કેરળ: રેડ એફએમના પૂર્વ RJની હત્યા, સ્ટુડિયોમાં ઘૂસીને કર્યો હુમલો

કેરળ એફએમના RJ રાજેશ, જેઓ રસિકન રાજેશ નામથી પ્રખ્યાત છે, તેમના પર અજાણ્યા લોકોએ રેડિયો સ્ટેશનમાં ઘૂસીને હુમલો કર્યો

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 10:18 AM
મંગળવારની રાતે પોતાના સહયોગી સાથે તેઓ સ્ટુડિયોમાં હતા. (ફાઇલ)
મંગળવારની રાતે પોતાના સહયોગી સાથે તેઓ સ્ટુડિયોમાં હતા. (ફાઇલ)

મંગળવારે મોડી રાતે તિરુવનંતપુરમના જાણીતા રેડિયો જૉકીની હત્યા કરી દેવામાં આવી. કેરળ એફએમના 36 વર્ષીય RJ રાજેશ, જેઓ રસિકન રાજેશ નામથી પ્રખ્યાત છે, તેમના પર અજાણ્યા લોકોએ રેડિયો સ્ટેશનમાં ઘૂસીને હુમલો કર્યો. આરજે રાજેશ સાથે તેમના દોસ્ત કુટ્ટન પર પણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં આરજે રાજેશનું મોત થઇ ગયું. ઉલ્લેખનીય છે કે રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

તિરુવનંતપુરમ: મંગળવારે મોડી રાતે તિરુવનંતપુરમના જાણીતા રેડિયો જૉકીની હત્યા કરી દેવામાં આવી. કેરળ એફએમના 36 વર્ષીય RJ રાજેશ, જેઓ રસિકન રાજેશ નામથી પ્રખ્યાત છે, તેમના પર અજાણ્યા લોકોએ રેડિયો સ્ટેશનમાં ઘૂસીને હુમલો કર્યો. આરજે રાજેશ સાથે તેમના દોસ્ત કુટ્ટન પર પણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં આરજે રાજેશનું મોત થઇ ગયું. ઉલ્લેખનીય છે કે રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

સ્ટેજ શો કરીને સ્ટુડિયો પાછા ફર્યા હતા

- એજન્સીના જણાવ્યા પ્રમાણે, રાજેશ પોતાના દોસ્ત સાથે એક સ્ટેજ શો કરવા ગયા હતા. સોમવારે રાતે લગભગ 2 વાગે તેઓ ઓફિસ પાછા ફર્યા હતા. અહીંયા તેઓ પોતાનો સામાન મૂકવા માટે આવ્યા હતા.

- તે સમયે કારમાં આવેલા 3 અજાણ્યા બદમાશોએ તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરી દીધો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી.
- ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશ અને તેમના દોસ્ત કુટ્ટનને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ રાજેશને મૃત જાહેર કર્યા.

મિમિક્રી આર્ટ માટે પણ મશહૂર હતા રાજેશ

- આરજે રાજેશ પોતાની મિમિક્રી આર્ટ માટે પણ ઘણા મશહૂર હતા. રેડિયો જૉકી હોવા ઉપરાંત તેઓ લોક ગાયક પણ હતા.

- રાજેશ 'મેટ્રો સ્ટેશન' નામથી પોતાની રેડિયો ચેનલ ચલાવતા હતા. આ પહેલા રાજેશ રેડ એફએમમાં પણ કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ દોહામાં 'વોઇસ ઑફ કેરાલા'માં કામ કરવા લાગ્યા હતા.
- તેઓ તાજેતરમાં જ દોહાથી ભારત પાછા ફર્યા હતા.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)
રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)
રાજેશ રેડિયો જૉકી હોવા ઉપરાંત લોક ગાયક પણ હતા. (ફાઇલ)
રાજેશ રેડિયો જૉકી હોવા ઉપરાંત લોક ગાયક પણ હતા. (ફાઇલ)
X
મંગળવારની રાતે પોતાના સહયોગી સાથે તેઓ સ્ટુડિયોમાં હતા. (ફાઇલ)મંગળવારની રાતે પોતાના સહયોગી સાથે તેઓ સ્ટુડિયોમાં હતા. (ફાઇલ)
રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)રાજેશ પહેલા રેડ એફએમના રેડિયો જૉકી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)
રાજેશ રેડિયો જૉકી હોવા ઉપરાંત લોક ગાયક પણ હતા. (ફાઇલ)રાજેશ રેડિયો જૉકી હોવા ઉપરાંત લોક ગાયક પણ હતા. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App