6,000ની શરત માટે કરી 'ડેથ રેસ', ગાડીના થયા 3 ટુકડા - 4ના મોત

160 કિમીની સ્પીડ પર કંટ્રોલ બહાર થઈ ગઈ હતી ગાડી, હોટલમાં જમીને પરત ઘરે આવતો હતો પરિવાર

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:56 AM
6,000ની શરત માટે કરી 'ડેથ રેસ'
6,000ની શરત માટે કરી 'ડેથ રેસ'

જાલંધરથી આવેલા સંબંધીઓ સાથે ઢાબા પર જમીને ઘરે જલદી પહોંચવા માટે છ હજારની શરત લગાવવા 160 કિમીની સ્પીડે ચલાવવામાં આવેલી કાર 'ડેથ રેસ' સાબીત થઈ હતી. વધારે સ્પીડના કારણે કાર નિયંત્રણ બહાર જતી રહી હતી અને આઉટર એરિયામાં એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

માહિલપુર: જાલંધરથી આવેલા સંબંધીઓ સાથે ઢાબા પર જમીને ઘરે જલદી પહોંચવા માટે છ હજારની શરત લગાવવા 160 કિમીની સ્પીડે ચલાવવામાં આવેલી કાર 'ડેથ રેસ' સાબીત થઈ હતી. વધારે સ્પીડના કારણે કાર નિયંત્રણ બહાર જતી રહી હતી અને આઉટર એરિયામાં એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. ઝાડ સાથે અથડાયા પછી કારના ત્રણ ટુકડા થઈ ગયા હતા. કારમાં પાંચ લોકો હતા તેમાંથી ચાર લોકોના મોત થઈ ગયા છે. મૃતક કમલ કિશોરની દીકરીએ જણાવ્યું કે, કારમાં પપ્પા સિવાય મા મોનિકા સહદેવ, મામા અમિત કુમાર, મામી પૂજા અને તેમનો માસીનો દીકરો ગૌરવ બગ્ગા હતા.

આ રીતે થયો એક્સિડન્ટ


- શનિવારે રાતે 11 વાગે હંદોવાલ પાસે બનેવા ઢાબા પર અમે પરિવાર સાથે જમવા ગયા હતા.
- રાતે એક વાગે ઢાબા પરથી નીકળતી વખતે પોત-પોતાની ગાડીમાં બેસતી વખતે કોણ ઘરે વહેલા પહોંચે તે વાતમાં બંનેમાં રૂ. 6,000ની શરત લાગી હતી.
- કમલ કિશોરનો દીકરો મોહિત, દીકરી પ્રિયંકા, ગૌરવનો દીકરો અંકિત બગ્ગા, દીકરી એસલિ બગ્ગા અને ગૌરવની પત્ની વરના કારમાં બેઠા હતા, જેને મોહિત ચલાવતો હતો.

આ લોકોના થયા મોત


- ઘટના સમયે ગાડી ગૌરવ બગ્ગા ચલાવી રહ્યો હતો. ગૌરવનો દીકરો અંકિત ધોરણમાં 12 અને દીકરી એસલિ 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે લોકો મોહિતની કારમાં હોવાથી બચી ગયા છે.
- મૃતકોની ઓળખ 52 વર્ષના કમલ કિશોર, 32 વર્ષના ગૌરવ બગ્ગા, 28 વર્ષના અમિત કુમાર, 26 વર્ષની પૂજા અને 45 વર્ષના મોનિકા સહદેદ તરીકે કરવામાં આવી છે.
- પોલીસે કલમ 174 અંતર્ગત કાર્યવાહી કરીને મૃતદેહો પરિવારજનોને સોંપી દીધા છે.

માહિલપુર સ્વર્ણકાર સંઘના સભ્યોએ મનાવ્યો શોક


- મૃતક કમલ કુમાર સ્વર્ણકાર સંઘના પ્રેસિડન્ટ હોવાથી ઘટનાની માહિતી મળતાં જ આ સંઘ દ્વારા શોક પાળવામાં આવ્યો હતો.
- ફગવાડા રોડ માહિલપુરમાં કમલ જ્વેલર્સ નામથી દુકાન છે. લોકોએ રવિવારે તેમની દુકાનો બંધ રાખીને કમલ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી.
- કલમ કુમારના ત્રણ બાળકો છે. જેમાં મોહિત દુકાન પર પિતાની સાથે કામ કરતો હતો.
- દીકરી પ્રિયંકા લવલી ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે.

આગળની સ્લાઈડમાં જુઓ એક્સિડન્ટની અન્ય તસવીરો

એક્સિડન્ટમાં કારના થયા 3 ટુકડા
એક્સિડન્ટમાં કારના થયા 3 ટુકડા
કારની સ્પીડ 160 કિમી હતી
કારની સ્પીડ 160 કિમી હતી
બચી ગયેલી પ્રિયંકાએ જણાવી સમગ્ર વાત
બચી ગયેલી પ્રિયંકાએ જણાવી સમગ્ર વાત
મૃતક અમિત કુમાર અને પૂજા
મૃતક અમિત કુમાર અને પૂજા
મૃતક ગૌરવ બગ્ગા
મૃતક ગૌરવ બગ્ગા
મૃતક કમલ કુમાર
મૃતક કમલ કુમાર
X
6,000ની શરત માટે કરી 'ડેથ રેસ'6,000ની શરત માટે કરી 'ડેથ રેસ'
એક્સિડન્ટમાં કારના થયા 3 ટુકડાએક્સિડન્ટમાં કારના થયા 3 ટુકડા
કારની સ્પીડ 160 કિમી હતીકારની સ્પીડ 160 કિમી હતી
બચી ગયેલી પ્રિયંકાએ જણાવી સમગ્ર વાતબચી ગયેલી પ્રિયંકાએ જણાવી સમગ્ર વાત
મૃતક અમિત કુમાર અને પૂજામૃતક અમિત કુમાર અને પૂજા
મૃતક ગૌરવ બગ્ગામૃતક ગૌરવ બગ્ગા
મૃતક કમલ કુમારમૃતક કમલ કુમાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App