Home » National News » Latest News » National » Gauri Lankesh Murder Case: One suspect remanded by SIT

ગૌરી લંકેશ મર્ડરઃ SITએ એક શખ્સને અરેસ્ટ કર્યો, સ્કેચથી મળે છે સંદિગ્ધનો ચહેરો

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 10:09 AM

5 સપ્ટેમ્બરના રોજ પત્રકાર ગૌરી લંકેશ (55)ની હત્યા કરી દેવામાં આવી હતી, કેસની તપાસ સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે.

  • Gauri Lankesh Murder Case: One suspect remanded by SIT
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગૌરી લંકેશ મર્ડર કેસમાં એઆઈટીએ એક સંદિગ્ધ આરોપીને અરેસ્ટ કરી લીધો છે. (ફાઇલ)

    બેંગલુરુઃ ગૌરી લંકેશ મર્ડર કેસમાં કર્ણાટક પોલીસને મોટી સફળતા મળી છે. સ્પેશલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ શુક્રવારે બેંગલુરુમાં એક સંદિગ્ધ આરોપીને અરેસ્ટ કરી લીધો. શખ્સનું નામ કેટી નવીન કુમાર (37) હોવાનું બહાર આવ્યું છે. તેની પર ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો આરોપ છે. એસઆઈટીના તપાસ અધિકારી એન ડેપ્યુટી કમિશ્નર એમએન અનુશેટ મુજબ, નવીન કુમારને લોકલ પોલીસે 19 ફેબ્રુઆરીના રોજ એક રિવોલ્વર અને 15 બુલેટ રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ મોકલવામાં આવ્યો હતો. જોકે, શુક્રવારે તેના રિમાન્ડ પૂરા થવાના હતા, જેના કારણે એસઆઈટીએ મર્ડથી જોડાયેલા પુરાવાના આધારે નવીનને કસ્ટડીમાં લઈ લીધો.

    સ્કેચથી મળે છે સંદિગ્ધનો ચહેરો


    - પોલીસ મુજબ, ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં નવીન કુમાર પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે તેને પૂછપરછ માટે કસ્ટડીમાં મોકલી દીધો હતો. જ્યાં તેણે પોલીસને ગૌરી લંકેશ મર્ડર કેસ સાથે જોડાયેલી કડીઓની મહત્વપૂર્ણ જાણકારી આપી. તેના આધારે પોલીસ આગળની પૂછપરછ માટે તેને કસ્ટડીમાં રાખવા માગતી હતી.
    - શુક્રવારે કોર્ટે નવીનની કસ્ટડી 8 દિવસ માટે વધારી દીધી હતી. પોલીસના સૂત્રો મુજબ, આરોપીનો ચહેરો કેસ સાથે જોડાયેલા એક સંદિગ્ધના સ્કેચ સાથે મળે છે.

    કેવી રીતે થઈ હતી ગૌરી લંકેશની હત્યા?


    - ગૌરી લંકેશ, કન્નડ કવિ અને પત્રકાર પી લંકેશની સૌથી મોટી પુત્રી હતા. તેઓ વીકલી મેવઝિન લંકેશ પત્રિકાની એડિટર હતા. 5 સપ્ટેમ્બરે લંકેશની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
    - હુમલો કરનારાઓને તેમની પર ખૂબ જ નજીકથી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું હતું. તેમને પહેલા પણ જીવથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી હતી.
    - પડોશીઓ મુજબ, ગૌરી લંકેશની ઉંમર 55 વર્ષ હતી. હુમલા સમયે ગૌરી પોતાના ઘરનો મેન ગેટ ખોલી રહ્યા હતા. તેમના માથા, ગરદન અને છાતી પર 3 ગોળીઓ વાગી, જ્યારે દિવાલ પર 4 ગોળીઓના નિશાન મળ્યા હતા.

  • Gauri Lankesh Murder Case: One suspect remanded by SIT
    5 સપ્ટેમ્બરના રોજ પત્રકાર ગૌરી લંકેશ (55)ની હત્યા કરી દેવામાં આવી હતી, પોલીસે આરોપીઓને પકડવા માટે સ્કેચ જાહેર કર્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ