ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» FM Arun Jaitly briefed on the Fugitive Economic offenders bill

  નીરવ મોદી-માલ્યા જેવા ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરવા બનશે કાયદો

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 10:03 AM IST

  ભાગેડુ આર્થિક આરોપી ખરડો-2018ને 5 માર્ચથી શરૂ થનારા બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રાખવામાં આવશે- જેટલી
  • આર્થિક અપરાધમાં જેમના વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયું છે, તેઓને ભાગેડુ માનવામાં આવશે- જેટલી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આર્થિક અપરાધમાં જેમના વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયું છે, તેઓને ભાગેડુ માનવામાં આવશે- જેટલી

   નવી દિલ્હીઃ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવાં ભાગેડુ આર્થિક આરોપીઓની તમામ સંપતિ જપ્ત કરવા માટે કાયદો બનશે. આ 100 કરોડથી વધુના ફ્રોડ કરનારા લોકો પર લાગુ થશે. આ અંગે જોડાયેલું બિલ ગુરૂવારે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરી દીધું છે. જેમાં બેનામી સહિત તમામ સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ છે. વિદેશી સંપતિ જપ્ત કરવા માટે બીજા દેશોની સાથે કામ કરવામાં આવશે. આરોપી દેશમાં સિવિલ દાવો પણ નહીં કરી શકે.

   જેટલીએ કરી કાયદાની જાહેરાત

   - નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, "કરોડોના કૌભાંડ કરી ફરાર થનાર સામે ભાગેડુ આર્થિક આરોપી ખરડો-2018ને 5 માર્ચથી શરૂ થનારા બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રાખવામાં આવશે."
   - આર્થિક અપરાધમાં જેમના વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયું છે, તેઓને ભાગેડુ માનવામાં આવશે. તેઓએ કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ જેવાં આરોપીઓની સાથે સહાનુભૂતિ નહીં દર્શાવવા માગે. નવા કાયદાથી તાત્કાલિક અસરે રિકવરી સંભવ થશે.

   કોના વિરૂદ્ધ આ કાયદો?

   - ટ્રાયલમાં સામેલ હોવાનો ઈન્કાર કરનારા આ કાયદાના દાયરામાં આવશે. 100 કરોડથી વધુની લોન જાણીજોઈને નહીં પરત કરનારાં વિરૂદ્ધ આ જોગવાઈ લાગુ થશે.

   કેમ ઉઠી કાયદાની માગ?
   - બેંકોના 9 હજાર કરોડ રૂપિયાથી અધિકની રકમ ચુકવ્યાં વગર શરાબના વ્યવસાયી વિજય માલ્યા દેશ છોડીને ફરાર છે. PNBની સાથે 12,717 કરોડનું ફ્રોડ કર્યાં બાદ હીરા વ્યવસાયી નીરવ મોદી અને મેહુલ ચોકસી પણ ભાગી ગયા છે. આ ઘટનાઓને કારણે આવાં કડક કાયદાઓની જરૂરિયાત ઊભી થઈ છે.

   ઓડિટર્સ પર નજર રાખવા માટે ઓથોરિટીની મંજુરી

   - કેબિનેટના નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટિગ ઓથોરિટીના રચનાને મંજૂરી આપી દીધી છે. આ ઓડિટિંગના વ્યવસાય માટે એક સ્વતંત્ર રેગ્યુલેટરની જેમ કામ કરશે. PNB કૌભાંડમાં ઓડિટિંગની બેદરકારી સામે આવ્યાં પછી સરકારે આ નિર્ણય લીધો છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, CA, તેમની કંપનીઓ, લિસ્ટેડ કંપનીઓ અને મોટી નોન લિસ્ટેડ કંપનીઓ પણ આ ઓથોરિટીના દાયરામાં આવી જશે. સરકાર વિશેષ સ્થિતિમાં કંપનીની તપાસ પણ આ ઓથોરિટીને સોંપી શકે છે.

   આગળ વાંચો નીરવ મોદી અંગે અમેરિકાએ શું કહ્યું ?

  • PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: FM Arun Jaitly briefed on the Fugitive Economic offenders bill
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `