ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગૌતમ ગંભીરે સરકાર અને વિપક્ષ સામે સવાલો ઊભા કર્યા| Gautam Gambhir give statement on Indian army government opposition

  ભારતીય જવાનો મામલે ગૌતમે આપ્યું 'ગંભીર' નિવેદન, સરકાર- વિપક્ષપર કર્યા પ્રહાર

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 12:51 PM IST

  ગૌતમે કહ્યું છે કે, સીઝ ફાયરમાં દેશના જવાનોના જીવ જાય છે તે ખૂબ ખરાબ વાત છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૌતમે કહ્યું છે કે, સીઝ ફાયરમાં દેશના જવાનોના જીવ જાય છે તે ખૂબ ખરાબ વાત છે

   નેશનલ ડેસ્ક: ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય જવાનોના વખાણ કર્યા છે પરંતુ બીજી બાજુ તેણે સરકાર અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે. ગૌતમ ગંભીરે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે, ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે કંડીશનલ બોયકોટ કોઈ ઉકેલ નથી. ગૌતમ ગંભીર વર્તમાન સ્થિતિ અને આર્મીમાં થતા રાજકારણ વિશે દુખ વ્યક્ત કર્યું છે. આ મુદ્દે ગૌતમે સરકાર અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે.

   દરેક સેક્ટરમાં પાકિસ્તાન પર પ્રતિબંધ મુકવો જોઈએ

   આઈપીએલમાં સતત હારથી પરેશાન થઈને દિલ્હીની ટીમને કેપ્ટનશીપ છોડનાર ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાન દ્વારા સીમાપર કરવામાં આવતા સીઝ ફાયર અને પાકિસ્તાન સાથેના ક્રિકેટના સંબંધો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશે એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, પાકિસ્તાનને સબક શીખવવો હોય તો માત્ર ક્રિકેટ પર જ પ્રતિબંધ લગાવવાથી કોઈ ફેર નહીં પડે. તેમણે કહ્યું છે કે, તેનો ઉકેલ કંડીશનલ બોયકોટ ન હોઈ શકે. ભારત-પાકિસ્તાનના સંબંધ સુધારવા હશે તો આ પગલું યોગ્ય નથી.

   ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ગૌતમ ગંભીરે કહ્યું છે કે, જો ખરેખર બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા હશે તો દરેક સેક્ટર્સમાં પ્રતિબંદ લગાવવા પડશે. તેમાં મ્યૂઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ સામેલ કરવા જોઈએ. પાકિસ્તાનને આપણે ત્યાં સુધી એક પણ મોકો ન દેવો જોઈએ જ્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબધો ખરેખર ન સુધરે.

   સીઝ ફાયરમાં દેશના જવાન શહીદ થાય તે દુખદ વાત છે

   ગૌતમે ન્યૂઝ એજન્સી સાથેની વાતમાં કહ્યું છે કે, સીઝ ફાયરમાં દેશના જવાનોના જીવ જાય છે તે ખૂબ ખરાબ વાત છે. તે માટે સરકારે કોઈ ખાસ પગલાં લેવા જોઈએ. કોઈ પણ યુદ્ધ વગર દેશના જવાનોના જીવ જઈ રહ્યા છે તે જાણીને ખૂબ દુખ થાય છે. મારુ માનવું છે કે દેશની જનતા પણ આ વાતથી ખૂબ દુખી છે. આપણે આ વિશે પાકિસ્તાન સાથે ઘણી વખત શાંતિથી વાત કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ધીરજની પણ કોઈ સીમા હોય છે. તેથી હવે સરકારે આ વિશે કડક વલણ અપનાવીને પાકિસ્તાન સામે પગલાં લેવા જોઈએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • ગૌતમ ગંભીરે સરકાર ઉપર કર્યા પ્રહાર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૌતમ ગંભીરે સરકાર ઉપર કર્યા પ્રહાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગૌતમ ગંભીરે સરકાર અને વિપક્ષ સામે સવાલો ઊભા કર્યા| Gautam Gambhir give statement on Indian army government opposition
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top