નિમણૂંક / 80 વર્ષના શીલા દીક્ષિતને કોંગ્રેસની કમાન મળી, ફરી દિલ્હી અધ્યક્ષ બનાવ્યા

માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને અભિનંદન આપતાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા. (ફાઇલ)
માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને અભિનંદન આપતાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા. (ફાઇલ)
X
માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને અભિનંદન આપતાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા. (ફાઇલ)માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને અભિનંદન આપતાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા. (ફાઇલ)

  • શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યાં
  • અજય માકને ગત વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું

divyabhaskar.com

Jan 10, 2019, 07:00 PM IST

નવી દિલ્હીઃ વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત દિલ્હી પ્રદેશ કોંગ્રેસના ફરી અધ્યક્ષ બન્યાં છે. અજય માકને અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાં બાદ શીલાને સુકાન સોંપવામાં આવ્યું છે. અજય માકને શીલાને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં બાદ ટ્વીટ કરી તેમને શુભેચ્છા આપી. 

 

- દિલ્હી કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ જણાવ્યું કે શીલા દીક્ષિતને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ઉપરાંત 3 પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પણ પસંદ કરવામાં આવ્યાં છે.

- કાર્યકારી અધ્યક્ષ પસંદ કરાયેલામાં દેવેન્દ્ર યાદવ, રાજેશ લિલોથિયા અને હારુન યૂસુફ છે. 

 

 1. 15 વર્ષ સુધી દિલ્હીનું સુકાન સંભાળ્યું
80 વર્ષના શિલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા તેને કહ્યું કે, "પાર્ટીએ જે જવાબદારી આપી છે તેના માટે આભાર. ઉંમરમાં કોઈ કોમેન્ટ નહીં કરું. ગઠબંધન પર કોઈ જ કોમેન્ટ નહીં કરું. એલાયન્સ જ્યારે ફાઈનલ થશે ત્યારે તે મુદ્દે વાત કરવામાં આવશે. હાલ આ વાત માત્ર મીડિયામાં જ છે."
શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યાં. 2014માં કેરળના રાજ્યપાલ પણ રહ્યાં. 
3. માકને રાજીનામું આપ્યું હતું
અજય માકને ગત વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાં બાદ આગામી પ્રદેશ અધ્યક્ષને લઈને અનેક નામ ચર્ચામાં હતા. 
આ મુદ્દે ગત સપ્તાહે દિલ્હી કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ કહ્યું હતું કે અજય માકને સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું છે. 
માકને ટ્વીટ કરી શીલા દીક્ષિતને અભિનંદન આપતાં લખ્યું કે, શીલા દીક્ષિતને ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા. તેમના આધીન મને સંસદીય સચિવ તેમજ કેબિનેટ મંત્રી તરીકે કામ કરીને શીખવાનો અવસર મળ્યો હતો. મને વિશ્વાસ છે કે શીલાજીની આગેવાનીમાં અમે, મોદી, કેજરીવાલ સરકારના વિરોધમાં એક સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવીશું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી