નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (PNB) સ્કેમની સીબીઆઈ સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. આ દરમિયાન મંગળવારે બેંકે કહ્યું કે ગોટાળાની રકમ 1323 કરોડથી વધુ હોઈ શકે છે. અત્યાર સુધી અનુમાન છે કે બેંકમાં 11,356 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. ગોટાળાના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી છે. બંને દેશ છોડી ગયા છે. બીજી બેંકો પાસેથી લોન લેવા માટે પીએનબીના અધિકારીઓએ ખોટી રીતે મોદીને લેટર ઓફ અંડરસ્ટેન્ડિંગ (LoU) આપ્યા હતા.
બેંકે શું જણાવ્યું?
- ન્યૂઝ એજન્સી મુજબ, પીએનબીએ સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને લેખિતમાં જણાવ્યું કે ખોટી રીતે 1300 કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્જેક્શન થયું.
- બેંકે લખ્યું, "અમે જણાવવા માગીએ છીએ કે ખોટા ટ્રાન્જેક્શનની રકમ વધીને 204.25 મિલિયન ડોલરથી વધુ હોઈ શકે છે." હાલના સમયે એક્સચેન્જ રેટ મુજબ આ રકમ 1323 કરોડની આસપાસ છે.
- બેંકે 14 ફેબ્રઆરીએ પહેલીવાર એવું જણાવ્યું હતું કે ખોટી રીતે 1.77 બિલિયન ડોલર (લગભગ 11,356 કરોડ રૂપિયા)નું ટ્રાન્જેક્શન થયું.
અત્યાર સુધી શું થઈ કાર્યવાહી?
- પીએનબી ગોટાળાનો ખુલાસો થયા બાદ ઈડીએ સમગ્ર દેશમાં ગીતાંજલી જ્વેલર્સના દેશભરમાં ફેલાયેલા 38 શોરૂમ્સમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન દેશભરમાંથી 22 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી.
- રાયપુરમાં લગભગ 1.77 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી. ઈડીની રાયપુર ટીમે મુંબઈ હેડક્વાર્ટર મોકલવામાં આવી વિજિટ કમ સીજર રિપોર્ટમાં તેની વિસ્તૃત જાણકારી આપી. સાથોસાથ જપ્ત હીરાઓને લેબ નિર્મિત (નકલી) હોવાના સંકેત મળ્યા.
- મળતી જાણકારી મુજબ, જપ્ત કરાયેલી જ્વેલરીની મુંબઈ હેડક્વાર્ટર લેબ ટેસ્ટની સાથે વેલ્યૂએશન પણ કરવામાં આવી શકે છે.
સંબંધિત સ્ટોરીની વધુ માહિતી માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.