• Home
  • National News
  • Desh
  • એક્સિડન્ટમાં 5 મહિલાઓનું મોત| 5 Woman Died In Road Accident

પત્નીની લાશ ખોળામાં લઈને રોતો રહ્યો પતિ, રસ્તામાં વિખરાયેલી હતી લાશો

ગુસ્સે થયેલી ભીડે પોલીસને ધક્કા મારીને કાઢી મુકી હતી, 5 કલાક રસ્તો કર્યો જામ

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 12:42 PM
પત્નીની લાશને ખોળામાં લઈને રોતો રહ્યો પતિ
પત્નીની લાશને ખોળામાં લઈને રોતો રહ્યો પતિ

પત્નીની લાશ ખોળામાં લઈને રોતો રહ્યો પતિ, રસ્તામાં વિખરાયેલી હતી લાશો.પત્નીની લાશ ખોળામાં લઈને રોતો રહ્યો પતિ, રસ્તામાં વિખરાયેલી હતી લાશો. હાતા-ચાઈબાસા મુખ્ય રસ્તા પર ખૈરબની ગામ પાસે ટાટા મેજિક અને ક્રેનનો એક્સિડન્ટ થઈ ગયો હતો. આ એક્સિડન્ટમાં મા-દીકરી સહિત 5 લોકોના મોત થયા છે અને 3 ઘાયલ છે. મૃતકોમાં કીતા ગામની આંગણવાડીની સેવિકા બાંસી ટુડૂ અને તેમની 9 વર્ષની દીકરી પણ સામેલ છે.

જમશેદપુર: હાતા-ચાઈબાસા મુખ્ય રસ્તા પર ખૈરબની ગામ પાસે ટાટા મેજિક અને ક્રેનનો એક્સિડન્ટ થઈ ગયો હતો. આ એક્સિડન્ટમાં મા-દીકરી સહિત 5 લોકોના મોત થયા છે અને 3 ઘાયલ છે. મૃતકોમાં કીતા ગામની આંગણવાડીની સેવિકા બાંસી ટુડૂ અને તેમની 9 વર્ષની દીકરી પણ સામેલ છે. ક્રેન અને ટાટા મેજિકના ડ્રાઈવર ભાગી ગયા છે. પછી સ્થાનિક લોકોએ ગાડીમાં દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને રાજનગર સીએસી મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન વધુ એક બાળકીનું મોત થઈ ગયું હતું.

બંને બાળકો ઘરે એકલા હતા તેથી પત્નીને મોકલી ટાટા મેજિકથી


- મૃતક સોયતી ગોપના પતિ સુરેશે જણાવ્યું કે, અમે સાથે બજાર આવ્યા હતા. બે બાળકો ઘરે એકલા હતા તેથી પત્નીને ટાટા મેજિકથી ઝડપથી ઘરે મોકલી હતી.
- હું થોડું કામ બાકી હતુ એટલે બજાર જ રોકાયો હતો. 20 મિનિટમાં જ ઘટનાની માહિતી મળી. હું સાંભળીને સન્ન થઈ ગયો.
- હું ભાગીને ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં સુધી મારી પત્ની મને છોડીને જતી રહી હતી. તેની લાશ ખોળામાં લઈને રડતો રહ્યો. મારે એક દીકરો અને એક દીકરી છે.

એક કિલોમીટરના અંતરે 24 કલાકમાં થઈ બે મોટી ર્દુઘટના


- હાતા-ચાઈબાસા રસ્તા પર સતત એક્સિડન્ટ થતા રહેતા હોય છે.
- અંદાજે એક કિમીના અંતરમાં 24 કલાકમાં આ બીજી મોટી ર્દુઘટના થઈ હતી.
- આ જ સપ્તાહમાં મરુંગહીડમાં એક કાર અને એક ટ્રકનો અકસ્માત થયો હતો. તેમાં પણ બે લોકો ઘાયલ થયા હતા.

બંને ગાડીઓની સ્પીડ વધારે હતી


- ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, ટાટા મેજિક માત્ર 2 કિલોમીટર જ આગળ વધી હતી અને ત્યારે સામેથી એક ક્રેન પણ ખૂબ સ્પીડમાં આવી રહી હતી. બંને ગાડીઓની સ્પીડ વધારે હોવાથી ખૂબ ભીષણ અકસ્માત થયો હતો. ડરના કારણે બંને ગાડીના ડ્રાઈવરો તેમાંથી ભાગી ગયા હતા.
- એક્સિડન્ટ પછી ટાટા મેજિક ઉંધી પડી ગઈ અને તેમાં બેઠેલા ઘણાં લોકો દબાઈ ગયા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

કુલ પાંચ મહિલાના મોત થયા
કુલ પાંચ મહિલાના મોત થયા
ક્રેન અનેટાટા મેજિક વચ્ચે થયો એક્સિડન્ટ
ક્રેન અનેટાટા મેજિક વચ્ચે થયો એક્સિડન્ટ
એક્સિડન્ટ પછી ડ્રાઈવરો ભાગી ગયા હતા
એક્સિડન્ટ પછી ડ્રાઈવરો ભાગી ગયા હતા
X
પત્નીની લાશને ખોળામાં લઈને રોતો રહ્યો પતિપત્નીની લાશને ખોળામાં લઈને રોતો રહ્યો પતિ
કુલ પાંચ મહિલાના મોત થયાકુલ પાંચ મહિલાના મોત થયા
ક્રેન અનેટાટા મેજિક વચ્ચે થયો એક્સિડન્ટક્રેન અનેટાટા મેજિક વચ્ચે થયો એક્સિડન્ટ
એક્સિડન્ટ પછી ડ્રાઈવરો ભાગી ગયા હતાએક્સિડન્ટ પછી ડ્રાઈવરો ભાગી ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App