20 સેકન્ડમાં ભરભર ભૂક્કો થઈ 4 માળની હોટલ, ટોર્ચના પ્રકાશમાં આ રીતે બહાર કાઢી લાશો

જર્જરિત થઈ ગયેલી બિલ્ડિંગમાં અંદરને અંદર જ રિપેરિંગ કામ ચાલતું હતું, ઘટનામાં કુલ 10 લોકોના મોત

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 11:40 AM
લોકોને આ રીતે બહાર કાઢવામાં આવ્યા
લોકોને આ રીતે બહાર કાઢવામાં આવ્યા

સરવેટ બસ સ્ટેન્ડમાં એમએસ હોટલની 80 વર્ષ જૂની બિલ્ડિંગ 20 સેકન્ડમાં પડી ગઈ હતી. ધુળના ગોટા અને અંધારામાં લોકો પોતાનો જીવ બચાવવા આમ-તેમ ભાગી રહ્યા હતા. આ ઘટનામાં હોટલ માલિકની બેદરકારી સહિત નિગમ પ્રશાસન પણ જવાબદાર ગણાવવામાં આવ્યું છે.

ઈન્દોર: સરવેટ બસ સ્ટેન્ડમાં એમએસ હોટલની 80 વર્ષ જૂની બિલ્ડિંગ 20 સેકન્ડમાં પડી ગઈ હતી. ધુળના ગોટા અને અંધારામાં લોકો પોતાનો જીવ બચાવવા આમ-તેમ ભાગી રહ્યા હતા. આ ઘટનામાં હોટલ માલિકની બેદરકારી સહિત નિગમ પ્રશાસન પણ જવાબદાર ગણાવવામાં આવ્યું છે. નગર નિગમે આ ઈમારતને પહેલેથી જ જર્જરિત જાહેર કરી રાખી હતી પરંતુ નિગમ દ્વારા તેને પાડવામાં પણ ન આવી અને તેના ઉપર બે વધારે ફ્લોર બનાવવામાં આવ્યા તેમ છતા કોઈ પગલાં લેવામાં પણ આવ્યા નહતા. આ સિવાય ઘટનામાં જે બેન્ક મેનેજરનું મૃત્યુ થયું છે તેની પત્ની અને દીકરીનો આરોપ છે કે, હોટલની અંદર રિપેરિંગ કામ ચાલતુ હતું.

ભીડ ભગાડવા કરવો પડ્યો લાઠીચાર્જ


- આઠ દિવસ પહેલાં આ જ હોટલની છત પણ પડી હતી. હોટલની આસપાસના લોકોનું કહેવું છે કે, આ હોટલ 60 વર્ષ જૂની છે.
- આ હોટલની ઉપર તે જ પિલર પર વધારાના બે ફ્લોર પણ બનાવી દેવામાં આવ્યા હતા. બે-ત્રણ વાર તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી.
- એ વાત પણ સામે આવી છે કે, મેનેજરની તેમના દીકરા સાથે 10 મિનિટ પહેલાં જ વાત થઈ હતી. મેનેજરે દીકરાને કહ્યું હતું કે, હું હોટલમાં છું. દીકરાએ કહ્યું કે, હું તમને મળવા આવું છું. પરંતુ દીકરો આવે તે પહેલાં જ આ ઘટના બની હતી.
- ઈમારત કડડડ ભૂસ થતાં જ આજુ બાજુ ધુળ ઉડવા લાગી હતી. બિલ્ડિંગની આજુ-બાજુ ઉભેલા લોકોને 10 મિનિટ તો ખબર જ ન પડી કે અચાનક આ શું થઈ ગયું?
- ઘટના પછી સોશિયલ મીડિયા પર ઘાયલોને બ્લડ આપવાના મેસેજ પણ વાયરલ થવા લાગ્યા હતા.
- ઘાયલોને એમવાય હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવા આવ્યા હતા. ઘણાં લોકો ત્યાં બ્લડજ આપવા માટે પણ પહોંચ્યા હતા.
- જ્યાં આ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી ત્યાં લોકોની એટલી ભીડ ભેગી થઈ ગઈ હતી કે બચાવ અને રાહત કાર્યમાં પણ તકલીફ પડવા લાગી હતી. અંતે પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે લોકો પર લાઠીચાર્જ કરીને તેમને ત્યાંથી ભગાડ્યા હતા.

લોકો મને બચાવવામાં પડ્યા હતા, એને પહેલાં મદદ મળતી તો તે બચી જતો


- હોટલની પાસે રિક્શામાં રાજૂ નામનો એક વ્યક્તિ અને વૃદ્ધ બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે જ આ ઈમારત ધરાશાયી થઈ હતી.
- મહેશ નામના વૃદ્ધે જણાવ્યું કે, મારા કરતા વધારે ઈજા રાજુને થઈ હતી. તે તડપી રહ્યો હતો. બધા લોકો મારી ઉંમરના કારણે મને બચાવવામા પડ્યા હતા પરંતુ જો રાજુને પહેલાં મદદ મળી હોત તો તે બચી જાત
- રાજુ અને મહેશભાઈ વાતો કરતા હતા ત્યારે એક કસ્ટમર પણ આવ્યો હતો પરંતુ રાજુએ તેને ના પાડી દીધી હતી.

કાર એટીએમ સાથે અથડાઈ હોવાની વાત ખોટી


- ઘટના પછી એવી અફવા ફેલાઈ હતી કે, એક કાર એટીએમ સાથે અથડાઈ હતી અને ત્યારપછી આ ઘટના બની હતી. જોકે કાર માલિક અશોક અરોરાએ જણાવ્યું કે, તેઓ ડ્રાઈવર રાજેશ મિશ્રા સાથે ગાડી પાર્ક કરીને નજીકમાં તેમનું ઘર હતું ત્યાં થોડા કામ માટે ગયા હતા. પાછા આવીને જોયુ તો ગાડી મલબા નીચે દબાઈ ગઈ હતી. તેમણે ખુલાસો કર્યો કે કારનો કોઈ એક્સિડન્ટ થયો નહતો.

ઘટના પછી એટીએમના પૈસા બચાવવાની કયાવત શરૂ થઈ


- મોડી રાતે પોલીસ-પ્રસાસન અને નિગમની ટીમ મલબો હટાવવા અને દબાયેલા લોકોને શોધવામાટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે મલબામાં દબાયેલું એટીએમ અને તેમાં રાખવામાં આવેલા પૈસા પણ બચાવવાની કવાયત શરૂ કરી હતી.

મોડી રાત સુધી મલબો હટાવતી રહી હતી રેસ્ક્યુ ટીમ


- હોટલ ધરાશાયી થયા પછી મોડી રાત સુધી રેસ્ક્યુ ટીમ મલબો હટાવતી રહી હતી. ઘટનાની જાણ થતાં દુર-દુરથી પણ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ રાહત બચાવ કાર્યમાં પોલીસની મદદ કરી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ કેવી રીતે બહાર કાઢવામાં આવી લાશો

કુલ 10 લોકોના મોત
કુલ 10 લોકોના મોત
4 માળની હોટલ થઈ ધરાશાયી
4 માળની હોટલ થઈ ધરાશાયી
એક કાર પણ મલબા નીચે દબાઈ
એક કાર પણ મલબા નીચે દબાઈ
મોડી રાત સુધી કરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશન
મોડી રાત સુધી કરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશન
હોટલ માલિક અને નગર નિગમની બેદરકારીથી થઈ ઘટના
હોટલ માલિક અને નગર નિગમની બેદરકારીથી થઈ ઘટના
60 વર્ષ જૂની જર્જરિત ઈમારત હતી
60 વર્ષ જૂની જર્જરિત ઈમારત હતી
Fours stores dilapidated ground in 20 seconds, 10 dead
X
લોકોને આ રીતે બહાર કાઢવામાં આવ્યાલોકોને આ રીતે બહાર કાઢવામાં આવ્યા
કુલ 10 લોકોના મોતકુલ 10 લોકોના મોત
4 માળની હોટલ થઈ ધરાશાયી4 માળની હોટલ થઈ ધરાશાયી
એક કાર પણ મલબા નીચે દબાઈએક કાર પણ મલબા નીચે દબાઈ
મોડી રાત સુધી કરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશનમોડી રાત સુધી કરવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશન
હોટલ માલિક અને નગર નિગમની બેદરકારીથી થઈ ઘટનાહોટલ માલિક અને નગર નિગમની બેદરકારીથી થઈ ઘટના
60 વર્ષ જૂની જર્જરિત ઈમારત હતી60 વર્ષ જૂની જર્જરિત ઈમારત હતી
Fours stores dilapidated ground in 20 seconds, 10 dead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App