અબજપતિ ભાઈઓમાં ઝઘડો/ ફોર્ટિસના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહે નાના ભાઈ પર મારઝૂડનો લગાવ્યો આરોપ

દેશના ફાર્મા સેક્ટરમાં પહેલીવાર બે ભાઈઓ વચ્ચે મારઝૂડ થઈ

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 01:20 PM

- મલવિંદરે ઈજાના નિશાન બતાવીને તસવીર અને વીડિયો વોટ્સએપ પર પોસ્ટ કર્યા

- શિવિંદરે આરોપોને નકાર્યા, ઉલટા મલવિંદર પર મારઝૂડનો આરોપ લગાવ્યો
- બંને ભાઈઓની વચ્ચે આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલી વખત ઝઘડો થયો હતો

નવી દિલ્હી: ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર ભાઈઓ મલવિંદર મોહન સિંહ અને શિવિંદર મોહન સિંહ વચ્ચે ખૂબ ઝઘડો થયો છે. મોટા ભાઈ મલવિંદરે આરોપ લગાવ્યો છે કે શિવિંદરે બુધવારે તેમના પર હુમલો કર્યો હતો. બીજી બાજુ શિવિંદરે આ આરોપોને ખોટા ગણાવીને કહ્યું કે, મલવિંદરે તેની સાથે મારઝૂડ કરી હતી.

શિવિંદરે ઝપાઝપી કરી, ધમકી આપી: મલવિંદર

1. મલવિંદરે વોટ્સએપ પર તસવીર અને વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, 5 ડિસેમ્બરની સાંજે અંદાજે 6 વાગે દિલ્હી ઓફિસે તેમની સાથે મારઝૂડ કરી હતી. મલવિંદરનું કહેવું હતું કે, શિવિંદરે તેને ઈજા પહોંચાડી હતી અને ધમકી પણ આપી હતી. જ્યાં સુધી ટીમે આવીને તેમને છૂટા ન પાડ્યાં ત્યાં સુધી શિવિંદર તેમની સાથે ઝઘડતા રહ્યા હતા.

2. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મલવિંદરનું કહેવું છે કે, શિવિંદર પ્રિયસ રિયલ એસ્ટેટ કંપનીની બોર્ડ મીટિંગમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા હતા. પ્રિયસે ગુરિંદર સિંહ ઢિલ્લનની કંપની અને તેમના પરિવારને રૂ. 2,000 કરોડનું ધિરાણ આપ્યું છે. ઢિલ્લન રાધા સ્વામી સત્સંગ બ્યાસના આધ્યાત્મિક ગુરુ છે અને મલવિંદર-શિવિંદર તેમના ભક્ત છે.

3. મલવિંદરનું કહેવું છે કે, ઢિલ્લન ગ્રૂપ પાસેથી પૈસાની રિકવરી માટે કંપનીની બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી હતી. પરંતુ શિવિંદરે મીટિંગમાં પહોંચીને ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે તેઓ પ્રિયસના બોર્ડ મેમ્બર પણ નથી. મલવિંદરે કહ્યું કે, માહિતી મળતાં તેઓ ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં શિવિંદરે તેમના પર હુમલો કરી દીધો હતો.

4. શિવિંદરનું કહેવું છે કે, મલવિંદરના આરોપ ખોટા અને પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, મલવિંદરે જ તેના પર હુમલો કર્યો હતો. તેમણે આ વિશે પોલીસને પણ ફરિયાદ કરી હતી પરંતુ માતા અને પરિવારના કહેવાથી ફરિયાદ પાછી લઈ લીધી હતી.

5. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલવિંદરનું કહેવું છે કે, તેઓ ઈલાજ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા હતા. ત્યાં તેમને હાથ અને ઢીંચણમાં આંતરિક ઈજા થઈ હોવાનું જણાવવામાં આવ્યું. મલવિંદરે એવું પણ જણાવ્યું કે, પરિવારના કહેવાથી તેણે શિવિંદર સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

6. સપ્ટેમ્બરમાં શિવિંદરે મલવિંદર પર ફોર્ટિસ ડૂબાડવાનો આરોપ લગાવીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે થોડા સમય પછી તે અરજી પરત લઈ લેવામાં આવી હતી. શિવિંદરનું કહેવું છે કે, માતા અને પરિવારના અન્ય સભ્યોએ સાથે મળીને વિવાદનો ઉકેલ લાવવાની સલાહ આપી હતી તેથી તેમણે તે અરજી પરત લઈ લીધી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App