ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પૂર્વ PM અટલ બિહારી વાજપેયી AIIMS હોસ્પિટલમાં દાખલ| Former PM Atal Bihari Vajpayee admitted to AIIMS

  AIIMSમાં વાજપેયી દાખલ, મોદી 50 મિનિટ રોકાયા, અડવાણી પણ પહોંચ્યા

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 10:17 PM IST

  ડોક્ટર્સની સલાહના આધારે તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
  • AIIMSમાં વાજપેયી દાખલ, મોદી 50 મિનિટ રોકાયા, અડવાણી પણ પહોંચ્યા
   AIIMSમાં વાજપેયી દાખલ, મોદી 50 મિનિટ રોકાયા, અડવાણી પણ પહોંચ્યા

   નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 93 વર્ષીય વાજપેયીને અહીં નિયમિત ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનને એમ્સના નિર્દેશક ડો રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે વાજપેયીજીની હાલત સ્થિર છે. અટલજીની તબિયતની ખબર કાઢવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સ પહોંચ્યા હતા અને તેઓ લગભગ 50 મિનિટ હોસ્પિટલમાં રોકાયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીએ અટલજીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત છ દાયકાથી વાજપેયી સાથે વીતાવનારા લાલકૃષ્ણ અડવાણી પણ હોસ્પિટલમાં તેમની તબિયતના સમાચાર જાણવા આવ્યા હતા.

   આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અહીં આવીને વાજપેયીની હાલતની જાણકારી મેળવી હતી. વાજપેયીજી લાંબા સમયથી બીમાર છે. એઇમ્સે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર છે.

   રાજનાથ, નડ્ડા સહિતના પ્રધાનો હાજર


   - તે પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ એમ્સમાં અટલજીની ખબર પૂછી ગયા હતા.
   - ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સહિત અનેક પ્રધાનો પણ એમ્સમાં હાજર રહ્યા છે.

   ઘણા સમયથી ઘરે જ ડોક્ટર્સની દેખરેખમાં છે

   - અટલ બિહારી વાજપેયી ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે, તેઓ પોતાના નિવાસસ્થાન પર જ ડોક્ટર્સની દેખરેખમાં છે. સોમવારે ડોક્ટર્સની સલાહ પર જ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
   - બીજેપી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે નિયમિત ચેકઅપ માટે તેઓ અહીં આવ્યા છે. તેમને એઇમ્સના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.
   - ઉલ્લેખનીય છે કે, ડો. ગુલેરિયા દેશના પહેલા ડોક્ટર છે, જેમને પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં ડીએમની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1992માં તેઓ એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો ઈલાજ પણ તેમની જ દેખરેખમાં થયો હતો.
   - ડો. ગુલેરિયા મૂળે હિમાલચ પ્રદેશના રહેવાસી છે. તેમનો મેડિકલનો અભ્યાસ ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સમાં થયો છે.

   છેલ્લી વાર 2015માં સામે આવી હતી વાજપેયીની તસવીર


   - અટલ બિહારી વાજપેયીની તસવીરો છેલ્લે 2015માં સામે આવી હતી. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના ઘરે જઈને તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

   ત્રણ વાર બન્યા દેશના વડાપ્રધાન


   - અટલ બિહારી વાજપેયી ત્રણ વાર દેશના વડાપ્રધાન બન્યા. સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. પરંતુ બહુમત સાબિત કરી ન કરી શકવાને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું.
   - બીજી વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા. સહયોગી પાર્ટીઓ દ્વારા સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી ચૂંટણી યોજાઈ.
   - 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ફરી વડાપ્રધાન બન્યા. તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાઇ પૂરો કર્યો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પૂર્વ PM અટલ બિહારી વાજપેયી AIIMS હોસ્પિટલમાં દાખલ| Former PM Atal Bihari Vajpayee admitted to AIIMS
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `