ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» US Foreign dept says we know about Nirav Modi to be in US but cant confirm it

  અમને નીરવ મોદી વિશે જાણ છે, પણ તેની પુષ્ટિ ન કરી શકીએ: US

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 11:12 AM IST

  ભારત સરકારે કહ્યું કે ભાગેડુ આર્થિક અપરાધીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે કાયદો બનશે
  • નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ વેપારીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે લાવવામાં આવી રહ્યું છે બિલ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ વેપારીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે લાવવામાં આવી રહ્યું છે બિલ. (ફાઇલ)

   નવી દિલ્હી: અમેરિકાએ શુ્ક્રવારે કહ્યું કે અમને નીરવ મોદીના યુએસમાં હોવાની જાણ છે પરંતુ અમે એ વાતની પુષ્ટિ નથી કરી શકતા. બીજી બાજુ ભારત સરકારે કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુ આર્થિક અપરાધીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે કાયદો બનશે. આ 100 કરોડ રૂપિયાથી વધુની દગાબાજી કરનારા લોકો પર લાગુ થશે. તેની સાથે જોડાયેલું બિલ ગુરુવારે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરી લીધું. તેમાં બેનામી સહિત તમામ સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ છે. વિદેશી સંપત્તિ જપ્ત કરવા માટે બીજા દેશોની સાથે કામ કરવામાં આવશે. અપરાધી દેશમાં સિવિલ દાવો પણ નહીં કરી શકે.

   અમને તમામ મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે: US

   - અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "સરકારને તે મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે, જેમાં નીરવ મોદીના ન્યુયોર્કમાં છુપાયેલા હોવાની વાત કહેવામાં આવી છે." જોકે, તેમણે આ રિપોર્ટ્સની પુષ્ટિ કરવાનો ઇનકાર કરી દીધો.

   - એમ પૂછવા પર કે શું અમેરિકા મોદીનો પત્તો મેળવવા માટે ભારતની મદદ કરી રહ્યું છે, તેના જવાબમાં યુએસ ઓફિસરે કહ્યું કે નીરવ મોદીની ફરિયાદ અને ભારતીય ઓથોરિટીઝને કાયદાકીય મદદ માટે આખા મામલાને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસને સોંપી દેવામાં આવ્યો છે.

   જેટલીએ કરી કાયદાની જાહેરાત

   - નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ભાગેડુ આર્થિક અપરાધી બિલ, 2018માં 5 માર્ચથી શરૂ થઇ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રજૂ કરવામાં આવશે.

   - આર્થિક અપરાધમાં જેમના વિરુદ્ધ ધરપકડનો વોરંટ જાહેર થયો છે, તેમને ભાગેડુ માનવામાં આવશે. તેમણે કહ્યું કે કોઇપણ રાનકીય પક્ષ આવા અપરાધીઓની સાથે સહાનુભૂતિ દર્શાવવા નહીં ઇચ્છે. નવા કાયદાથી ખૂબ ઝડપથી રિકવરી શક્ય બનશે.

   કયા વેપારીઓ માટે કાયદો?

   - ટ્રાયલમાં સામેલ થવામાંથી ઇનકાર કરનારા લોકો આ કાયદાના ક્ષેત્ર હેઠળ આવશે. 100 કરોડથી વધુની લોન જાણીજોઇને પાછી ન કરનારા લોકો પર પણ તેની જોગવાઇઓ લાગુ થશે.

   આગળની સ્લાઇડમાં વાંચો કેમ ઊભી થઇ કાયદાની માંગ?

  • ગુરુવારે કેબિનેટમાં પાસ થઇ ગયું ફજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ. સરકાર તેને સંસદમાં રજૂ કરશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરુવારે કેબિનેટમાં પાસ થઇ ગયું ફજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ. સરકાર તેને સંસદમાં રજૂ કરશે. (ફાઇલ)

   નવી દિલ્હી: અમેરિકાએ શુ્ક્રવારે કહ્યું કે અમને નીરવ મોદીના યુએસમાં હોવાની જાણ છે પરંતુ અમે એ વાતની પુષ્ટિ નથી કરી શકતા. બીજી બાજુ ભારત સરકારે કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુ આર્થિક અપરાધીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે કાયદો બનશે. આ 100 કરોડ રૂપિયાથી વધુની દગાબાજી કરનારા લોકો પર લાગુ થશે. તેની સાથે જોડાયેલું બિલ ગુરુવારે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરી લીધું. તેમાં બેનામી સહિત તમામ સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ છે. વિદેશી સંપત્તિ જપ્ત કરવા માટે બીજા દેશોની સાથે કામ કરવામાં આવશે. અપરાધી દેશમાં સિવિલ દાવો પણ નહીં કરી શકે.

   અમને તમામ મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે: US

   - અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "સરકારને તે મીડિયા રિપોર્ટ્સની જાણકારી છે, જેમાં નીરવ મોદીના ન્યુયોર્કમાં છુપાયેલા હોવાની વાત કહેવામાં આવી છે." જોકે, તેમણે આ રિપોર્ટ્સની પુષ્ટિ કરવાનો ઇનકાર કરી દીધો.

   - એમ પૂછવા પર કે શું અમેરિકા મોદીનો પત્તો મેળવવા માટે ભારતની મદદ કરી રહ્યું છે, તેના જવાબમાં યુએસ ઓફિસરે કહ્યું કે નીરવ મોદીની ફરિયાદ અને ભારતીય ઓથોરિટીઝને કાયદાકીય મદદ માટે આખા મામલાને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસને સોંપી દેવામાં આવ્યો છે.

   જેટલીએ કરી કાયદાની જાહેરાત

   - નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ભાગેડુ આર્થિક અપરાધી બિલ, 2018માં 5 માર્ચથી શરૂ થઇ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં રજૂ કરવામાં આવશે.

   - આર્થિક અપરાધમાં જેમના વિરુદ્ધ ધરપકડનો વોરંટ જાહેર થયો છે, તેમને ભાગેડુ માનવામાં આવશે. તેમણે કહ્યું કે કોઇપણ રાનકીય પક્ષ આવા અપરાધીઓની સાથે સહાનુભૂતિ દર્શાવવા નહીં ઇચ્છે. નવા કાયદાથી ખૂબ ઝડપથી રિકવરી શક્ય બનશે.

   કયા વેપારીઓ માટે કાયદો?

   - ટ્રાયલમાં સામેલ થવામાંથી ઇનકાર કરનારા લોકો આ કાયદાના ક્ષેત્ર હેઠળ આવશે. 100 કરોડથી વધુની લોન જાણીજોઇને પાછી ન કરનારા લોકો પર પણ તેની જોગવાઇઓ લાગુ થશે.

   આગળની સ્લાઇડમાં વાંચો કેમ ઊભી થઇ કાયદાની માંગ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US Foreign dept says we know about Nirav Modi to be in US but cant confirm it
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `