Home » National News » Desh » Funeral of IPS Surendra Das who committed suicide wife became insensible at UP

IPS પતિના બોડીને એક નજર જોવા માંગતી હતી ડૉ. પત્ની, કંપી રહ્યું હતું શરીર, લથડાતી જીભે એટલું જ કહેતી રહી- છોડી દો-છોડી દો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:17 AM

જેને જણાવવામાં આવી મોત માટે જવાબદાર, તેનું આવું રૂપ જોઇને દરેક વ્યક્તિ હતું દંગ

 • Funeral of IPS Surendra Das who committed suicide wife became insensible at UP
  નિવાસસ્થાન એકતાનગરમાં જેવું સુરેન્દ્ર દાસનું શબ પહોંચ્યું કે ત્યાં હાજર દરેકની આંખોમાં આંસૂ આવી ગયાં

  લખનઉ: આઇપીએસ સુરેન્દ્ર દાસના અંતિમસંસ્કાર સોમવારે લખનઉમાં વૈકુંઠધામમાં થયા. મોટાભાઈ નરેન્દ્ર દાસે મુખાગ્નિ આપ્યો. આ પહેલા નિવાસસ્થાન એકતાનગરમાં જેવું સુરેન્દ્ર દાસનું શબ પહોંચ્યું કે ત્યાં હાજર દરેકની આંખોમાં આંસૂ આવી ગયાં. IPSની ડોક્ટર પત્ની રવીના જ્યારે અંતિમ દર્શન માટે પહોંચી, તો પતિનું શબ જોતાં જ તેનું શરીર કાંપવા લાગ્યું. તે લથડાતી જીભથી વારંવાર કહેતી રહી- છોડી દો, છોડી દો. કોઇક રીતે ઘરવાળાઓએ તેને સંભાળવાની કોશિશ કરી. સુરેન્દ્રનો પરિવાર તેની પત્નીને તેના મોત માટે જવાબદાર ગણે છે.

  IPSનો પરિવાર પત્નીને માને છે મોત માટે જવાબદાર

  - ગયા બુધવારથી રવિવાર સુધી 5 દિવસ મોત સામે જંગ લડ્યા પછી આખરે સુરેન્દ્ર દાસનું મોત થઈ ગયું હતું. રવિવારે કાનપુરથી દિવંગત આઇપીએસનું શબ લખનઉ તેમના ઘરે એકતાનગર પહોંચ્યું. જ્યાં પાડોશીઓની સાથે-સાથે શહેરમાં હાજર મોટા-મોટા અધિકારીઓ શોક દર્શાવવા માટે તેમના ઘરે પહોંચ્યા.

  - સુરેન્દ્ર દાસના મોટાભાઈ નરેન્દ્રએ આઇપીએસની પત્ની રવીના પર ઘણા ગંભીર આરોપો લગાવીને કહ્યું, તેમના વિરુદ્ધ ફરિયાદ કરીશ.

  પરિવારથી અલગ કરવા માંગતી હતી વહુ

  - ભાઈ નરેન્દ્રએ જણાવ્યું કે મેટ્રીમોનિયલ વેબસાઇટ દ્વારા 9 એપ્રિલ, 2017ના રોજ સુરેન્દ્રના લગ્ન રવીના સાથે થયા હતા. જે દિવસે વિદાય થઈને ઘરે આવી ત્યારે બસ એક કલાક રોકાઈ અને પછી કાર મંગાવીને પિયર ચાલી ગઈ.

  - રિસેપ્શન પાર્ટીમાં પણ સીધી સાંજે પહોંચી હતી. તે પરિવારથી સુરેન્દ્રને અલગ કરવા માંગતી હતી. લગ્ન પછી જો સુરેન્દ્ર ઘરે વાત પણ કરતો તો રવીના તેની સાથે ઝઘડતી હતી. સુરેન્દ્ર તેની પાસેથી છૂટાછેડા લેવા માંગતો હતો. હું મારા ભાઈની મોતની એફઆઇઆર નોંધાવીશ.

  મરતા પહેલા લખી આ સુસાઇડ નોટ

  - સુરેન્દ્ર દાસે મરતા પહેલા લાલ પેનથી એક સુસાઇડ નોટ લખી હતી- "ડિયર રવીના, આઇ એમ નોટ લાયર. જે રેકોર્ડિંગ કર્યું હતું, તે તમારી માતાને મોકલવા માટે કર્યું હતું."

  - "પછી પાછળથી લાગ્યું કે ન મોકલવું જોઇએ. કંઇક છુપાવવું હોત તો મોબાઈલ આ રીતે છોડ્યો ન હોત. હું ચૂપ એટલે હતો, કારણકે મને સુસાઈડના વિચારો આવી રહ્યા હતા. આઇ રિયલી લવ યુ. તું વિજય, ચંદ્રભાનને પૂછી શકે છે."
  - "મેં સલફાસ, ઉંદર મારવા માટે લાવવા માટે કહ્યું હતું. થોડાક દિવસ પહેલા બ્લેડ માટે પણ કહ્યું. હું તારા વિરુદ્ધ કશું પ્લાન નથી કરી રહ્યો. મેં આત્મહત્યા કરવા માટે ગૂગલ સર્ચ કર્યું હતું. મારા પ્લાનિંગ અંગે શંકા હોય તો કોઇને પણ પૂછી શકે છે. આઇ લવ યુ, સોરી ફોર એવરીથિંગ."

  5 સપ્ટેમ્બરે ખાઈ લીધું હતું ઝેર

  - 2014 બેચના આઇપીએસ સુરેન્દ્ર દાસ બલિયાના રહેવાસી હતા. 5 સપ્ટેમ્બરની સવારે 4 વાગે તેમણે ઝેર ખાઈ લીધું હતું. લોહીની ઉલ્ટીઓ થય પછી તેમને ફોરેન રીજેન્સી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

  - ઝેરના કારણે સુરેન્દ્ર દાસનું બ્રેઇન, કિડની, લીવર ડેમેજ થઈ ગયા હતા અને ડાબા પગમાં લોહીના ક્લોટ જામી ગયા હતા. ડોક્ટરોની પેનલે શનિવારે તેમના પગનું ઓપરેશન કરીને લોહીના ક્લોટ હટાવ્યા હતા.
  - ત્યારપછી પણ તેમના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નહોતું થઈ રહ્યું. તેનાથી તેમની તબિયત વધુ બગડી અને તેમનું મોત થઈ ગયું.

  આ પણ વાંચો: IPSના મોત વિશે ભાઈએ કહ્યું- આ લગ્ન જ મોટી ભૂલ હતી, તેની પત્નીમાં જરાય સંસ્કાર ન હતા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ