Home » National News » Desh » Fraud Baba Parmanand molested women giving surity of child his propery now siezed in UP

બાળક પેદા કરાવી આપવાનો દાવો કરતો'તો આ ઢોંગી બાબા, લાખોની સંપત્તિ થશે જપ્ત

Divyabhaskar.com | Updated - May 02, 2018, 10:30 AM

ઢોંગી બાબા પરમાનંદ વિરુદ્ધ જિલ્લા એડમિનિસ્ટ્રેશને વધુ એક મોટી કાર્યવાહી કરી છે

  • Fraud Baba Parmanand molested women giving surity of child his propery now siezed in UP
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બાબાએ કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી હતી.

    બારાબંકી (યુપી): ઢોંગી બાબા પરમાનંદ વિરુદ્ધ જિલ્લા એડમિનિસ્ટ્રેશને વધુ એક મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના ડીએમએ ઢોંગી બાબાની પ્રોપર્ટી જપ્ત કરવાના આદેશ આપ્યા છે. બાબા છેલ્લા 2 વર્ષથી જેલમાં બંધ છે. પરમાનંદ બાબા પુત્રપ્રાપ્તિનો આશીર્વાદ આપવાના બહાને મહિલાઓનું શોષણ કરતો હતો.

    પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ ચાલી રહ્યું છે અભિયાન

    - રામશંકર તિવારી ઉર્ફ ઢોંગી બાબા પરમાનંદને ભાગ્યે જ કોઇ ભૂલ્યું હશે. આ એ જ બાબા છે જે નિઃસંતાન મહિલાઓને બાળક પેદા કરાવી આપવાના બહાને તેમનું યૌન શોષણ કરતો હતો. આ ઢોંગી બાબા વિરુદ્ધ જિલ્લા એડમિનિસ્ટ્રેશને એક વધુ મોટી કાર્યવાહી કરી છે. બારાબંકીના ડીએમ ઉદયભાનુ ત્રિપાઠીએ ઢોંગી બાબાની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા છે.

    - પુત્રપ્રાપ્તિનો આશીર્વાદ આપવાના બહાને મહિલાઓની સાથે ખોટું કામ કરનારો બાબા પરમાનંદ છેલ્લા 2 વર્ષોથી જેલમાં બંધ છે.
    - બાબાની જે સંપત્તિ જપ્ત થઇ છે, તેમાં 7 લાખ અને 2 લાખ રૂપિયાના 2 જનરેટર, એસી, સીલિંગ ફેન સહિત લાખો રૂપિયાનો અન્ય કિમતી સામાન છે.
    - એસપી વી.પી. શ્રીવાસ્તવનું કહેવું છે કે પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ગેંગસ્ટર ઍક્ટમાં જે કેસ નોંધાયેલા છે, તેમાં 14-A હેઠળ આરોપીની તમામ ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

    2016માં થઇ હતી ધરપકડ

    - રામશંકર તિવારી ઉર્ફ બાબા પરમાનંદની પોલીસે મે 2016માં ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલ્યો હતો. બાબા પાસે ચિત્ર-વિચિત્ર સંપત્તિ હોવાનો પણ ખુલાસો થયો હતો.

  • Fraud Baba Parmanand molested women giving surity of child his propery now siezed in UP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઢોંગી બાબા બાળક પેદા કરાવી આપવાની આડમાં મહિલાઓનું શોષણ કરતો હતો.
  • Fraud Baba Parmanand molested women giving surity of child his propery now siezed in UP
    બાબા 2 વર્ષથી જેલમાં બંધ છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending