ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bhaichung Bhutia took to twitter to announce his separation from the ruling party

  ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન ભૂટિયાનું અજ્ઞાત કારણોસર TMCમાંથી રાજીનામું

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 06:43 PM IST

  બાઇચુંગ ભૂટિયાએ 2011માં ફૂટબોલથી રિટાયરમેન્ટ બાદ તૃણમૂલ કોંગ્રેસ જોઇન કર્યુ હતું.
  • બાઇચૂુગ ભૂટિયાએ 2011માં ફૂટબોલથી રિટાયરમેન્ટ બાદ ટીએમસી જોઇન કર્યુ હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાઇચૂુગ ભૂટિયાએ 2011માં ફૂટબોલથી રિટાયરમેન્ટ બાદ ટીએમસી જોઇન કર્યુ હતું.

   નવી દિલ્હીઃ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાઇચુંગ ભૂટિયાએ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રસ (ટીએમસી)માંથી રાજીનામું આપી દીધું છે. ભૂટિયાએ સોમવારે ટ્વીટ કરીને રાજનીતિથી અલગ થવાની જાહેરાત પણ કરી. તેઓએ લખ્યું કે, આજથી મેં અધિકારીક રીતે ટીએમસીના તમામ પદ છોડી દીધા છે. હવે હું કોઇ પોલિટિકલ પાર્ટીનો મેમ્બર નથી. ઉલ્લેખનીય છે કે, 2011માં ફૂટબોલથી રિટાયરમેન્ટ બાદ ભૂટિયા ટીએમસીમાં સામેલ થયા. પાર્ટીની ટિકિટ પર 2014માં તેઓએ લોકસભા અને બાદમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, જો કે બંને વખત તેઓને હાર મળી હતી.

   ભૂટિયાએ નથી જણાવ્યું રાજીનામાનું કારણ

   - ટીએમસીની ટિકીટ પર ચૂંટણી હાર્યા બાદ પણ ભૂટિયાએ પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. હવે તેઓએ પાર્ટીમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો, રાજીનામાનું કોઇ કારણ જણાવ્યું નથી. એવું માનવામાં આવે છે કે, ભૂટિયા પાર્ટીમાં પોતાની જવાબદારીઓને લઇને નાખુશ હતા.
   - જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂટિયાએ એક મહિના પહેલા જ પાર્ટીને પોતાના રાજીનામાની જાણકારી આપી દીધી હતી.

   અલગ ગોરખાલેન્ડની ઉઠાવી માંગ

   - બીજી તરફ, રાજીનામાનું કારણ અલગ ગોરખાલેન્ડની માંગણી પણ હોઇ શકે છે. ગયા વર્ષે ભૂટિયાએ સાંસ્કૃતિક અસમાનતાને ખતમ કરવા માટે તેનું સમર્થન કર્યુ હતું.
   - જો કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગોરખાલેન્ડ બનાવવાનો ઇન્કાર કરતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, પાર્ટી લાઇનથી અલગ મત રાખવાના કારણે ભૂટિયાને માન આપવામાં આવતું નહતું.

   ફૂટબોલ છોડ્યા બાદ શરૂ કરી રાજનીતિ

   - બાઇચુંગ ભૂટિયાએ સપ્ટેમ્બર, 2011માં ફૂટબોલમાંથી રિટાયરમેન્ટ લીધું હતું. ત્યારબાદ તેઓએ ટીએમસી જોઇન કર્યુ હતું.
   - ભૂટિયાએ 2014માં ટીએમસીની ટિકીટ પર દાર્જિલિંગથી લોકસભા અને બાદમાં સિલિગુડીથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. પરંતુ બંને વખત તેઓને હાર મળી.

  • સોમવારે ટ્વીટર પોસ્ટમાં તેઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે ટ્વીટર પોસ્ટમાં તેઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bhaichung Bhutia took to twitter to announce his separation from the ruling party
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `