ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» RSSના કાર્યક્રમમાં ભાગ લેવા આજે પ્રવણ'દા જશે નાગપુર| Pranab Mukherjee Nagpur Visit For Sangha Program

    પ્રણવ'દા સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા આજે જશે નાગપુર, 30 કોંગ્રેસીઓની ના

    divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 09:41 AM IST

    કોંગ્રેસના 30 નેતાઓએ સંઘના કાર્યક્રમમાં ન જવા માટે પ્રણવ મુખરજીને અપીલ કરી હતી
    • પ્રણવ'દા સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા આજે જશે નાગપુર, 30 કોંગ્રેસીઓની ના
      પ્રણવ'દા સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા આજે જશે નાગપુર, 30 કોંગ્રેસીઓની ના

      નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા માટે નાગપુર જવાના છે. તેઓ દિલ્હીથી સંઘ સંચાલકની સાથે જ અહીં પહોંચશે. એરપોર્ટ પર સંઘના સ્વયંસેવક જ તેમનું સ્વાગત કરશે. પ્રણવ મુખરજી ગુરુવારે સંઘ મુખ્યાલયમાં થનારા મુખ્ય કાર્યક્રમમાં સંઘસંચાલક ડૉ. મોહન ભાગવત સાથે સ્ટેજ શેર કરતા જોવા મળશે. સ્વયંસેવકો માટે આયોજિત સંઘ સિક્ષા વર્ગના દીક્ષાંત સમારોહમાં પ્રણવ મુખરજીને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. 25 દિવસ સુધી ચાલનારા પ્રશિક્ષણનો આ કાર્યક્રમ 7 જૂને પુરૂ થવાનું છે.

      કોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ


      - આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે. તેમની ઉંમર 25થી 30 વર્ષની છે.
      - જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ નેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખરજીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખરજી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને વધારે મજબૂતી મળશે.

      સિક્રેટ મીટિંગ- ઈન્દિરાના મોત પછી સંઘે રાજીવને સમર્થન આપ્યું હતું


      - વૈચારિક મતભેદો હોવા છતા સંઘ અને કોંગ્રેસ એક બીજાની મદદ કરતા હતા. બંનેમાં સંવાદ પણ થતા હતા. વર્ષ 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીએ સંઘના નેતાઓ સાથે સિક્રેટ મીટિંગ કરી હતી. તેઓ આરએસએસ પ્રમુખ બાલાસાહેબ દેવરસને પણ મળ્યા હતા.
      - રાજીવ ગાંધીએ દેવરસના નાના ભાઈ ભાઉરાવ દેવરસ સાથે પણ અડધો ડઝન વખત મુલાકાત કરી હતી. પરિણામ એ આવ્યું કે, જનસંઘ હોવા છતા સંઘે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેનું પ્રમાણ ચૂંટણી પહેલાં નાનાજી દેશમુખ દ્વારા લખવામાં આવેલા લેખથી મળ્યું હતું.
      - આ લેખ પ્રતિપક્ષ મેગેઝીનમાં છપાયો હતો. તેમાં તેમણે ઈન્દિરાના વખાણ કર્યા હતા. તે 25 નવેમ્બર 1984ના પ્રતિપક્ષ મેગેઝીનના અંકમાં હતો. તેમાં તેમણે રાજીવ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરી હતી. આ સિવાય પૂર્વ પીએમ પીવી નરસિમ્હા રાવ ઉપર પણ સંઘ સાથે અંગત સંબંધ હોવાનો આરોપ લાગ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: RSSના કાર્યક્રમમાં ભાગ લેવા આજે પ્રવણ'દા જશે નાગપુર| Pranab Mukherjee Nagpur Visit For Sangha Program
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `