Divya Bhaskar

Home » National News » Latest News » National » BJP wants that Arun Jaitley left Gujarat for RS election

જેટલીને હવે UPથી રાજ્યસભા મોકલવાની તૈયારી, શું છે બીજેપીનું ગણિત?

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 10:08 AM

23 માર્ચે 58 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી, UPની 10 સીટ, જેટલી સરળતાથી જીતી શકે છે

  • BJP wants that Arun Jaitley left Gujarat for RS election
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુજરાતથી રાજ્યસભાના સભ્ય અરુણ જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. (ફાઇલ)

    નવી દિલ્હીઃ રાજ્યસભાની 58 સીટો પર ઇલેક્શન 23 માર્ચે થશે. ગુજરાતથી બીજેપીના રાજ્યસભા સાંસદ અરુણ જેટલી, પુરુષોત્તમ રુપાલ, મનસુખ માંડવિયા અને શંકર વેગડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જાતિગત સમીકરણ સાધવાને ધ્યાને લઈ બીજેપીમાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને ગુજરાતને બદલે ઉત્તર પ્રદેશથી રાજ્યસભામાં મોકલવાના ગણિત પર વિચાર ચાલી રહ્યો છે. મૂળે, ગુજરાતની હાલની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાના આધારે કુલ 4 સીટોમાં 2 રાજ્યસભા સીટો પર બીજેપી અને બે પર કોંગ્રેસની જીત નક્કી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને દીપક બાવડિયાને રાજ્યસભા મોકલવાની શક્યતા છે.

    જેટલી ઉત્તર પ્રદેશથી જ કેમ?


    - અરૂણ જેટલી બીજેપીના મોટા નેતા છે. ટીમ મોદીમાં જેટલી મુખ્ય માનવામાં આવે છે. એવામાં તેમનું રાજ્યસભા જવું નક્કી છે. સીટોના મામલામાં ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા સીટો છે. 2017માં બીજેપીએ અહીં 312 સીટો જીતી હતી. 23 માર્ચે 58 વિધાનસભા સીટો પર યોજાનારી ચૂંટણીમાં 10 સીટો યૂપીની છે. એવામાં જેટલી અહીંથી સરળતાથી રાજ્યસભામાં પહોંચી જશે.

    પાટીદાર ફેક્ટર સાધવાનું મંથન


    - મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલા પાટીદાર ચહેરા છે - કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી પણ છે. બંને પૈકી એક કડવા અને બીજા લેઉવા પાટીદાર છે.
    - માનવામાં આવે છે કે આ બંને પૈકી કોઈ એક નેતાને ડ્રોપ કરવામાં આવે તો તેમને સંબંધિત વર્ગ નારાજ થઈ શકે છે.
    - એવામાં શંકર વેગડને ડ્રોપ કરે તો જેટલી બચે છે, બીજેપી જેટલીને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા મોકલવાનું વિચારી રહી છે.
    - ગુજરાત વિધાનસભામાં બીજેપીની 99 સીટો છે. એનસીપી અને એક અપક્ષને મેળવીને બીજેપીની કુલ 101 સીટ થાય છે. બીજી તરફ કોંગ્રેસની 81 સીટો છે.

    આગળની સ્લાઇડમાં વાંચો, રાજ્યસભામાં ગુજરાતનું ગણિત

  • BJP wants that Arun Jaitley left Gujarat for RS election
    રાજ્યસભા માટે ચૂંટણી 23 માર્ચે યોજાવાની છે. (ફાઇલ)

    રાજ્યસભામાં ગુજરાતનું ગણિત


    - રાજ્યસભા સભ્યના નિર્વાચનનો અધિકાર વિધાનસભાના સભ્યોનો હોય છે. ગુજરાત વિધાનસભા 182 સભ્યોની બનેલી છે. ચૂંટણી ચાર સીટો માટે યોજાવાની છે.
    - રાજ્યસભા ચૂંટણીનો ફોર્મુલા છે- ખાલી સીટો+એક, કુલ યોગથી વિધાનસભાની સભ્ય સંખ્યાથી ભાગવી. તેનો જે જવાબ આવે તેમાં પણ એક જોડવાથી જે સંખ્યા આવે. તેટલા જ વોટ એક સભ્યને રાજ્યસભા ચૂંટણી જીતવા માટે જોઈએ.
    - ગુજરાતની સભ્ય સંખ્યા 182 છે.
    ખાલી સીટો 4 + 1 = 5
    182/5= 36.4
    36.4+1= 37.4
    - ગુજરાત રાજ્યસભા ચૂંટણી જીતવા માટે એક સભ્યને સરેરાશ 37 ધારાસભ્યોનું સમર્થન જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending