ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» For the first time in 25 years, the BJP will contest 47 seats in Meghalaya

  મેઘાલયમાં 25 વર્ષે પહેલી વાર ભાજપ 47 સીટ પર ચૂંટણી લડશે

  Shillong | Last Modified - Feb 27, 2018, 04:03 AM IST

  રાજ્યમાં યોજાયેલી છેલ્લી 5 ચૂંટણીઓમાં ભાજપે પહેલી વાર સૌથી વધુ 47 ઉતાર્યા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   શિલોંગ: મેઘાલયમાં પણ 59 સીટ માટે મંગળવારે વોટિંગ થશે. એનસીપીના ઉમેદવાર જોનાથન સંગમાના ઉગ્રવાદી હુમલામાં મોતને કારણે એક સીટ પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. મેઘાલયમાં 32 મહિલાઓ સહિત કુલ 370 ઉમેદવાર મેદાનમાં છે. રાજ્યમાં 18.4 લાખ વોટર છે. મેઘાલયમાં 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. આ વખતે તેને ભાજપ અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)થી ભારે પડકાર મળી રહ્યો છે. ભાજપ રાજ્યમાં છેલ્લાં 25 વર્ષ અને 5 વિધાનસભા ચૂંટણીઓથી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારી રહ્યો છે. આ ચૂંટણીમાં પહેલી વાર પાર્ટીએ સૌથી વધુ 47 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. 5 ચૂંટણીઓમાંથી માત્ર 3 વાર પાર્ટીનું ખાતું ખૂલ્યું છે. અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણી લડનારા 80 ટકા ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. 2013માં ભાજપે 13 સીટ પર ચૂંટણી લડી હતી. બધી સીટ પર તેના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ હતી.

   સીએમ મુકુલ સંગમા અને કોનાર્ડ સંગમાના પરિવારના બબ્બે ઉમેદવાર મેદાનમાં છે

   સીએમ મુકુલ સંગમાએ કોંગ્રેસને સત્તામાં જાળવી રાખવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. જ્યારે લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ પી.એ.સંગમાના પુત્ર કોનાર્ડ સંગમાના નેતૃત્વમાં એનપીપી મુકુલ સામે મોટો પડકાર બનીને ઉદભવી રહ્યા છે. કોનાર્ડ તુરાના સાંસદ છે. કોનાર્ડ પોતે ચૂંટણી લડી રહ્યા નથી પરંતુ બહેન અગથા,ભાઇ જેમ્સ મેદાનમાં છે.

   ભાજપ તરફથી 100થી વધુ નેતાઓએ પ્રચાર કર્યો

   પૂર્વોત્તરમાં માત્ર મેઘાલય અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ બંને ખ્રિસ્તીઓની બહુમતીવાળાં રાજ્યો છે. મેઘાલયમાં ભાજપે પૂરતું જોર લગાવી દીધું છે. પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રના બે ડઝન પ્રધાનો સહિત 100થી વધુ વરિષ્ઠ નેતાઓએ પાર્ટી માટે રાજ્યમાં પ્રચાર કર્યો છે. કોંગ્રેસે બીફ અને ચર્ચના મુદ્દા ઉઠાવ્યા છે.

   કોંગ્રેસ, ભાજપ અને NPP વચ્ચે કાંટાની ટક્કર

   મેઘાલયમાં કોંગ્રેસ, ભાજપ અને એનપીપી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. એનપીપી પહેલી વાર 57 સીટ પર ચૂંટણી લડી રહી છે. અહીં ભાજપ, એનપીપીથી દૂર છે પરંતુ મણિપુરમાં ભાજપ એનપીપીના સહારે જ છે. એનપીપી, ભાજપના નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સનો હિસ્સો પણ છે. એનપીપી ભાજપની બી ટીમ ગણાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: For the first time in 25 years, the BJP will contest 47 seats in Meghalaya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `