Home » National News » Latest News » National » જર્મન એક્ટ્રેસ સુઝૈન ફિલ્મમાં કરશે સોનિયા ગાંધીનો રોલ| German Actress Suzanne Bernert Will Play Sonia Gandhi

જર્મન એક્ટ્રેસ ફિલ્મ 'ધી એક્સિડેન્ટલ PM'માં કરશે સોનિયા ગાંધીનો રોલ

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:55 PM

ફિલ્મમાં અક્ષય ખન્ના સોનિયા ગાંધીના પૂર્વ સલાહકાર સંજય બારુનો રોલ કરશે

  • જર્મન એક્ટ્રેસ સુઝૈન ફિલ્મમાં કરશે સોનિયા ગાંધીનો રોલ| German Actress Suzanne Bernert Will Play Sonia Gandhi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જર્નમ એક્ટ્રેસ સુઝૈન બર્નર્ટ કરશે સોનિયા ગાંધીનો રોલ

    મુંબઈ: જર્મન એક્ટ્રેસ સુઝૈન બર્નર્ટ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ઉપર બની રહેલી ફિલ્મ 'ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં સોનિયા ગાંધીનો રોલ કરશે. આ ફિલ્મ સંજય બારુ દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર આધારિત છે. સુઝૈન આ પહેલાં એક ટીવી સીરિઝમાં પણ સોનીયા ગાંધીનો રોલ કરી ચૂકી છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સંજય બારુના રોલમાં જોવા મળશે. જે વડાપ્રધાનના પૂર્વ મીડિયા સલાહકાર હતા.

    મનમોહન સિંહનો રોલ કરશે અનુપમ ખેર


    - આ પહેલાં અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ ફિલ્મમાં ડૉ. મનમોહન સિંહનો રોલ કરી રહ્યા છે.
    - તેમણે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો. જેમાં તેઓ પાઘડી સાથે જોવા મળી રહ્યા છે.
    - ફિલ્મનું ડિરેક્શન વિજય ગુપ્તે કરી રહ્યા છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

    ઘણી ભારતીય ભાષા બોલે છે સુઝૈન


    - 35 વર્ષની સુઝૈને એક્ટર અખિલ મિશ્રા સાથે લગ્ન કર્યા છે.
    - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 35 વર્ષની બર્નર્ટ બંગાળી, મરાઠી અને હિન્દી ભાષા બોલી શકે છે અને લાવણી નૃત્યુમાં તે એક્સપર્ટ છે.
    - સુઝૈન બર્નર્ટ ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. 2007માં 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ'માં જોવા મલી હતી. તે સિવાય તે કલર્સ ટીવી પર ચક્રવર્તી અશોક સમ્રાટમાં બિન્દુસારની પત્નીનો રોલ પણ કરી ચૂકી છે.

    ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ


    - ફિલ્મમાં એપીજે અબ્દુલ કલામ, લાલુ પ્રસાદ યાદવ, સુષ્મા સ્વરાજ, સીતારામ યેચુરી, એ રાજા, અર્જુન સિંહ, ઉમા ભારતી, માયાવતી, કપિલ સિબ્બલ અને જ્યોતિ બસુના કેરેક્ટર પણ સામેલ છે. આ કેરેક્ટરની ભૂમિકા નિભાવનાર ઘણા લોકોના નામ પહેલેથી જ ફાઈનલ છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અનુપમ ખેરે કેવો ફોટો કર્યો હતો ટ્વિટ

  • જર્મન એક્ટ્રેસ સુઝૈન ફિલ્મમાં કરશે સોનિયા ગાંધીનો રોલ| German Actress Suzanne Bernert Will Play Sonia Gandhi
    ફિલ્મમાં અનુપમ ખેર કરી રહ્યા છે ડૉ. મનમોહન સિંહનો રોલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ