Home » National News » Desh » Gang molestation of CBSE Topper girl in Rewari Haryana Police released photo of accused

બોર્ડ ટોપર સાથે હેવાનિયત કરનાર બદમાશોનો ફોટો પોલીસે કર્યો જાહેર, 1 સેનાનો જવાન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:42 PM

જ્યાં થઈ હતી ક્રૂરતા તેને બનાવ્યો ઐયાશીનો અડ્ડો, સામે આવ્યું ડોક્ટરનું આ નિવેદન

 • Gang molestation of CBSE Topper girl in Rewari Haryana Police released photo of accused
  પોલીસે ત્રણેય આરોપીઓનો ફોટો જાહેર કર્યો.

  રેવાડી (હરિયાણા): રેવાડીની ટોપર યુવતી સાથે ગેંગરેપને લઇને દેશ ગુસ્સામાં છે. પરંતુ 4 દિવસ પછી પણ પોલીસના હાથ ખાલી છે. એડીજીપી શ્રીકાંત જાધવ દ્વારા બનાવવામાં આવેલા એસઆઇટી સહિત પોલીસની ઘણી ટીમો આરોપીઓની શોધમાં હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં છાપામારી કરી રહી છે. આરોપીઓ અંગે માહિતી આપનારાઓને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઝજ્જરની સરહદને અડીને આવેલા જે ખેતરમાં બનેલા રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ થયું, ત્યાંથી શનિવારે એસઆઇટીએ પુરાવાઓ મેળવ્યા. સ્થળ પરથી દારૂની બોટલો અને ફ્રિજમાંથી ચિકન મળ્યું છે. તે રૂમને ઐય્યાશીનો અડ્ડો બનાવ્યો હતો. પોલીસે રૂમના માલિક દીનદયાલ સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે ક્રૂરતાની ઘટનાના 3 દિવસ પછી યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી. ઘટના પછી 24 કલાક સુધી થયેલી બેદરકારી જ પોલીસના ગળાની ફાંસ બની ગઈ છે. મહિલા પોલીસ સ્ટેશનમાં તો ગેંગરેપના મામલાને નકલી જણાવીને પરિવારજનોની ફરિયાદ સુદ્ધાં ફગાવી દેવામાં આવી હતી. આરએમપી ડોક્ટરે એસઆઇટીને નિવેદન આપ્યું છે કે જ્યારે તે સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે યુવતીની હાલત બરાબર ન હતી અને તે નશામાં હતી. બીજી બાજુ આરોપીઓએ ધમકી આપ્યાની ફરિયાદ પછી પીડિતાના ઘરની બહાર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.

  એસઆઈટીએ ઘટનાસ્થળ પર સાડા 3 કલાકની તપાસ કરી

  નૂંહ એસપી નાઝનીન ભસીનના નેતૃત્વમાં બનાવવામાં આવેલી એસઆઇટીની ટીમ બપોરે 3.00 વાગે ઘટનાસ્થળ પર તપાસ માટે પહોંચી. ત્યાં બનેલા રૂમમાંથી દારૂની બોટલો, પલંગ અને ફ્રિજમાં તૈયાર ચિકન મળ્યું. આરોપીઓની ગાડીમાંથી મહિલાના વાળમાં લગાવવામાં આવતી 4 ક્લિપપિન તેમજ દારૂની બોટલોના ઢાંકણા મળી આવ્યા. ટીમે ઘટનાસ્થળનો નકશો બનાવ્યો અને સ્થળ પર હાજર ગામલોકોની પૂછપરછ કરી. સાંજે 5.30 વાગે એફએસએલની ટીમ અને એડીજીપી શ્રીકાંત જાધવ ગામ પહોંચ્યા. સાંજે 6.30 વાગ્યા સુધી ટીમ સ્થળ પર જ તપાસ કરતી રહી. આ પહેલા શુક્રવારે રાતે 1 વાગે ડ્યૂટી મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અમરદીપ સિંહે હોસ્પિટલમાં પીડિતાનું નિવેદન નોંધ્યું. પરિવારજનોએ કહ્યું તે તેનું નિવેદન ફરીવાર લેવાવું જોઇએ કારણકે હાલ પીડિતા ડિપ્રેશનમાં છે. નારનૌલના સીજેએમ વિવેક યાદવે પીડિતા સાથે મુલાકાત કરી અને પરિવારજનોને 2 લાખ રૂપિયાનો ચેક ઇન્ટરિમ રાહત તરીકે આપ્યો.

  બેદરકારી માટે 3 મોટા જવાબદાર ચહેરાઓ

  1. રેવાડી મહિલા પોલીસ સ્ટેશન: ઇન્સ્પેક્ટર સરોજબાળાએ તો પહેલા ફરિયાદ ફગાવી દીધી હતી

  પરિવારજનોએ જણાવ્યું કે, '12 સપ્ટેમ્બરની રાતે લગભગ 9.30 વાગે રેવાડી પહોંચ્યા. એસપી સાથે મુલાકાત ન થઈ શકી તો મહિલા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે મામલો નકલી જણાવીને ફરિયાદ ફેંગાવી દીધી. ઘણું મનાવ્યા પછી 4 કલાકે પીડિતાને હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવામાં આવી. સવારે ઝીરો એફઆઇઆર નોંધીને કેસ કનીના પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દીધો. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સરોજબાળા સંપૂર્ણપણે જવાબદાર છે.'

  2. મહેન્દ્રગઢ જિલ્લા પોલીસ: આરોપી પરિવારજનોને ધમકી આપતા રહ્યા, પણ કાર્યવાહી થઈ નહીં

  રેવાડી મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે સ્પષ્ટતા કરી છે કે 13 સપ્ટેમ્બરની સવારે જ તેમણે ઝીરો એફઆઇઆર નોંધીને કનીના પોલીસ સ્ટેશનને મોકલી દીધી હતી. કનીના પોલીસે તેના પર સાંજે લગભગ 6.30 વાગે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી. અહીંયા અનિરુદ્ધ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ જ સાંજે આરોપી ગામમાં ફરી રહ્યા હતા. ધમકી પણ આપવામાં આવી. જો પોલીસ ગંભીર હોત તો આરોપી અત્યારે કસ્ટડીમાં હોત.


  3. રેવાડી નાગરિક હોસ્પિટલ: એસએમઓ સુદર્શનનો રિપોર્ટ પોલીસની મરજી પર

  ઘટનાની રાતે પોલીસ પીડિતાને લઇને રેવાડી નાગરિક હોસ્પિટલ પહોંચી. મેડિકલ પછી આગામી દિવસે સવારે પીડિતાને રજા આપી દેવામાં આવી. 14 સપ્ટેમ્બરે ફરી દાખલ કરી દીધી. નિવેદન માટે ફિટ હોવાનું જણાવ્યું. પરંતુ હજુ સુધી ડિસ્ચાર્જ કરવામાં નથી આવી. એસએમઓ ડૉ. સુદર્શન પંવારનું કહેવું છે કે ઉતાવળ શું છે, કરી દઇશું ડિસ્ચાર્જ. નિવેદન આપવું અને મેડિકલી-ફિઝિકલી ફિટ હોવું અલગ-અલગ વાત છે.

  આરોપીઓ પર એક્શનને લઇને સેના સખ્ત, સૈનિક અપરાધમાં સામેલ હશે તો છોડીશું નહીં: સેના

  ભારતીય સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ચેરિશ મૈથસને કહ્યું, "જો કોઇ સૈનિક અપરાધમાં સામેલ છે તો તેને છોડવામાં નહીં આવે. દોષીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે. અમે તેને પકડવામાં પૂરી મદદ કરીશું."

  પોલીસે સૈનિક વિરૂદ્ધ વોરંટ કાઢ્યું, 3 રાજ્યોમાં દરોડા

  - પીડિતાએ નિવેદનમાં ત્રણ આરોપીઓના નામ બતાવ્યાં છે. પંકજ ફૌજીની ધરપકડ માટે વોરંટ લીધા છે. એક ટીમ રાજસ્થાનમાં તેના ડ્યૂટી સ્થળ પર મોકલી છે. બાકી બે આરોપીઓને દિલ્હી-હરિયાણાના ઠેકાણાં પર પણ રેડ કરવામાં આવી છે.

  ધારાસભ્યનું વિવાદિત નિવેદન

  બેરોજગારીને કારણે ફ્રસ્ટ્રેશનમાં કરે છે ગંદી હરકત- પ્રેમલતા

  - જિંદના ઉચાનાના ધારાસભ્ય પ્રેમલતાએ કહ્યું કે સમાજમાં એક ખોટી વસ્તુ શરૂ થઈ ગઈ છે અને કોઈપણ યુવતીને કયાંય પણ જોઈને લોકોની નજરમાં ખામી જોવા મળે છે. ફ્રસ્ટેટેડ બાળકો જેને નોકરી નથી મળી રહી અને જેને ભવિષ્ય નજરે નથી પડતું, તેઓ આ પ્રકારની ગંદી હરકતો કરે છે.

  ધરપકડ ન થવાના સવાલ પર સીએમનો સ્વચ્છતા પર જવાબ

  - ચાર દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ ન થવાના સવાલ પર સીએમ મનોહરલાલ ખટ્ટરે મીડિયાને ઝાટકી દીધાં અને કહ્યું કે, "અરે, શું વાત કરો છો તમે. શું વિષય છે તમારો. સાંભળો, કોઈપણ વક્તા સાથે આવું નહીં કરવાનું, તેને બોલવા દો છો."

  - જે બાદ સ્વચ્છતા અભિયાન પર વિચાર મૂકીને ચાલતાં થયા હતા.

  આ પણ વાંચો: 14 વર્ષની છોકરી સાથે કેફેમાં 2 યુવકોએ કર્યો ગેંગરેપ, ત્યારે આવી ચડ્યા 4 બીજા યુવકો, બીજા કેફેમાં લઇ જઇને વારાફરતી બધાએ જાનવરોની જેમ પીંખી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ