માતાના અંતિમ સંસ્કાર કરીને પરત આવતા થયો અકસ્માત, 5ના મોત- 15 ઘાયલ

ઘટના પટના જિલ્લાના બાઢમાં થઈ હતી, ડ્રાઈવરે દારૂ પીધો હતો તેથી થયો અકસ્માત

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 12:32 PM
માતાના અગ્નિ સંસ્કાર કરવા ગયેલા દીકરાનું પણ થયું અવસાન
માતાના અગ્નિ સંસ્કાર કરવા ગયેલા દીકરાનું પણ થયું અવસાન

વૃદ્ધ માતાના અંતિમ સંસ્કાર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દીકરાનું પણ રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. આ ઘટના પટના જિલ્લાના બાઢમાં થઈ હતી. જાલો મિસ્ત્રીની માતાનું ગુરુવારે મોત થઈ ગયું હતું.

શેખપુરા: વૃદ્ધ માતાના અંતિમ સંસ્કાર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દીકરાનું પણ રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. આ ઘટના પટના જિલ્લાના બાઢમાં થઈ હતી. જાલો મિસ્ત્રીની માતાનું ગુરુવારે મોત થઈ ગયું હતું. શુક્રવારે ગામના લોકો મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા ઉમાનાથ ઘાટ પહોંચ્યા હતા. વળતી વખતે પિકઅપ વૈન એક ખાડામાં પડી જવાના કારણે ઉંધી થઈ ગઈ હતી. આ એક્સિડનમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. એક્સિડન્ટમાં વૃદ્ધ માતાના દીકરા જાલો મિસ્ત્રી, જમાઈ સુલ્લૂ મિસ્ત્રી અને અન્ય 3 સંબંધીઓ પણ સામેલ હતા. ઘાયલોને સારવાર માટે પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉમાનાથ ઘાટથી પરત ફરી રહ્યા હતા લોકો


અરિયરી પ્રણંડના ડીહા ગામમાં જાલો મિસ્ત્રીની માતાનું ગુરુવારે રાતે નિધન થયું હતું. મૃતદેહના અગ્નિ સંસ્કાર ઉમાનાથ ઘાટ પર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પછી દરેક લોકો ગામ તરફ પરત આવી રહ્યા હતા. પરત ફરતી વખતે અનુમંડલ પાસે જીપ એક ખાડામાં ઉંધી પડી ગઈ હતી.

દારૂના નશામાં હતો ડ્રાઈવર


- ઘાયલોના જણાવ્યા પ્રમાણે જીપના ડ્રાઈવરે ખૂબ દારૂ પીધો હતો. જીપમાં પવન હતો તેણે જણાવ્યું કે, ડ્રાઈવરે દારૂ પી રાખ્યો હતો. લાલપુરા ગામ પાસે એક વળાકં આવતા ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવી દીધો હતો અને તેના કારણે આ અકસ્માતન સર્જાયો હતો. ઘટના પછી ડ્રાઈવર ભાગી ગયો હતો.
- ઘટના પછી આ વિસ્તારમાં દોડા-દોડી થઈ ગઈ હતી. ઘાયલોમાં શેખપુરા સિવાય બેલછીના લોકો પણ સામેલ હતા. ઘાયલોમાં બેલછીમાં રહેતા મંટૂ શર્મા, ગણેશ શર્મા, મક્કેશ્વર મિસ્ત્રી, કાલીચરણ મિસ્ત્રી સહિત અન્ય લોકો સામેલ હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

એક્સિડન્ટના કારણે થયું અવસાન
એક્સિડન્ટના કારણે થયું અવસાન
X
માતાના અગ્નિ સંસ્કાર કરવા ગયેલા દીકરાનું પણ થયું અવસાનમાતાના અગ્નિ સંસ્કાર કરવા ગયેલા દીકરાનું પણ થયું અવસાન
એક્સિડન્ટના કારણે થયું અવસાનએક્સિડન્ટના કારણે થયું અવસાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App