Home » National News » Desh » આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster

જાણો સલમાન ખાનને કેમ છે આ ગેંગસ્ટરનો ડર, ભગત સિંહને માને છે આદર્શ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 04:55 PM

ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈને ધમકી આપી હતી કે, તે સલમાન ખાનનું જોધપુરમાં જ મર્ડર કરશે

 • આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  આ ગેંગસ્ટરે સલમાન ખાનને મારવાની ધમકી આપી છે.

  જોધપુરઃ બોલીવુડ એક્ટર સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસમાં ગુરુવારે તેને દોષિત જાહેર કર્યો. પરંતુ આ વખતે સલમાન ખૂબ જ ટાઇટ સિક્યુરિટીમાં કોર્ટ પહોંચ્યો હતો. જોધપુર પોલીસે તેની સમગ્ર તૈયારી કરી હતી. મૂળે, 3 મહિના પહેલા પંજાબના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલેઆમ ધમકી આપી હતી કે સલમાનને અહીં મારશે. હાલ, લોરેન્સ જોધપુર જેલમાં કેદ છે. પરંતુ પોલીસે તેની ધમકીને ગંભીરતાથી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, લોરેન્સની ગેન્ગ પર હત્યાના અનેક આરોપ છે.

  હાલ બંને છે એક જ જેલમાં

  લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જોધપુર કોર્ટ પરિસરમાં જ મારવાની ધમકી આપી હતી. અને હાલ એવી સ્થિતિ છે કે ગેંગસ્ટર લોરેન્સ અને સલમાન ખાન બંને જોધપુર સેન્ટ્રેલ જેલમાં અક સાથે જ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાન બેરેક નં-1માં છે જ્યારે લોરેંન્સ જેલમાં બેરક નંબર-2માં કેદ છે.

  ગેંગસ્ટરે કેમ આપી હતી ધમકી?

  - અલગ સ્ટાઇલમાં સમાજ સેવા કરવાનો દાવો કરનારા લોરેન્સને એશો-આરામથી રહેવાની ચાહતે ક્રાઇમ વર્લ્ડમાં ખેંચી લાવી. 8 જાન્યુઆરીએ કોઈ મામલામાં સુનાવણી દરમિયાન લોરેન્સસે ખુલેઆમ સલમાન પર અટેક કરવાની ધમકી આપી હતી.
  - તેણે કહ્યું કે, "સલમાનને અહીં જ મારશે અને બધા જોતા રહી જશે. મેં આજ સુધી કોઈ એવું કામ નથી કર્યું, જેના માટે મારા પર કેસ નોંધાય. પોલીસ મને નકલી કેસોમાં ફસાવી રહી છે."
  - "પોલીસ જો આવું જ ઈચ્છતી હોય કે હું કંઈક કરી બતાવું તો હવે સલમાન ખાનને મારીને બતાવીશ અને અહીં જોધપુરમાં મારીશ. ત્યારે પોલીસને ખબર પડશે કે હું શું કરી શકું છું."
  - ઉલ્લેખનીય છે કે, ત્યારે જોધપુર એરપોર્ટથી બહાર આવી કોર્ટ જતા અને પરત મુંબઈ પહોંચવા સુધી સલમાન ખાનના ચહેરા પર તણાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

  ધમકી પાછળ આ પણ હોઈ શકે છે કારણ


  - બિશ્નોઈ સમાજ હંમેશા વૃક્ષો અને વન્ય જીવોને બચાવવામાં અગ્રણી રહ્યું છે. આ સમાજના અનેક લોકો વન્ય જીવોને બચાવવાના પ્રયાસમાં પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે.
  - કાળિયાર શિકાર કેસને લઈને બિશ્નોઈ સમુદાયમાં વર્ષોથી સલમાન પ્રતિ ખૂબ નારાજગી છે. આ મામલામાં સમુદાયના લોકો પણ પક્ષકાર છે અને આ સમુદાયના લોકોની ફરિયાદના આધારે જ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
  - એવામાં આ જ સમુદાયના લોરેન્સ સલમાનને ટાર્ગેટ કરી સમુદાયની સહાનુભૂતિ મેળવવા માંગતો હોઈ શકે. તેનો ઉદ્દેશ્ય બિશ્નોઈ બહુમતી ધરાવતા કોઈ વિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે.

  આવી રીતે આવ્યો હતો ન્યૂઝમાં


  - ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણાની સૌથી ખતરનાક ગેન્ગો પૈકીની એકનો લીડર લોરેન્સ છે. આશ્ચર્યની વાત એ છે કે જેલમાં રહીને પણ તે ગેન્ગને ઓપરેટ કરતો રહે છે.
  - લોરેન્સની પાસે મોંઘી પિસ્તલ અને બંદુકોનો જથ્થો પણ છે. 10 વર્ષ પહેલાં કોલેજમાં હવાઈ ફાયરિંગ કરીને તે ન્યૂઝમાં આવ્યો હતો. ત્યારબાદ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા માટે ક્રાઇમની દુનિયામાં આવી ગયો.
  - લોરેન્સની ફેસબુક પ્રોફાઇલથી જાણવા મળે છે કે તે ભગત સિંહ સહિત અનેક મોટા ક્રાંતિકારીઓને પોતાના આદર્શ માને છે. રિપોર્ટ કહે છે કે તે જેલમાં વિદશી સિમથી વોટ્સએપ દ્વારા તમામ કામાને અંજામ આપે છે. તેના પિતા લવિન્દ્ર કુમાર પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂક્યા છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ
 • આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લોરેન્સની ગેન્ગ પર હત્યાના અનેક આરોપ છે
 • આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બિશ્નોઈ સમાજ હંમેશા વૃક્ષો અને વન્ય જીવોને બચાવવામાં અગ્રણી રહ્યું છે.
 • આ ગેંગસ્ટરથી ડરતો હતો સલમાન ખાન| Salman Khan, who is in tension due to this gangster
  હાલ જોધપુર કેસમાં બંધ છે ગેંગસ્ટર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ