ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» મનમોહન સિંહે જીએસટી અને નોટબંધીને મોદી સરકારની સૌથી મોટી ખામી ગણાવી| Former PM Manmohan Singh blaimed Narendra Modi

    PM દાવોસમાં નીરવ મોદી સાથે જ હતા, થોડા દિ' બાદ તે ભાગી ગયો: પૂર્વ PM

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 01:47 PM IST

    મનમોહન સિંહે જીએસટી અને નોટબંધીને મોદી સરકારની સૌથી મોટી ખામી ગણાવી છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      બેંગાલુરુઃ મનમોહન સિંહે સોમવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ PNB કૌભાંડના આરોપી નીરવ મોદી તેમજ છેલ્લાં બે વર્ષમાં મોદી સરકારના બે મોટા આર્થિક નિર્ણય- નોટબંધી અને GSTનો પણ ઉલ્લેખ કર્યો. મનમોહન સિંહે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, આપણાં વડાપ્રધાન દાવોસમાં નીરવ મોદીની સાથે હતા. થોડાક દિવસ બાદ નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો. મોદી સરકારની બે મોટી ભૂલ હતી નોટબંધી અને GSTને લાગુ કરવાની ઉતાવળ. આ બંને ભૂલને ટાળી શકાય હોત. આ બ્લંડરના કારણે જે આર્થિક નુકસાન થયું, તેનાથી નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગકારોને નુકસાન થયું. મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ પણ ગઈ છે.

      મોદી સરકારનું મિસ મેનેજમેન્ટ સ્પષ્ટ રીતે જોવા મળ્યું: મનમોહન સિંહ

      - અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, "નોટબંધી અને GST ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાને નુકશાન થયું છે. પેટ્રોલની ઉંચી કિંમતોના કારણે દેશની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોદી સરકારનું મિસ મેનેજમેન્ટ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે."
      - "મોદી સરકારના આર્થિક પ્રબંધનથી સામાન્ય લોકો બેન્કિંગ વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. હાલની ઘટનાઓથી થયેલી રોકડની મુશ્કેલીને અનેક રાજ્યોમાં રોકવામાં આવી શકી હોત."
      - "આપણાં વડાપ્રધાન દાવોસમાં નીરવ મોદીની સાથે હતા. થોડાંક દિવસ પછી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો. આનાથી મોદી સરકારના વંડરલેન્ડમાં થઈ રહેલી દુઃખદ ચીજો જોવા મળે છે. જ્યાં સુધી નીરવ મોદીનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે 2015-16 સુધી કંઈને કંઈક ચાલી રહ્યું હતું, પરંતુ મોદી સરકારે કંઈજ ન કર્યું."

      મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ

      - જે રીતે નરેન્દ્ર મોદી રોજ તેમના વિરોધીઓ સામે વાત કહેવા માટે તેમના પદનો ઉપયોગ કરે છે તેવો દુરઉપયોગ આજ સુધી કોઈ વડાપ્રધાને કર્યો નથી. વડાપ્રધાનનું આટલા નિચલા સ્તરે જતા રહેવું યોગ્ય નથી. આ દેશમાટે યોગ્ય નથી.
      - તેમણે કહ્યું કે, સતત ટેક્સમાં વધારો કરીને ભાજપ સરકારે સામાન્ય જનતાનું ભારણ વધારી દીધું છે. આજે આપણો દેશ ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આપણાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મનમોહન સિંહે જીએસટી અને નોટબંધીને મોદી સરકારની સૌથી મોટી ખામી ગણાવી| Former PM Manmohan Singh blaimed Narendra Modi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top