય છે. ત્યારપછી ડ્રમમાં ભેગા થયેલા ગેસને પાઈપ દ્વારા જ્યાં જરૂર હોય તે જગ્યા સુધી લઈ જવામાં આવે છે.
- ડ્રમ પોતાની જગ્યાથી ખસે નહીં તેથી તેની આજુ બાજુ લોખંડના પીંજરા જેવું બનાવવામાં આવે છે.
- વિદ્યાર્થીઓએ 2014માં આ પ્રમાણેનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને કૂકિંગમાં આ ગેસમાંથી ચા પણ બનાવી હતી. જોકે થોડા દિવસ પછી જીડીએમ ટીમે આ પ્રોજેક્ટને નકામો ગણાવીને ત્યાંથી હટાવી દીધો હતો.

પહેલાં કહ્યો નકામો પ્રોજેક્ટ, હવે કરી રહ્યા છે વખાણ


- આ ઘટના ન્યૂઝમાં આવ્યા પછી હવે વિદ્યાર્થીઓને આ પ્રકારના ઘણાં પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. કોલેજ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટને મોટા લેવલ પર તૈયાર કરવા માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગો તરફથી મદદ મળી રહી છે. તે સિવાય વર્કશોપ પ્લાન કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ પ્રોજેક્ટ મુખ્ય ગટર લાઈનમાંથી તૈયાર કરી રહ્યા છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

આ રીતે મિથેન ગેસ બનાવી તેનો કૂકિંગમાં કરે છે ઉપયોગ
આ રીતે મિથેન ગેસ બનાવી તેનો કૂકિંગમાં કરે છે ઉપયોગ
આરીતે રામુ મહિને રૂ. 1200 બચાવે છે
આરીતે રામુ મહિને રૂ. 1200 બચાવે છે
X
ગેસ ગટર ચાથી હવે રામુ પણ ફેમસ થઈ ગયો છેગેસ ગટર ચાથી હવે રામુ પણ ફેમસ થઈ ગયો છે
આ રીતે મિથેન ગેસ બનાવી તેનો કૂકિંગમાં કરે છે ઉપયોગઆ રીતે મિથેન ગેસ બનાવી તેનો કૂકિંગમાં કરે છે ઉપયોગ
આરીતે રામુ મહિને રૂ. 1200 બચાવે છેઆરીતે રામુ મહિને રૂ. 1200 બચાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App