Divya Bhaskar

Home » National News » Latest News » National » તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items

તેજપ્રતાપના લગ્નમાં ખાવાની લૂંટ, લોકો કોલ્ડ્રિંક-આઈસ્ક્રીમ લઈને ભાગ્યા

Divyabhaskar.com | Updated - May 13, 2018, 04:22 PM

તેજપ્રતાપના લગ્નમાં મહેમાનો વચ્ચે ખાવાને લઈને ભાગદોડ થઈ ગઈ હતી

  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    તેજપ્રતાપ અને એશ્વર્યાના લગ્નમાં યાદવ પરિવાર

    નેશનલ ડેસ્કઃ RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા. જો કે લગ્નના ભોજન સમારંભમાં પહોંચેલા કેટલાંક મહેમાનો જે રીતે ખાવા પર તૂટી પડ્યા તે જોવા જેવું હતું. કેટલાંક લોકો તો આઈસ્ક્રીમ અને કોલ્ડડ્રિકની બોટલ લઈ જતાં જોવા મળ્યા હતા.

    લગ્નમાં અફડાતફડી


    - લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજપ્રતાપ યાદવ, એશ્વર્યા રાય સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા.
    - આ લગ્નમાં અનેક જાણીતી હસ્તિઓએ હાજરી આપી હતી. જેમાં કેટલાંક રાજનેતા પણ સામેલ હતા.
    - જ્યાં એક તરફ લગ્નની ચર્ચા શાહી અંદાજને લઈને થઈ રહી હતી તો કેટલાંક લોકોએ આ સમારંભને ફિક્કો બનાવવાના પ્રયાસ કર્યા હતા.

    ખાવાની થઈ લૂંટ


    - તેજપ્રતાપના લગ્નમાં મહેમાનો વચ્ચે ખાવાને લઈને ભાગદોડ થઈ ગઈ હતી.
    - વેટનરી ગ્રાઉન્ડ પર ખાવાનું ન મળતાં ગુસ્સામાં આવેલી ભીડે ખાવાનું કાઉન્ટર જ ઊંધુ કરી દીધું હતું.
    - ભીડને કાબૂમાં લેવા આયોજકોને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. જેના કારણે ભારે ભાગદોડ મચી ગઈ હતી.
    - સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે લોકો ખાવાનો સામાન જ ઉઠાવીને ભાગવા લાગ્યાં. તો કેટલાંક લોકો કેટરરના વાસણો જ ઉઠાવીને ભાગતાં નજર પડ્યાં.
    - ભીડે ત્યાં રાખેલી ખાવાની પ્લેટ પણ તોડી નાંખી હતી.

    વાસણો પણ લઈને ભાગ્યાં લોકો


    - બેકાબૂ બનેલી ભીડે વીઆઈપી અને મીડિયા માટે બનાવેલા પંડાલને અલગ કરતી વાડને તોડી નાખી હતી અને લોકો ખાવાની વસ્તુઓ લુંટવા લાગ્યા હતા.
    - પાર્ટીના અનેક નેતાઓએ લોકોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં.
    - અનેક મીડિયાકર્મીની તેમની સાથે મારમારી થઈ અને તેમની કિટને પણ નુકસાન થયું હતું.
    - કેટરરની ફરિયાદ મુજબ ભીડે તેમના કેટલાંક વાસણો અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી.

    મંચ તૂટવાથી અનેક ઘાયલ


    - દૂર્ઘટના સમયે મંચ પર લાલુ યાદવ અને તેમના સંબંધી ચંદ્રિકા રાયનો સમગ્ર પરિવાર હાજર હતો.
    - જયમાળા પછી વર-વધૂને આર્શિવાદ આપવા માટે અનેક લોકો મંચ પર આવી ગયા હતા
    - વધુ ભાર હોવાને કારણે મંચનો એક હિસ્સો તૂટી ગયો જે બાદ અફડાતફડીની સ્થિતિ બની ગઈ પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ વ્યવસ્થા સંભાળી લીધી હતી.
    - દૂર્ઘટનામાં તેજસ્વી યાદવનો સુરક્ષાકર્મી અમરેશકુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તેજપ્રતાપના લગ્નમાં મહેમાનો વચ્ચે ખાવાને લઈને ભાગદોડ થઈ ગઈ હતી
  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ભીડે ત્યાં રાખેલી ખાવાની પ્લેટ પણ તોડી નાંખી હતી
  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બેકાબૂ બનેલી ભીડે વીઆઈપી અને મીડિયા માટે બનાવેલા પંડાલને અલગ કરતી વાડને તોડી નાખી હતી અને લોકો ખાવાની વસ્તુઓ લુંટવા લાગ્યા હતા
  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોઈ કોલ્ડ્રિક તો કોઈ આઈસ્ક્રીમ લઈને ભાગ્યું હતું
  • તેજપ્રતાપના લગ્નમાં ભારે અફડાતફડી | Tej Pratap wedding ceremoney crowd run away with food items
    જયમાળા પછી વર-વધૂને આર્શિવાદ આપવા માટે અનેક લોકો મંચ પર આવી જતા મંચ તૂટી ગયો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending