ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પાક.થી આવેલી ગીતાએ 26માંથી 15 છોકરાને કર્યા પસંદ| Geeta Shortout 15 boys out of 26 for marriage

  પાક.થી આવેલી ગીતાએ 26માંથી 15 છોકરાને કર્યા પસંદ, લગ્ન માટે મુકી આ શરત

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:59 AM IST

  ગીતા માટે આવેલા સંબંધોમાં સોફ્ટવેર એન્જિનિયર, વેઈટર, વેપારી, લેખકથી લઈને કંદોઈ પણ સામેલ
  • પાક.થી આવેલી ગીતાએ 26માંથી 15 છોકરાને કર્યા પસંદ, લગ્ન માટે મુકી આ શરત
   પાક.થી આવેલી ગીતાએ 26માંથી 15 છોકરાને કર્યા પસંદ, લગ્ન માટે મુકી આ શરત

   નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાનથી આવેલી મૂક બધિર છોકરી ગીતાના લગ્નની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગીતા માટે એક જીવનસાથીની શોધ કરવામાં આવી રહી છે. ગીતા માટે સમગ્ર દેશમાંથી 26 સંબંધોની વાત આવી છે. તેમાંથી ગીતાએ 15 છોકરાઓની પસંદગી કરી છે. હવે ગીતાએ આ પ્રસ્તાવ વિદેશ મંત્રાલયને મોકલી આપ્યા છે. ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, ગીતાએ લગ્ન માટે એક અનોખી શરત રાખી છે. ગીતાએ લગ્ન માટે શરત રાખી છે કે તેના થનાર પતિએ ગીતાના માતા-પિતા શોધવામાં તેની મદદ કરવી પડશે.

   દરેક છોકરાની ગીતા સાથે મુલાકાત કરાવવામાં આવશે


   - ગીતાએ શોર્ટ લિસ્ટ કરેલા 15 છોકરાઓની સાથે ગીતાની મુલાકાત કરાવવામાં આવશે. બુધવારે ગીતાને આ 26 લગ્નના પ્રસ્તાવ બતાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મૂક-બધિર સંગઠનના મોનિકા પંજાબી અને સાંકેતિક ભાષાના નિષ્ણાત જ્ઞાનેન્દ્ર અને મોનિકા પુરોહિત પણ હાજર હતા. ગીતાને આ લગ્નના પ્રસ્તાન સુદામા નગરમાં આવેલા સૂરજ વિદ્યા નિકેતનમાં બતાવવામાં આવ્યા હતા. પહેલાં ગીતા થોડી નર્વસ લાગતી હતી પરંતુ થોડી વાર પછી તે સામાન્ય થઈ ગઈ હતી. ગીતાએ પ્રસ્તાવ સાથે આવેલી તસવીરો જોઈને છોકરા પસંદ કર્યા હતા અને સાંકેતિક ભાષા નિષ્ણાત ગીતાને બાયોડેટામાં લખેલી વાતોની માહિતી આપતા હતા. નોંધનીય છે કે, આ પ્રસ્તાવમાં સોફ્ટવેર એન્જિનિયર, વેઈટર, ફોટોકોપીની દુકાનના માલિક, વેપારી, લેખક અને કંદોઈ પણ સામેલ છે.

   સામાન્ય છોકરો પસંદ આવશે તો તેને સાઈન લેંગ્વેજ શીખવી પડશે


   ગીતા માટે આવેલા પ્રસ્તાવમાં અમુક છોકરાઓ સામાન્ય છે જ્યારે અમુક છોકરાઓ મૂક-બધિર પણ છે. જોકે ગીતાએ પહેલાં લગ્ન માટે થોડી આનાકાની કરી હતી. તેનું કહેવું હતું કે, મારા માતા-પિતા મળશે તો મારાથી નારાજ થશે કે મે તેમની મંજૂરી વગર જ લગ્ન કરી લીધા. ત્યારે ગીતાને સમજાવામાં આવી હતી કે, આપણે અઢી વર્ષથી માતા-પિતાને શોધી રહ્યા છીએ. તેથી લગ્ન પછી પણ તેઓ મળશે તો તે ગીતાથી નારાજ નહીં થાય. તેમ છતા ગીતા એ શરત મુકી છે કે, તેની સાથે લગ્ન કરનાર છોકરાએ તેના માતા-પિતાને શોધવામાં મદદ કરવી પડશે. અને બીજી શરત ગીતાએ એવી મુકી છે કે જો તે સામાન્ય છોકરો પસંદ કરશે તો તેણે સાઈન લેંગ્વેજ પણ શીખવી પડશે.

   એક વર્ષ પહેલાં ખબર પડી કે લગ્ન કરવા માગે છે ગીતા


   - મૂક-બધીર સંગઠન સંસ્થા તરફથી અંદાજે એક વર્ષ પહેલાં વિદેશ મંત્રાલયને ચિઠ્ઠી લખવામાં આવી છે કે, ગીતા લગ્ન કરવા માગે છે. તેને ભણવામાં મન નથી લાગતું.

   2015માં પાકિસ્તાનથી ભારત આવી હતી ગીતા


   2015માં ગીતાને વિદેશમંત્રાલયની મદદથી પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી હતી. આ બે વર્ષમાં જિલ્લા પ્રશાસને ગીતાના માતા-પિતા હોવાનો જેમણે દાવો કર્યો હતો તેમના ડીએનએ ટેસ્ટ કર્યા હતા. જોકે અત્યાર સુધી કોઈના પણ ડીએનએ ગીતા સાથે મેચ થયા નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાક.થી આવેલી ગીતાએ 26માંથી 15 છોકરાને કર્યા પસંદ| Geeta Shortout 15 boys out of 26 for marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `