• Home
  • National News
  • Latest News
  • National
  • ફ્રિડમ 251 મોબાઈલ કંપનીના માલિકની હનીટ્રેપ કેસમાં ધરપકડ| Freedom 251 owner Mohit Goyal extortion from accused honeytrap

'ફ્રિડમ 251' મોબાઈલ કંપનીના માલિકની હનીટ્રેપ કેસમાં ધરપકડ

પોલીસે હનીટ્રેપ ગેંગને આરોપીઓ પાસેથી રૂ. 25 લાખ લેતા ઝડપી લીધા

divyabhaskar.com | Updated - Jun 11, 2018, 09:01 AM
આરોપી મોહિત ગોયલ
આરોપી મોહિત ગોયલ

ગેંગરેપના એક કેસમાં પૈસા લઈને દબાવી દેવાની ઘટના બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, રૂ. 251માં મોબાઈલ ફોન લોન્ચ કરનાર 'ફ્રિડમ 251' કંપનીના માલિક મોહિત ગોયલને ગેંગરેપના આરોપીઓ પાસેથી પૈસા વસુલતા પકડાઈ ગયો છે.

નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપ રેકેટના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. અહીં ગેંગરેપના એક કેસમાં પૈસા લઈને દબાવી દેવાની ઘટના બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, રૂ. 251માં મોબાઈલ ફોન લોન્ચ કરનાર 'ફ્રિડમ 251' કંપનીના માલિક મોહિત ગોયલને ગેંગરેપના આરોપીઓ પાસેથી પૈસા વસુલતા પકડાઈ ગયો છે.

પોલીસે રવિવારે રાત્રે દિલ્હીમાં નેતાજી સુભાષ પ્લેસમાં આવેલા એક શોપિંગ મોલમાં ગેંગરેપની ફરિયાદ કરનારી મહિલા, મોહિત ગોયલ અને તેના અન્ય એક સાથી વિકાસ મિત્તલને આરોપીઓ પાસેથી રૂ. 25 લાખ લેતા ઝડપી લીધા હતા.

પરિવારવાળાઓએ પીડિતાને માર્યો હતો માર

શોપિંગ મોલમાં ગેંગરેપના આરોપીઓ સાથે કેસને દબાવી દેવાના નામે પૈસા વસુલતા મહિલા સહિત ત્રણ લોકો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસ વસુલાત કરતી ગેંગરેપ પીડિતાને લઈને શોપિંગ મોલની બહાર નીકળી ત્યારે ગુસ્સે થયેલા આરોપીઓના ઘરવાળાઓએ તેને માર માર્યો હતો. અંતે પોલીસને પણ આરોપી મહિલાને છોડાવવામાં ઘણી મુશ્કેલી થઈ હતી.

અમીરોને હનીટ્રેપમાં ફસાવીને કરતા હતા વસુલી


પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, મોહિત ગોયલ તેના અન્ય સાથીઓ સાથે મળીને આ પ્રમાણેનું હાઈપ્રોફાઈલ હનીટ્રેપ રેકેટ ચલાવતો હતો. રેકેટની મહિલા સભ્ય અમીર વેપારીઓને ફસાવતી હતી અને પછી કેસ પાછો લેવાના નામે તે અમીર વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા વસુલ કરતી હતી

આ કેસમાં આરોપીના ઘરવાળાઓએ મહિલા અને તેના સાથીઓ સાથે મોબાઈલ પર કરવામાં આવેલી પૈસાની લેણ-દેણની વાત રેકોર્ડ કરીને તે પોલીસને સોંપી હતી. પોલીસે શોપિંગ મોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ, રૂ. 25 લાખની રકમ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. મહિલા સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગેંગરેપ આરોપીઓ પાસેથી વસુલવામાં આવ્યા છે રૂ. 1.1 કરોડ

- ગેંગરેપના આરોપીઓના પરિવારવાળાઓના જણાવ્યા પ્રમાણે, મહિલાએ તેના સાથીઓ સાથે મળીને પૈસા માટે ખૂબ દબાણ કર્યું હતું. મહિલા અને તેના સાથીઓએ આરોપી પરિવાર સામે પહેલાં રૂ. 10 કરોડની માગણી કરી હતી.
- કેસને દબાવી દેવા માટે આરોપી પરિવાર ગેંગરેપની ફરિયાદ કરનારી મહિલાને રૂ. 2.5 કરોડ આપવા માટે તૈયાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગેંગરેપની ફરિયાદ કરનારી મહિલા અત્યાર સુધી પરિવાર પાસેથી રૂ. 1.1 કરોડ વસુલી ચૂકી છે.
- પરિવારના જણાવ્યા પ્રમાણે ફરિયાદ કરનારી મહિલા થોડા દિવસ પહેલાં આરોપીઓના સંપર્કમાં આવી હતી અને તે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યારપછી તે એક ઈવેન્ટના બહાને પાંચેય આરોપીઓ સાથે રાજસ્થનના ભિવાડીમાં ગઈ હતી. ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા.
- બીજા જ દિવસે મહિલાએ પાંચેય આરોપીઓ સામે ગેંગરેપની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. કેસ કરાવ્યાના થોડા જ સમય પછી મહિલા અને તેના સાથીઓએ કથિત આરોપીઓ પાસેથી પૈસાની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. આ ગેંગે આરોપીઓના પરિવારોને પૈસા આપશો તો જ કેસ પાછો લેવાની વાત કરી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

ફ્રિડમ 251 મોબાઈલ કંપનીનો માલિક
ફ્રિડમ 251 મોબાઈલ કંપનીનો માલિક
X
આરોપી મોહિત ગોયલઆરોપી મોહિત ગોયલ
ફ્રિડમ 251 મોબાઈલ કંપનીનો માલિકફ્રિડમ 251 મોબાઈલ કંપનીનો માલિક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App