ઉત્તરપ્રદેશ / સ્કુલવાનમાં સિલિન્ડર ફાટવાથી 12 બાળકો ઘાયલ , 3ની હાલત ગંભીર

Divyabhaskar | Updated - Jan 12, 2019, 12:21 PM
school van gas cylinder clasted in badhoi UP 12 children injured
X
school van gas cylinder clasted in badhoi UP 12 children injured

 
ભદોહી(ઉત્તરપ્રદેશ)
. ભદોહી જિલ્લાનાં જ્ઞાનપુરમાં શનિવારે સવારે શાળાની વાનમાં સિલિન્ડર ફાટવાથી 12થી વધુ બાળકો દાઝ્યા હતા, જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે. આ વાન બાળકોને શાળાએ મુકવા માટે જઈ રહી હતી. જ્યારે આ વાન કોતવાલીનાં નથઈપુર નજીક પહોંચી ત્યારે અચાનક જ સિલિન્ડર ધડાકા સાથે ફુટ્યો હતો.

1.શાળાની આ વાનમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો સિલિન્ડર લગાવેલો હતો. જેમાં 12 બાળકો સવાર હતા. આ તમામ ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામને સારવાર અર્થે વારાણસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પરિવારજનોએ પ્રદર્શન કર્યુ
2.ઘટના અંગેની જાણ થતા જ બાળકોનાં માતા પિતા પણ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેઓ સ્કૂલવેનનાં માલિક સહિત સંબંધિત તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App