ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» એક જ બંદૂકથી કરવામાં આવી હતી ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા| Gauri Lankesh and Kalaburgi killed by the same gun

  એક જ બંદૂકથી કરવામાં આવી હતી ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 03:11 PM IST

  કલબુર્ગી કેસમાં SITએ 21મેના રોજ દાવનગરી જિલ્લામાંથી એક આરોપી અમોલ કાલેની ધરપકડ કરી
  • એક જ બંદૂકથી કરવામાં આવી હતી ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા
   એક જ બંદૂકથી કરવામાં આવી હતી ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા

   નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ફોરેંસિક લેબના રિપોર્ટમાં એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. FSL રિપોર્ટ પ્રમાણે ગૌરી લંકેશની હત્યામાં તે જ બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી કર્ણાટકના પ્રખ્યાત તર્કવાદી અને લેખક એમએમ કલબુર્ગીની હત્યા કરવામાં આવી હતી. ગૌરી લંકેશના હત્યાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી ટી નવીનકુમાર વિરુદ્ધ દાખલ ચાર્જશીટ સાથે એફએસએલનો આ રિપોર્ટ જોડવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગૌરી લંકેશ અને એમએમ કલબુર્ગીની હત્યામાં 7.65 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

   નોંધનીય છે કે, કલબુર્ગી કેસમાં SITએ 21મેના રોજ દાવનગરી જિલ્લામાંથી એક આરોપી અમોલ કાલેની ધરપકડ કરી છે. તેના ઉપર પણ કલબુર્ગીની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. કલબુર્ગીની હત્યાની તપાસ કરી રહેલી એસઆઈટીનું કહેવું છે કે, કલબુર્ગીનો દરવાજો ખખડાવનાર બે આરોપીઓમાં અમોલ કાલે પણ સામેલ હતો.

   આ પહેલાં પોલીસે મુખ્ય આરોપી નવીન કુમારનું નિવેદન પણ નોંધી લીધું છે. નવીન કુમારની પત્નીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. તેની પત્નીએ સ્વીકાર્યું છે કે, નવીન કુમાર હિંદુત્વવાદી સંગઠન સનાતન સંસ્થા સાથે જોડાયેલા છે અને તે પણ નવીનકુમાર સાથે સનાતન સંસ્થાના કાર્યક્રમમાં જતી હતી. નવીનની પત્નીએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ગૌરી લંકેશની હત્યાના એક દિવસ પહેલાંઅચાનક નવીન ઘરે આવ્યો હતો અને તેને મેંગલુરુમાં સનાતન આશ્રમમાં લઈને જતો રહ્યો હતો.

   આ પણ વાંચો: ગૌરી લંકેશ મર્ડરઃ સંદિગ્ધ શખ્સ અરેસ્ટ, સ્કેચથી મળતો આવે છે ચહેરો

   30મેના રોજ ફાઈલ કરી પહેલી ચાર્જશીટ


   - નોંધનીય છે કે, ગૌરી લંકેશ મર્ડર કેસમાં પોલીસે ત્રણ દિવસ પહેલાં જ 30 મેના રોજ ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં પોલીસ એ નિર્ણય ઉપર પહોંચી છે કે, હિન્દુ ધર્મને વખોડવાના કારણે જ ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી છે.
   - ચાર્જશીટમાં કેટી નવીન કુમારને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યો છે. તેની સાથે જ પ્રવીણ કુમારને પણ આરોપી ગણાવવામાં આવ્યો છે. જોકે હાલ તે ફરાર છે. અંદાજે 600 પેજની આ ચાર્જશીટમાં 100 લોકોના નામને સાક્ષી તરીકે નોંધવામાં આવ્યા છે.
   - જોકે 600 પેજની આ ચાર્જશીટના 110 પેજ જાહેર કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૌરી શંકરની હત્યાનું કારણ અને કાવતરું આ જ 110 પેજમાં છે. તે ઉપરાંત મુખ્ય આરોપી નવીન કુમારનું નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું નથી.

   હિન્દુ વિરોધી વિચારોથી હતા નારાજ, પાર્કમાં બેસીને ઘડ્યો હતો પ્લાન


   - સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ચાર્જશીટના આ જે પેજ જાહેર કરવામાં નથી આવ્યા તેમાં કહેવામાં આવ્યું છે કે, ગૌરી લંકેશ દ્વારા પ્રકાશિત સાપ્તાહિક ટેબ્લોઈડમાં હિન્દુ ધર્મની આકરી ટીકા અને હિન્દુ દેવી-દેવતાઓને વખોડવામાં આવતા હતા અને તેના કારણે આરોપીઓ ગૌરી લંકેશથી નારાજ હતા.
   - ચાર્જશીટ જે સૌથી મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે તે એ છેકે, નવીન કુમાર ગૌરી લંકેશની હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેણે આ આખો પ્લાન બેંગલુરુના વિજયનગરમાં આવેલા બીબીએમપી પાર્કમાં બેસીને બનાવ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એક જ બંદૂકથી કરવામાં આવી હતી ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા| Gauri Lankesh and Kalaburgi killed by the same gun
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `