Home » National News » Desh » બહેને બોનમેરો ડોનેટ કરીને ભાઈનું જીવન બચાવ્યુ| Four Year Old Child Tarun Parayani Disease Of Thalassemia

બહેને કહ્યું... 'નહતી જોઈ શકતી મમ્મી-પાપાની મજબૂરી, ભાઈ બહુ જ નાજૂક હતો'

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 02:53 PM

બહેને બોનમેરો દાન કરતા તેનો ભાઈ થેલેસેમિયા સામે જંગ જીતી શક્યો

 • બહેને બોનમેરો ડોનેટ કરીને ભાઈનું જીવન બચાવ્યુ| Four Year Old Child Tarun Parayani Disease Of Thalassemia
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  10 વર્ષની તમન્ના ભાઈ તરુણ સાથે

  ભોપાલઃ શહેરના ચાર વર્ષીય તરુણ પરયાનીએ થેલેસિમિયાની વિરુદ્ધ યુદ્ધ જીતી લીધું છે. તેની 10 વર્ષીય બહેન તમન્નાએ તેને બોનમેરા દાન કર્યું છે. બોનમેરા ટ્રાન્સપ્લાન્ટથી પાંચ મહિના બાદ તરુણ પોતાની બહેન અને પિતાની સાથે બુધવારે ભોપાલ પરત આવ્યો.

  બહેન બોલી...ભાઈ અને માતા-પિતાનું કષ્ટ સહન નહોતું થતું


  id="spanId"/> id="spanId"/> /> - જ્યારે મારો ભાઈનો જન્મ થયો તો હું ખૂબ જ ખુશ હતી. શરૂઆતથી જ તે ખૂબ જ નાજુક હતો. એક દિવસ તેને તાવ આવ્યો. મમ્મી-પપ્પા હોસ્પિટલ લઈ ગયા. તે ત્રણ દિવસ સુધી દાખલ રહ્યો.
  - મને લાગ્યું કે તે ઠીક થઈને આવી જશે, પરંતુ જ્યારે પપ્પા-મમ્મી ઘરે આવ્યા તો તે રડવા લાગ્યા. તેઓ વાત કરી રહ્યા હતા કે ખબર નહીં તરુણ કેટલું જીવી શકશે. તે જ રાતે પપ્પા આવ્યા અને કહ્યું કે ભાઈને બ્લડ ચઢાવવાનું છે.
  - તે સમયે મને કંઈ સમજમાં ન આવ્યું. હા, મને ભાઈનું કષ્ટ અને મમ્મી-પપ્પાની લાચારતા નહોતી જોઈ શકાતી. ત્યારબાદ તો તરુને દર મહિને ત્રણથી ચાર વાર બ્લડ ચઢાવું પડતું હતું.
  - પપ્પાના દોસ્તે એક દિવસ જણાવ્યું કે ભાઈ ઠીક થઈ શકે છે, તેના માટે અકોલા જવું પડશે. અમે લોકો અકોલા ગયા. તો ત્યાં ડોક્ટરે મારા મમ્મી-પપ્પાના અનેક ટેસ્ટ કરાવ્યા.
  - ફરી જ્યારે ગયા તો ડોક્ટર અંકલે મને બોલાવીને કહ્યું કે તું તારા ભાઈનો જીવ બચાવી શકે છે. મેં કહ્યું કે તમે જે કહેજો, તેમ કરીશ. ત્યારબાદ અનેક લોહીના તપાસ થઈ.
  - ત્યારબાદ પપ્પા-મમ્મીની સાથે અમે બંને ડિસેમ્બરમાં સીએસસી વેલ્લુરની હોસ્પિટલમાં ગયા. ત્યાં મારા સ્પાઇનના હાડકામાંથી કંઈક કાઢવામાં આવ્યું.
  - ત્રણ-ચાર દિવસ તો હું ઊંઘી પણ ન શકી. ત્યારબાદ ડોક્ટર અંકલે મને બુકે, ટેડીબેર આપીને કહ્યું તું એક એન્જેલ છે.
  - તેં તારા ભાઈનો જીવ બચાવ્યો. સાચું કહ્યું જ્યારે ભાઈને બ્લડ ચઢતું હતું એન તે રડતો હતો, અનેકવાર નસ નહોતી મળતી તો બધા સાથે રડતા હતા.
  - મને નહોતું ગમતું કે મમ્મી-પપ્પા કે તરુણની આંખોમાં આંસુ આવે. મને ખુશી છે કે હવે મારા તરુણને લોહી નહીં ચઢાવું પડે.
  (તમન્નાએ ભાસ્કર સાથે વાત કર્યા તે મુજબ)

  દીકરાને સાડા ત્રણ વર્ષમાં ચઢાવ્યું 112 વાર લોહી


  - પિતા દીપક પરયાનીએ જણાવ્યું કે જ્યારે દીકરો ત્રણ મહિનાનો હતો ત્યારે ખબર પડી કે તે થેલેસીમિયાથી પીડિત છે.
  - ડિસેમ્બર 2017 સુધી તેને 112 વાર લોહી ચઢાવવામાં આવ્યું. તેના બહેનનું મોત પણ થેલેસિમિયાથી થયું હતું. તેના કારણે જ્યાં પણ કેમ્પ લાગતા, ત્યાં અમે પહોંચી જતા.
  - એક મિત્રએ જણાવ્યું કે અકોલામાં ગુજરાત થેલેસિમિયા સોસાયટીનો કેમ્પ લાગ્યો છે. ત્યાં એક ડોક્ટરે બોનમેરા ટ્રાન્સપ્લાન્ટ વિશે જણાવ્યું.
  - તેઓએ ગુજરાત બોલાવ્યા અને દીકરી અને મારા તથા પત્નીના ટેસ્ટ કર્યા. દીકરીનો બોનમેરો મેચ થઈ ગયો. ત્યારબાદ મેં ભોપાલ આવીને 19 લાખ રૂપિયા એકત્ર કર્યા.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • બહેને બોનમેરો ડોનેટ કરીને ભાઈનું જીવન બચાવ્યુ| Four Year Old Child Tarun Parayani Disease Of Thalassemia
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  તમન્નાએ બચાવ્યો ભાઈનો જીવ
 • બહેને બોનમેરો ડોનેટ કરીને ભાઈનું જીવન બચાવ્યુ| Four Year Old Child Tarun Parayani Disease Of Thalassemia
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • બહેને બોનમેરો ડોનેટ કરીને ભાઈનું જીવન બચાવ્યુ| Four Year Old Child Tarun Parayani Disease Of Thalassemia
  તરુણે થેલેસેમિયા સામે જીતી જંગ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ