બહેનના લગ્નમાં ગયા'તા 4 ફ્રેન્ડ્સ, નીકળી ગયા જીવનના છેલ્લા સફર પર- આ રીતે મળી લાશ

રોડ ઉપર અચાનક રખડતું ઢોર આવી જવાના કારણે થયો અકસ્માત, બેના જીવ બચ્યા

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 12:08 AM
કારનો થયો ભીષણ અકસ્માત, 4 યુવકના થયા મોત
કારનો થયો ભીષણ અકસ્માત, 4 યુવકના થયા મોત

ચાર મિત્રો બહેનના લગ્નમાં ગયા હતા ત્યાંથી જ તેઓ તેમના જીવનના અંતિમ સફર ઉપર નીકળી ગયા હતા. પંજાબના પટિયાલામાં થયેલા એક ભીણષ અકસ્માતમાં ચાર યુવા ફ્રેન્ડ્સના મોત થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

ચંદીગઢ: ચાર મિત્રો બહેનના લગ્નમાં ગયા હતા ત્યાંથી જ તેઓ તેમના જીવનના અંતિમ સફર ઉપર નીકળી ગયા હતા. પંજાબના પટિયાલામાં થયેલા એક ભીણષ અકસ્માતમાં ચાર યુવા ફ્રેન્ડ્સના મોત થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. અહીં એક ફૂલ સ્પીડે આવતી કાર ઝાડ સાથે અથડાઈ જતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. બે યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયામ અન્ય બે યુવકોના પણ મોત થઈ ગયા હતા.

કાંટાળી તારમાં ફસાઈ ગયો હતો મૃતદેહ


- ઘટનાની જાણ થતાં જ મોડલ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગુરદીપ સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ચારેય યુવક 25થી 26 વર્ષના જ હતા. એક્સિડન્ટ એટલો ભીષણ હતો કે ગાડીના ફૂરચા થઈ ગયા હતા. ગાડી ઝાડ સાથે અથડાયા પછી દરેક યુવક કારમાંથી ઉછળીને બહાર પડ્યા હતા. એક યુવકનો મૃતદેહ તો મિલેટ્રી એરિયાની બહાર લગાવવામાં આવેલી કાટાંળી તાર પર લટકી ગયો હતો.

રખડતા ઢોરને બચાવવાના કારણે થયો એક્સિડન્ટ


સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે પટિયાલાના સંગરુર રોડ પર એવિયેશન ક્લબ તરફથી એક કાર ફૂલ સ્પીડે આવી રહી હતી. તે દરમિયાન જ રોડ ઉપર એક રખડતું ઢોર આવી ગયું હતું. ઢોરને બચાવવાના કારણે કાર ચાલકે ગાડી સાઈડમાંથી લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના કારણે કાર નિયંત્રણ બહાર જતી રહી હોવાથી આ અકસ્માત સર્જાયો. જો કાર ચાલકે કારની સાઈડ ન બદતી હોત તો ઢોર મરી જાત.

કારની એર બેગ્સ ખુલી જતા બેના જીવ બચ્યા


- ઘાયલ યુવક ચનપ્રીત સિંહે જણાવ્યું કે, અમે અંદાજે 10 ફ્રેન્ડ્સ અમારા મિત્ર રવિની બહેનના લગ્નમાં સામેલ થવા બરનાલા જવા નીકળ્યા હતા. સવારે 3 વાગે અમે પટિયાલા જવા રવાના થયા હતા. ગાડીને હું જ ચલાવી રહ્યો હતો અને મારી બાજુમાં જશ્નદીપ સિંહ બેઠો હતો. ગાડી અથડાઈ ત્યારે કારની એર બેગ્સ ખુલી જવાના કારણે પાછળ બેઠેલા ચાર ફ્રેન્ડ્સના જીવ જતા રહ્યા.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

કારનો ફુર્ચા પણ ઉડી જાય તેવો થયો અકસ્માત
કારનો ફુર્ચા પણ ઉડી જાય તેવો થયો અકસ્માત
કડતું ઢોર રસ્તામાં આવી જતા થયો અકસ્માત
કડતું ઢોર રસ્તામાં આવી જતા થયો અકસ્માત
ઘટનામાં 4ના મોત, એરબેગ્સ ખુલતાં બેના જીવ બચી ગયા
ઘટનામાં 4ના મોત, એરબેગ્સ ખુલતાં બેના જીવ બચી ગયા
મૃતકોની ઓળખ નવકિરણ સિંહ, જગજીવન કુમાર, લવપ્રીત લિંહ અને રમન કંબોજ તરીકે થઈ છે
મૃતકોની ઓળખ નવકિરણ સિંહ, જગજીવન કુમાર, લવપ્રીત લિંહ અને રમન કંબોજ તરીકે થઈ છે
X
કારનો થયો ભીષણ અકસ્માત, 4 યુવકના થયા મોતકારનો થયો ભીષણ અકસ્માત, 4 યુવકના થયા મોત
કારનો ફુર્ચા પણ ઉડી જાય તેવો થયો અકસ્માતકારનો ફુર્ચા પણ ઉડી જાય તેવો થયો અકસ્માત
કડતું ઢોર રસ્તામાં આવી જતા થયો અકસ્માતકડતું ઢોર રસ્તામાં આવી જતા થયો અકસ્માત
ઘટનામાં 4ના મોત, એરબેગ્સ ખુલતાં બેના જીવ બચી ગયાઘટનામાં 4ના મોત, એરબેગ્સ ખુલતાં બેના જીવ બચી ગયા
મૃતકોની ઓળખ નવકિરણ સિંહ, જગજીવન કુમાર, લવપ્રીત લિંહ અને રમન કંબોજ તરીકે થઈ છેમૃતકોની ઓળખ નવકિરણ સિંહ, જગજીવન કુમાર, લવપ્રીત લિંહ અને રમન કંબોજ તરીકે થઈ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App