Home » National News » Desh » Gangster Sampat Nehra was planning murder of Salman Khan he is arrested by Gurgaon STF

સલમાનના મર્ડરનો પ્લાન કરી રહ્યો હતો ગેંગસ્ટર, હત્યા પછી ભાગવાનો હતો વિદેશ

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 04:49 PM

ગુડગાંવ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ હૈદરાબાદથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નહેરાની ધરપકડ કરી

 • Gangster Sampat Nehra was planning murder of Salman Khan he is arrested by Gurgaon STF
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સંપતે મેના પહેલા અઠવાડિયામાં સલમાનના ઘરની આસપાસના વિસ્તારની જાણકારી પણ મેળવી હતી. (ફાઇલ)

  ગુડગાંવ: ગુડગાંવ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બુધવારે હૈદરાબાદથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નહેરાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સંપતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સંપતે કબૂલ્યું કે તે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ માટે તેણે મેના પહેલા અઠવાડિયામાં સલમાનના ઘરની આજુબાજુની બે દિવસ સુધી તપાસ પણ કરી હતી.

  સલમાનનો ફેન બનીને હત્યા કરવાનું હતું કાવતરું

  - શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં એસટીએફ ડીઆઇજી સતીશ બાલને જણાવ્યું કે સંપતે હૈદરાબાદ જતા પહેલા મેના પહેલા અઠવાડિયામાં સલમાન ખાનના ઘરની આસપાસના વિસ્તારની બે દિવસ સુધી જાણકારી મેળવી હતી.

  - તેણે સલમાનના ઘર અને તેના આવવા-જવાના રૂટના તમામ ફોટા મોબાઇલમાં લીધા હતા. આ ઉપરાંત સલમાનની સિક્યોરિટી અંગે પણ તે માહિતી મેળવી રહ્યો હતો.
  - બાલને જણાવ્યું કે સંપત તે સમયે સલમાનનો ફેન બનીને તેની હત્યા કરવાની ફિરાકમાં હતો, જે સમયે તે પોતાના ફેન્સની સાથે બાલ્કનીમાં આવીને રૂબરૂ થતો હોય છે.
  - આ માટે તે જાણકારી મેળવી રહ્યો હતો કે સલમાન અને તેના ફેન્સ વચ્ચેનું અંતર કેટલું હોય છે. આટલા અંતરેથી કયા હથિયાર દ્વારા ગોળી મારી શકાય છે.

  હૈદરાબાદમાં બેસીને કરી રહ્યો હતો કાવતરું

  - હત્યાનું આ કાવતરું બદમાશ હૈદરાબાદમાં બેસીને ઘડી રહ્યો હતો, પરંતુ આ પહેલા તે એસટીએફના હાથે ચડી ગયો. એસટીએફ ટીમે જણાવ્યું કે સંપત નહેરા સોશિયલ મીડિયા દ્વારા પકડમાં આવ્યો.

  - નહેરાની ગેંગ ફેસબુક અને વોટ્સએપ પર ઘણી એક્ટિવ છે અને ત્યાંથી એક ટિપ-ઓફ મારફતે તેમણે તેને શોધ્યો અને પછી તેના પર નજર રાખવી ચાલુ કરી.
  - બાલનના જણાવ્યા પ્રમાણે, સંપતે કહ્યું કે હવાલા કારોબાર ઉપરાંત લોરેન્સ બિશ્નોઈ ગેંગના તાર વિદેશોમાં પણ સંકળાયેલા છે. તેણે જણાવ્યું કે તે સલમાન ખાનના મર્ડર પછી વિદેશ ભાગવાની તૈયારીમાં હતો.
  - 28 વર્ષીય સંપત નહેરા ચંદીગઢના કિશનગઢમાં રહે છે અને મૂળે ચૂરૂ, રાજસ્થાનનો વતની છે.
  - તેણે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધમકી અને ગેરકાયદે વસૂલીના ઘણા મામલાઓનો ખુલાસો કર્યો છે.

  આ પણ વાંચો: જેલમાં બંધ છે આ ગેંગસ્ટર અને તેની પત્ની, 6 રાજ્યોમાં છે અબજોની સંપત્તિ

  લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે સંપત નહેરા

  - એસટીએફના ડીઆઇજી સતીશ બાલનના જણાવ્યા પ્રમાણે, નહેરા હૈદરાબાદમાં નોકરી શોધવાને બહાને રહેતો હતો. ટીમે જે સમયે સંપતને પકડ્યો, તે સમયે તેની પાસે હથિયાર ન હતું.

  - નહેરાની હૈદરાબાદમાં રોકાવાની તમામ વ્યવસ્થા લોરેન્સ ગેંગના મુખિયા લોરેન્સ બિશ્નોઈએ જોધપુર જેલમાં બેઠા બેઠા કરાવી હતી.
  - બાલનનું કહેવું છે કે નહેરાને પોલીસ રિમાન્ડ પર લઇને પૂછપરછ કરશે. આશા છે કે પૂછપરછમાં તેની પાસેથી ઘણા મોટા મામલાઓમાં ખુલાસાઓ થઇ શકે છે. નહેરા પર 24થી વધુ હત્યા, હત્યાના પ્રયાસ અને ખંડણી માટે ઘણા રાજ્યોમાં કેસ નોંધાયેલા છે.

  જાન્યુઆરીમાં આપી હતી સલમાનને મારવાની ધમકી

  - ઉલ્લેખનીય છે કે પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જોધપુર કોર્ટમાં હાજર થવા દરમિયાન 5 જાન્યુઆરી, 2018ના રોજ સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી.

  - સલમાન તે સમયે ત્યાં કાળિયાર મામલે જોધપુર કોર્ટમાં હાજર થયો હતો. સંપત આ જ ગેંગનો ગુંડો છે.
  - સંપતની ધરપકડ પછી ઉત્તર ભારતના ઘણા રાજ્યોની પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. નહેરા પર હરિયાણા પોલીસે 1 લાખ અને પંજાબ-રાજસ્થાન પોલીસે 50-50 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

  સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • Gangster Sampat Nehra was planning murder of Salman Khan he is arrested by Gurgaon STF
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સંપત નહેરા (ફાઇલ)
 • Gangster Sampat Nehra was planning murder of Salman Khan he is arrested by Gurgaon STF
  પોલીસે સંપત નહેરાની ધરપકડ કરી છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ